Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝરાજ્યસભામાં હોબાળો કરનારસામે થશે કાર્યવાહી, નવી સમિતિની થઈ શકે છે રચના

રાજ્યસભામાં હોબાળો કરનારસામે થશે કાર્યવાહી, નવી સમિતિની થઈ શકે છે રચના

rajyasabha,news in gujarati,venkaiya naidu,ani,news agency
Share Now

રાજ્યસભાના(Rajyasabha) અધ્યક્ષ ગૃહમાં વિપક્ષી સાંસદોના કથિત વર્તન પર કાર્યવાહી અંગે ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માટે ભૂતકાળના આવા ઉદાહરણો અને કાર્યવાહીઓનો ઊંડાણપૂર્વક  અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબત વિશેષાધિકાર સમિતિને પણ મોકલી શકાય છે અથવા આ માટે નવી સમિતિની રચના પણ થઈ શકે છે.

સંસદ ચર્ચા માટે હોય છે

એક જાણીતી  ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સભાપતિએ કહ્યું કે ગૃહમાં બંને પક્ષોને સમાન આદર આપવામાં આવે છે. મેં હંમેશા કહ્યું છે કે ગૃહની સુચારૂ કામગીરી માટે બંને પક્ષોની સામૂહિક જવાબદારી છે. સંસદમાં હંગામાના મુદ્દે સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે સંસદ ચર્ચા માટે હોય છે. માટે બહારની રાજકીય લડાઈઓ ગૃહના ફ્લોર પર ન લડવી જોઈએ.

rajyasabha,news in gujarati,venkaiya naidu,ani,news agency

આ પણ વાંચો:ટ્વિટર બાદ હવે રાહુલ ગાંધીનું ફેસબુક એકાઉન્ટ પણ થઈ શકે છે બંધ

કોઈ પણ પક્ષ ગૃહને દબાણ કરી શકે નહીં 

રાજ્યસભામાં(Rajyasabha) ચોમાસું સત્ર દરમિયાન કેટલીક નીંદનીય ઘટનાઓ સામે કાર્યવાહીની વિચારણા પર, નાયડુએ કહ્યું કે આ અંગે વિગતવાર વિચારણા બાદ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમણે ગૃહની પસંદગી સમિતિને બીલ મોકલવા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ ગૃહમાં આવી બાબતો પર મતભેદ હોય ત્યારે ગૃહ સામૂહિક રીતે નિર્ણય લે છે. અને કોઈ પણ પક્ષ આ માટે ગૃહ પર ક્યારેય દબાણ કરી શકે નહીં. 

સરકારે રાજ્યસભા અધ્યક્ષ નાયડુને રિપોર્ટ સોંપ્યો

સરકારે 11 ઓગસ્ટના રોજ રાજ્યસભામાં(Rajyasabha) થયેલ હોબાળાને લઈને અધ્યક્ષને રિપોર્ટ સોંપ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીપીઆઇ (એમ) ના સાંસદ ઇલમરણ કરીમે પુરુષ માર્શલ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. અને કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામ અને છાયા વર્માએ લેડી માર્શલને ખેંચીને પ્રતડિત કર્યા હતા. વેંકૈયા નાયડુને આપવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ગૃહના નેતા પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી સ્પીકરની ચેમ્બરથી તેમના સ્થાન પર જઈ રહ્યા હતા ત્યારે તૃણમૂલ સાંસદ ડોલા સેનાએ તેમનો રસ્તો રોકી દીધો હતો અને તેમને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો.

બે દિવસ પહેલા થયો હતો હોબાળો 

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા રાજ્યસભામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. જેને કારણે રાજ્યસભામાં વાતાવરણ તંગ થયું હતું. આ ઘટનાને લઈને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હતા. તેમજ કેન્દ્ર સરકારના 8 મંત્રીઓએ આ અંગે પત્રકાર પરિશડ યોજીને વિપક્ષને માફી માંગવા જણાવ્યું હતું. ત્યારે હવે આ ઘટનાને લઈને રાજ્યસભા અધ્યક્ષ આગળ કાર્યવાહી કરે તેવી શક્યતાઓ લાગી રહી છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના અધ્યક્ષ ગૃહમાં વિપક્ષી સાંસદોના કથિત વર્તન પર કાર્યવાહી અંગે ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માટે ભૂતકાળના આવા ઉદાહરણો અને કાર્યવાહીઓનો ઊંડાણપૂર્વક  અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબત વિશેષાધિકાર સમિતિને પણ મોકલી શકાય છે અથવા આ માટે નવી સમિતિની રચના પણ થઈ શકે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment