કોરોના(Corona)એ કહેર મચાવ્યો છે, ત્યારે મહત્વનું છે કે દેશના લોકોને બચાવવા માટે પણ સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા શરુ કરી છે. બોલુવુડ હોય કે મોટા નેતાઓ કે પછી કોઇ સેલિબ્રિટિ કોઇ કોરોનાની જપેટમાંથી બચી શક્યુ નથી ત્યારે બોલિવુડમાં થઇ રહેલા એકાએક નિધન બાદ ફરી એક અભિનેત્રી કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
સાઉથ(South) અને ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી શ્રીપ્રદા(Shripradha) નું કોરોના વાયરસના કારણે નિધન થઇ ગયુ છે. કોરોનાના કારણે અભિનેત્રીએ 5મે અને બુધવારે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. સાઉથની અભિનેત્રીએ બોલીવુડના સ્ટાર્સ સાથે પણ કામ કરી ચુકી છે. શ્રીપ્રદાએ ધર્મેન્દ્ર અને વિનોદ ખન્ના સાથે ફિલ્મોમાં કામ કર્યું હતુ, આ સિવાય બોલિવુડના ડાન્સ ગુરુ ગોવિંદા(Govinda) સાથે પણ અભિનેત્રી કામ કરી ચુકી છે. શ્રીપ્રદાએ 1989 માં આવેલી ફિલ્મ બંટવારા માં તેમના અભિનયની ઘણી પ્રસંસા થઇ હતી.
સિનેમા(Cinema) અન્ડ ટીવી આર્ટીસ્ટ અસોસિએશન (CINTAA) એ અભિનેત્રીના નિધનના સમાચાર શેર કર્યા હતા. વર્ષ 1978 માં આવેલી ફિલ્મ(Film) પુરાના પુરુષ થી તેમણે હિન્દી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતુ.
Image Source : TWITTER/@VINTAGEMUVYZ
જો શ્રીપદાના કરિયરની વાત કરવામાં આવે તો તેમણે 70 ફિલ્મોમાં પોતાના અભિનયની છબી મુકી હતી. તેમની ફિલ્મોની જો વાત કરીએ તો મેરી લલકાર(Meri Lalkaar) ભયાનક પંજા, ખુનીમહલ, દિલ વાલે કભી ના હારે, રાની ઔર મહારાની, કસમ ધંધે કી જેવી ફિલ્મોથી લોકોને મનોરંજન પુરુ પાડ્યુ હતું. સાઉથ અને ભોજપુરી ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં અને તેમના પરિવારમાં શોકની લાગણી ઉદ્ભવી છે, ત્યારે ફેન્સ પણ ઘણા દુ:ખી છે.
બોલિવુડ અભિનેતા અને સાંસદ રવિ કિસને પણ ભોજપુરી ફિલ્મ એકટ્રેસના નિદન પર દુ:ખ વ્યક્ત કર્યું હતુ. મહત્વનુ છે કે, દેશમાં કોરોનાના કારણે દેશમાં 2 કરોડથી વધુ કેસ આવી ચુક્યા છે, ત્યારે હાલ ઓક્સિજન અને બેડની વ્યવસ્થામાં પણ કાળા બજારિયા જોવા મળી રહ્યાં છે, કોરોનાને એકવર્ષ ઉપર થઇ ગયુ છે છતાં વાયરસ જવાનું નામ નથી લઇ રહ્યો, ત્યારે કોરોનાના કારણે અત્યાર સુદી 2 લાખથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં બોલિવુડ સ્ટાર્સ, સાઉથ ઇન્ડ્ર્સ્ટ્રીના લોકો તેમજ નેતાઓ પણ બાકી નથી.
Wikipedia
કોરોનાનો આ પ્રકોપ હવે ધીમે ધીમે પ્રાણીઓમાં પણ ફેલાઇ રહ્યો છે, આ એક ડેન્જર ઝોન છે કે હવે આ વાયરસ પ્રાણીઓમાં પણ જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે લોકો હવે જાગૃત થઇ રહ્યાં છે, પોતાના સ્વજનને આંખ સામે ગુમાવતા લોકો સજાગ બની રહ્યાં છે. દેશમાં રસીકરણની પ્રક્રિયામાં પણ લોકો વદુને વધુ જોડાઇ રહ્યાં છે.
દેશમાં વધુને વધુ લોકો રસીકરણ સાથે જોડાય અને બીજાને પણ પ્રેરિત કરે..દેશ એક થઇને કોરોનાને હરાવીએ…
બોલિવુડ અને એન્ટરટેન્મેન્ટ તેમજ હેલ્થ સાથે જોડાયેલી તમામ માહિતી અને ન્યુઝ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે Ottindia પર…
આ પણ વાંચો: સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’નું ટાઇટલ ટ્રેક રિલીઝ
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App
Android: http://bit.ly/3ajxBk4