Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeએન્ટરટેઈન્મેન્ટએક્ટ્રેસ પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની ધરપકડ, જાણો કારણ

એક્ટ્રેસ પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બેની ધરપકડ, જાણો કારણ

Poonam Pandey
Share Now

એક્ટ્રે્સ તથા મોડલ પૂનમ પાંડે ( Poonam Pandey)ના પતિ સેમ બોમ્બેની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. પૂનમ પાંડેની ફરિયાદ બાદ સેમની ધરપકડ કરવામાં આવી હતી.

Poonam Pandey ના પતિની પોલીસે કરી ધરપકડ

પૂનમ પાંડેના પતિ સેમ બોમ્બે (Sam Bombay)ની મુંબઈ પોલીસે (Mumbai Police)ધરપકડ કરી છે. પૂનમ પાંડેએ મુંબઈ પોલીસમાં કેસ કરીને પતિ પર ગંભીર આરોપો મૂક્યા હતા. ફરિયાદ બાદ એક્ટ્રેસને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. તેને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી છે. આ તમામ વચ્ચે મુંબઈ પોલીસના જણાવ્યાં અનુસાર, ઇન્ડિયન પીનલ કોડની કલમ હેઠળ સેમ બોમ્બે વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.

ગત્ત વર્ષે પણ સેમ પર આરોપો મૂક્યો હતો

ઉલ્લેખનિય છે કે, આ પહેલાં પણ પૂનમ પાંડેએ પતિ વિરુદ્ધ મારપીટ અંગેની ફરિયાદ કરી હતી. ગત્ત વર્ષે લગ્નના થોડા દિવસ બાદ જ સેમની ગોવામાં મારપીટના આરોપસર ધરપકડ (Arrest)કરવામાં આવી હતી. અભિનેત્રી (Actress)અને મોડલ પૂનમ પાંડેએ ત્યારે પોલીસ ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તેના પતિએ તેની છેડતી કરી હતી અને મારપીટ બાદ ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. જણાવી દઇએ કે, આ ઘટના દક્ષિણ ગોવાના કાનાકોના ગામની છે. અહીં કપલ ફિલ્મના શૂટિંગ માટે આવ્યું હતું.

આ પણ વાંચો: સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ અમેરિકા પાસે માંગી મદદ

તે સમયે સેમ બોમ્બે (Sam Bombay)પર એક્ટ્રેસે ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ ફરિયાદ કરી હતી. ફરિયાદના થોડો સમય બાદ જ પૂનમે પતિ સાથે સમાધાન કરી લીધું હતું અને કહ્યું હતું કે લગ્નમાં ચઢાવ-ઉતાર તો આવ્યા રાખે. જણાવી દઇએ કે, પૂનમ પાંડે તથા સેમે બોમ્બેએ સપ્ટેમ્બર, 2020માં લગ્ન કર્યાં હતા અને બાદમાં સોશિયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ શૅર કરી હતી.

સુશાંતના પિતાની અરજી રદ્દ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment