Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝઅરબી સમુદ્રમાં અકસ્માત: ભારતીય અને વિદેશી જહાજ વચ્ચે જોરદાર ટક્કર, મોટી જાનહાનિ ટળી

અરબી સમુદ્રમાં અકસ્માત: ભારતીય અને વિદેશી જહાજ વચ્ચે જોરદાર ટક્કર, મોટી જાનહાનિ ટળી

SURAT
Share Now

અરબી સમુદ્રમાં અકસ્માત(Accident) થયો છે.ઓખા નજીક ભારતીય અને વિદેશી જહાજ વચ્ચે જોરદાર ટક્કર, સુરક્ષા એજન્સીએ બંને જહાજના 43 ક્રુ મેમ્બરને બચાવી લેતા મોટી જાનહાનિ ટળી હોવાનું સામે આવેલ છે.ભારતનું એમવી માય એટલાન્ટિક ગ્રેસ અને ફિલિપાઈન્સના માય એવીએટર નામના જહાજ વચ્ચે અકસ્માત (Accident)સર્જાયો છે. જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઓખા નજીકના અરબી સમુદ્રમાં એક વિદેશી અને એક ભારતીય જહાજ વચ્ચે અકસ્માત થયો હતો.

જેમાં ભારતનું એમવી માય એટલાન્ટિક ગ્રેસ અને ફિલિપાઈન્સના માય એવીએટર નામના જહાજ વચ્ચે ટક્કર થતા આપાત કાલીન મદદની જરૂર પડી હતી. જેને લઈને ભારતીય સુરક્ષા એજન્સીની ટીમ સમયસર પહોંચી બંને જહાજના 43 ક્રુ મેમ્બરને બચાવી લીધા હતા. જેથી મોટી જાનહાનિ(Casualties) ટળી હતી. આ ઉપરાંત જહાજમાં રહેલા ઓઈલને કારણે જળ પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.આ ધટનામાં મોટી જાનહાની ટળી છે.

ભારતીય સુરક્ષા એજન્સીની મદદ મંગાઈ

ઓખા નજીક અરબી સમુદ્રમાં બે શિપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.જેમા  શુક્રવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જોકે, ક્યા કારણોસર આ બન્ને જહાજ વચ્ચે અકસ્માત થયો તે હાલ  જાણી શકાયું નથી. આ ઘટનાના પગલે બન્ને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માંગવામાં આવી હતી. જેને પગલે ભારતીય કોસ્ટગાર્ડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.તો તેની સાથે જ મોટી ધટના ટળી છે.અરબી સમુદ્રમાં મોટી જાનહાની(Casualties)ટળી છે.આ ધટનામાં ભારતના 21 અને ફિલિપાઈન્સના 22 ક્રુ મેમ્બરનો બચાવ કરાયો છે.

ટીમે જહાજમાંથી 43 ક્રુ મેમ્બરને સુરક્ષીત બચાવી લીધા હતા. એમવી માય એટલાન્ટિક ગ્રેસ નામના જહાજમાં 21 ભારતીય ક્રુ મેમ્બર હતા. જ્યારે ફિલિપાઈન્સના માય એવીએટર જહાજમાં 22 ફિલિપાઈન્સના ક્રુ મેમ્બર સવાર હતા.જેમાં જહાજમાં રહેલા ઓઇલને કારણે પ્રદુષણ ન ફેલાય તે માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ship

આ પણ વાંચો: પાટીદાર પાવર શો: ખોડલધામની 5 વર્ષની ઉજવણી નિમિત્તે PM મોદીની ખાસ હાજરી રહશે

સદનસીબે જાનહાનિ ટળી, માત્ર શિપમાં નુકસાન

આ અકસ્માત( Accident)થતા બંને શિપમાંથી ઓઈલ રસાવ સમુદ્રમાં ન ભળે અને જળ પ્રદુષણ ન ફેલાય તે માટેના પ્રયાસ ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા હાથ ધરવામાં આવ્યાં હતા. અકસ્માતમાં(Accident) સદનસીબે 43 ક્રુ મેમ્બરનો બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી.તેની સાથે જ માત્ર શિપમાં નુકસાન થયું છે. શિપમાં માત્ર નુકસાની થવા પામી હતી.તો કોઇ જાનહાની થઇ ન હતી તો 22 ક્રુ મેમ્બરએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment