Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / August 13.
Homeન્યૂઝSurat: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને 29 જ દિવસમાં ફાંસીની સજા

Surat: કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા મામલે આરોપીને 29 જ દિવસમાં ફાંસીની સજા

Surat
Share Now

સુરત (Surat)ના પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Rape)અને હત્યા (Murder)ના કેસમાં ગઇકાલે સોમવારે કોર્ટે (Court) ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે આરોપીને દોષિત (Guilty)જાહેર કર્યો હતો. ત્યારે આજે મંગળવારે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. માત્ર 29 દિવસમાં જ ફાંસીની સજા અપાઇ હોય તેવો ગુજરાતનો સૌ પ્રથમ મામલો છે. આ મામલે સરકારને પીડિતાના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે. જણાવી દઇએ કે, પાંડેસરા ખાતે અઢી વર્ષની બાળકીના અપહરણ (Kidnapping)બાદ પોલીસે ગણતરીના દિવસોમાં તેના મૃતદેહને શોધી કાઢ્યો હતો. પોલીસે બાદમાં આરોપીની ધરપકડ (arrest)કરી તમામ પુરાવાઓ એકઠા કર્યા હતા. આ કેસમાં આશરે 7 જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી.

Surat ના બાળકીના અપહરણ અને હત્યાના મામલે સરકારી વકીલે શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે સરકારી વકીલ નયનભાઇ સુખવાડાએ કોર્ટમાં દલિલ કરતાં આરોપીને ફાંસીની સજા આપવા માગ કરી હતી. સરકારી વકીલે 30 થી વધુ ચુકાદાઓ અને નિર્ભયા કેસનો દાખલો ટાંકયો હતો. આ ઉપરાંત 42 સાક્ષીઓ, દસ્તાવેજ, FSL રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ , CCTV, સ્થળ પરથી મળી આવેલી ડાયરી સહિતના પુરાવાને ધ્યાનમાં રખાય તેવી ધારદાર રજૂઆત કરી હતી. આ રજૂઆતના પગલે જ કોર્ટે આજે મંગળવારે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. સજા સંભળાવતાની સાથે જ બાળકીના માતા રડી પડ્યા હતા. ચુકાદો આવતા જ માતાએ ન્યાય મળ્યાનો આભાર વ્યક્ત કર્યો હતો. જણાવી દઇએ કે, આ મામલે કોર્ટમાં 100 થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: રજાઓમાં નવ-યુગલ અહીં ફરવા જઇ શકે છે, IRCTC લઇને આવ્યું છે શાનદાર પેકેજ

આરોપીએ 4થી નવેમ્બરના રોજ દિવાળીની રાત્રે પાંડેસરા-વડોદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની માત્ર અઢી વર્ષની બાળકીનું બળાત્કાર કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. મૂળ બિહારના જહાનાબાદના વતની અને આરોપી ગુડ્ડુએ બાળકી પર બળાત્કાર અને હત્યા કરી તેના મૃતદેહને ત્યાંના ઝાડી-ઝાંખરામાં નાખી દીધો હતો. જેના પગલે પાંડેસરા પોલીસે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ગણતરીના દિવસોમાં જ ધરપકડ (arrest)કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.

Surat ની આ ઘટનામાં આરોપીના મોબાઈલમાંથી પોર્ન વીડિયો મળ્યા 

અઢી વર્ષની બાળકી સાથે જધન્ય કૃત્ય આચરનાર નરાધમ ગુડ્ડુકુમાર યાદવ પરિણીત છે અને બે સંતાનનો પિતા છે. પરિવાર વતન બિહારના ખૈરા મઠિયા ગામ ખાતે રહે છે, જ્યારે છેલ્લાં 12 વર્ષથી ગુડ્ડુ સુરતમાં રહે છે અને પાંડેસરા જીઆઇડીસીની મિલમાં નોકરી કરે છે. આરોપીનો મોબાઇલ ઝપ્ત કરાતા તેના મેમરી કાર્ડમાંથી 70 જેટલી પોર્ન ફિલ્મ મળી આવી હતી. દિવાળીની સાંજે તેણે મોબાઇલ (Mobile)માં પોર્ન વીડિયો જોયા હતા અને ત્યારબાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર પડતાં તેનું અપહરણ કરી બદકામ કર્યાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

 સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment