બળાત્કારના કેસમાં સુરત કોર્ટનો સતત ચોથો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુરતમાં આજે બાળકી બળાત્કાર કરનાર સામે વધુ એક દાખલા રૂપ બની રહે તેવો ચુકાદો આપતા આરોપીને આજીવન કેદની સજા સંબળવવામાં આવી છે. સુરતના હજીરા વિસ્તારમાં બનેલી બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલામાં સુરત કોર્ટે આજે આરોપીને દોષિત હોવાનો ચુકાદો આપ્યો છે. 5 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરવામાં આવી હતી.બાળકીની ઇટ મારી હત્યા કરી હતી.
આરોપીને આજીવન કેદની સજા
સુરતના હજીરામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને ચોકલેટની લાલચે અપહરણ કરીને બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ ક્રૂરતાંથી હત્યા કરવાના ચકચારીત કેસમાં આરોપી સૂજીત સાકેતને કોર્ટે આજીવન કેદની સજા સાંભળવી છે. તેમજ પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષેથી 26 સાક્ષીઓ અને 53 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતાં. સરકારી વકીલે આરોપીને કડક સજાની દલીલમાં રામચરિત માનસનું ભય બીના પ્રીત નહીંનું ઉદાહરણ રજૂ કરી કડક સજાની માંગ કરી હતી. સુરત સેસન કોર્ટે આજે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. 
આ પણ વાંચો:દુષ્કર્મ આચરનાર નરાધમોની ખેર નથી, સુરત કોર્ટે દુષ્કર્મના વધુ એક કેસમાં ફાંસીની સજા સંભળાવી
શું છે સમગ્ર ઘટના
હજીરા ગામમાં 30 એપ્રિલની રીતે ચકચારી ઘટના ઘટી હતી. હજીરાના માતા ફળિયામાં રહેતા મુળ મધ્યપ્રદેશના અડીયા ગામના વતની સૂજીત મુન્નાલાલ સાકેતે પાડોશમાં રહેતી પાંચ વર્ષની બાળકીને ચોકલેટ ખરીદવા પૈસા આપુ એમ કહી લલચાવી ફોસલાવી પોતાની સાથે લઇ ગયો હતો. સુજીત તે બાળકીને અવાવરુ જગ્યાએ બાવળની ઝાડીમાં આવેલ ખંડેર ખોલીમાં લઇ ગયો હતો.વિકૃત માનસિકતાં ધરાવતાં સૂજીતે અહીં આ માસૂમ બાળકી ઉપર અમાનૂષી જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. બળાત્કાર અને સૃષ્ટિ વિરૃધ્ધનું કૃત્ય કરવા સાકેતે નજીકમાં પડેલી ઇંટ ઉપાડી બાળકીના કપાળના ભાગે વાર કર્યો હતો. કપાળે ઇજા પહોંચાડ્યા બાદ બાળકીનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી,અને લાશ ને ઘસડીને ઝાડી-ઝંખરમાં ફેંકી દીધી હતી.
પોલીસે સક્રીયતાથી કેસની તપાસ કરી
બાળકીનો મૃતદેહ મળતાં હજીરા પોલીસે અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરતાં સૂજીતની ધરપકડ કરી હતી. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે બળાત્કાર પહેલા સૂજીતે એનિમલ પોર્ન વીડિયો પણ જોયા હતા.પોલીસે સૂજીતની સામે ચાર્જશીટ રજૂ કરીને લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો, સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. 26 જેટલા સાક્ષીઓની જુબાની પણ લેવાઈ હતી,સૂચિતના મોબાઇલમાં કેટલાક માનસિક વિકૃતતા ધરાવતા વીડિયો મળ્યા હતા. તેના મોબાઇલમાં જનાવર અને મનુષ્ય વચ્ચેના સેક્સના વીડિયો પણ હતા. સરકારી વકીલની છેલ્લી મહત્વની દલીલ એ પણ હતી કે ભોગ બનનારા પરિવારના સભ્ય દેશની સેવા કરી ચુક્યા છે,માસુમ બાળકીના દાદા આર્મીમાં ફરજ બજવતા હતા,અને દેશના રક્ષક એવા પરિવારની દીકરી ને આવા ભક્ષકે પિંખી નાખી છે
સુરત કોર્ટ દાખલા રૂપ સજા સંભળાવી શકે છે.
બળાત્કાર અને હત્યાના આ કેસમાં કોર્ટે બંને પક્ષોની દાખલા દલીલો ધ્યાને લીધી હતી. સુનાવણી દરમિયાન સરકાર પક્ષે 26 સાક્ષીઓ અને 53 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતાં. રજુ કરાયેલા પુરાવાઓ તપાસ્યા બાદ સૂજીત સાકેતને તકસીરવાર ઠેરવ્યો હતો. ત્યારે આ કેસમાં પણ સુરત કોર્ટ દાખલા રૂપ સજા સંભળાવી છે. અગાઉ પણ સુરત કોર્ટે દુષ્કર્મના કેસમાં બે ને ફાંસીની સજા અને એકને આજીવન કેદની સંભળાવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4