Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટBirthday Special: કોમેડિયન તો ક્યારેક વિલન એવા બાબુરાવ ગણપત રાવ

Birthday Special: કોમેડિયન તો ક્યારેક વિલન એવા બાબુરાવ ગણપત રાવ

Happy Birthday Paresh Raval
Share Now

બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા જેમને કોઇ ઓળખાણની જરુર નથી બાબુરાવ ગણપત રાવના નામથી તે છવાઇ ગયા હતા એવા કોમેડિયન અને વિલન કહી શકાય તેવા પરેશ રાવલનો આજે જન્મદિવસ છે. પરેશ રાવલ દરેક કેરેક્ટર્સમાં ફિટ બેસી જાય છે તેવા કલાકારોમાના એક છે, ખાસ વાત એ છે કે તેમના દરેક કેરેક્ટર લોકોનું દિલ જીતી લે છે. પછી એ બાબુરાવનું હોય કે રમ ગોપાલ બજાજ, રાધેશ્યામ તિવારી અને ખાસ કરીને બટુકશંકર તિવારી ઉપાધ્યાય જેવા કેરેક્ટર્સમાં પણ તે ફિટ બેસી ગયા હતા. પણ શું તમને ખબર છે કે આ વિલન અને કોમેડિયન દર્શકોનું દિલ જીતનાર પરેશ રાવલને એક્ટીંગ કરિયરમાં આવવનો કોઇ વિચાર પણ નહતો.

 

paresh-rawal-1

ભણતર

મુંબઇના એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં કોમેડીના બાદશાહ પરેશ રાવલનો જન્મ 30 મે થયો હતો. તેમણે પોતાનું ભણતર મુંબઇમાં જ પુરુ કર્યું તેમને એન્જીનિયરિંગનો શોખ હતો જેથી મુંબઇની વિલે પાર્લેમાં પોતાની એન્જીનિયરિંગની ડિગ્રી પુરી કરી હતી. એક સમય હતો પરેશ રાવલ ત્યારે જોબ કરવા માટે ઘણી મહેનત કરતા હતા.

pareshrawal

થિયેટરથી એક્ટીંગની શરુઆત કરનાર પરેશ રાવલને કોલેજના સમયથી જ રંગમંચનો શોખ હતો, તે કોલેજના સમયમાં પણ થિયેટરમાં કામ કરતા હતા, અને અનેક નાટકોમાં પોતાના અભિનયની છબિ છોડતા હતા.

ફિલ્મોમાં એન્ટ્રી

કોલેજના દિવસોમાં જ થિયેટર કરનારા આ એક્ટર એક અભિનેતાની રીતે ઘણા ખિલી ગયા હતા, પરેશ રાવલે 1982 માં ગુજરાતી ફિલ્મ નસીબની બલિહારી થી પોતાના અભિનય ની શરુઆત કરી હતી. અને 1984 માં તેમણે હોલીથી બોલીવુડમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી.  

પરેશ રાવલની ફિલ્મોની વાત કરીએ તો સ્ટેજ કલાકાર તરીકે કામ કરનાર આ એક્ટર એક દિવસ બોલિવુડનો કોમેડિયન બની જશે તે કોને ખબર હતી. પરેશ રાવલે ગુજરાતી, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં પણ ફિલ્મો કરી હતી.

 

  • 1982 માં ગુજરાતી ફિલ્મ નસીબની બલિહારી થી પોતાના અભિનય ની શરુઆત કરી 
  • 1984 માં હોલી  ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી 
  • પરેશ રાવલે ગુજરાતી, તેલુગુ અને અંગ્રેજી ભાષામાં પણ કરી ફિલ્મો
  • એક્ટિંગ સિવાય પણ પરેશ રાવલ ભાષાઓના જ્ઞાનિ છે જેમાં તેમને હિન્દી, ઇગ્લિંશ અને મરાઠી તેમજ તુલુગુ ભાષાઓ બોલતા આવડે છે.

કેતન ભગતની ફિલ્મ સરદારથી પરેશ રાવલને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી હતી. જેમાં તેમણે સરદાર વલ્લભભાઇનો કિરદાર નિભાવ્યો હતો. તમન્ના ફિલ્મમાં પરેશ રાવલનું દર્શકોને અલગ જ રુપ જોવા મળ્યુ હતુ, જેમાં તે એક કિન્નરનાં રૂપમાં હતા. અંદાજ અપના અપના(Andaz Apna Apna) ફિલ્મમાં તેમણે આમિર ખાન(Amir Khan) અને સલમાન ખાન(Salman Khan) જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતુ.

યે બાબુરાવ કા સ્ટાઇલ હૈ

PAGE FILM ATITHI

Film: ATITHI Tum Kab Jaoge

એક સમય એવો પણ આવ્યો જ્યારે પરેશ રાવલ કોમેડી ફિલ્મો કરતાં રહ્યાં, ચાચી 420, નાયક, હેરાફેરિ, આંખે,આવારાપન, હલચલ, આવારા પાગલ દિવાના, ગોલમાલ(Golmal), ભાગમભાગ, ભુલભુલૈયા, OMG ,વેલકમ(Welcome).

પરેશ રાવલના જન્મદિવસ પર ટ્વીટર પર paresh raval ટ્રેન્ડિંગ કરી રહ્યું છે. ફેન્સ પરેશ રાવલના ડાયલોગ્સ અને વીડિયો સાથે તેમને બર્થડેની શુભકામનાઓ આપતા જોવા મળ્યા હતા.

આ સિવાય તેમના ફની વીડિયો પણ લોકો શેર કરીને પરેશ રાવલ માટેનો પોતાનો પ્રમે વ્યક્ત કરી રહ્યાં છે.

 

પરેશ રાવલના ફેમસ ડાયલોગ્સ

  • ઉઠા લે રે બાબા ઉઠા લે… મેરે કો નહી.. ઇન દોનો કો ઉઠા લે…
  • યે બાબુરાવ કા સ્ટાઇલ હૈ
  • તેજા મેં હુ માર્ક ઇધર હૈ
  • અરે બાબા વ્રોન્ગ નંબર હૈ તો ઉઠાતી કાઇ કો હે રે બાબા
  • આપ લોગો કો ઉપરવાલે ને ભેજા તો ભેજો લેકિન ઉપરવાલેને ભેજા હિજ નહી ભેજા
  • જહાં ધર્મ હે ના વહાં સત્ય કે લિયે જગહ નહી.. ઔર જહાં સત્ય હૈ ટ્રુથ હૈ વહાં ધર્મ કી જરુરત હી નહીં હૈ.

    મેં સબ ધર્મો કા આદર કરતાં હુ પર કિસી ધર્મ મેં માનતા નહી.

Hera-Pheri

PC: Photo Courtesy: YouTube

એવોર્ડ

  • ભારત સરકાર દ્વારા 2014 પરેશ રાવલને પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
  • 1994 માં બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ મળ્યો (ફિલ્મ વો છોકરી અને સર)
  • બેસ્ટ વિલનનો એવોર્ડ ફિલ્મ સર માટે આપવામાં આવ્યો હતો.

 

પર્સનલ લાઇફ

Paresh Raval Family

Pc: Youtube Sc

પર્સનલ લાઇફની વાત કરીએ તો પરેશ રાવલના લગ્ન બ્યુટી ક્લિન સ્વરુપ સંમત સાથે થયા હતા, પરેશ રાવલની પત્ની સ્વરુપ સંમત મિસ ઇન્ડિયા છે,  1989 માં મિસ ઇન્ડિયા બન્યા હતા. તેમના બે પુત્ર છે જેનું નામ આદિત્ય અને અનિરુદ્ધ.

આજ રીતના એન્ટરટેન્મેન્ટ અને બોલિવુડની ગપશપ જાણવા માટે જોતા રહો OTTIndia

આ પણ વાંચો: ‘હિરોપંતિ-2’માં ટાઇગર શ્રોફ સાથે સ્ક્રિન શેર કરશે આ વિલન, જાણીને ઉડી જશે હોશ

No comments

leave a comment