Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝએયરપોર્ટ બિઝનેસને અલગ કરવાની તૈયારીમાં અદાણી ગૃપ

એયરપોર્ટ બિઝનેસને અલગ કરવાની તૈયારીમાં અદાણી ગૃપ

Adani Group separate its airport 01
Share Now

એશિયાના સૌથી મોટા ધનિક ગૌતમ અદાણી (Gautam Adani)નું અદાણી ગૃપ પોતાના એયરપોર્ટ બિજનેસને લઇને ચર્ચામાં આવ્યુ છે. હા, ટ્વીટર પર ટ્રેન્ડિંગ થતાં જ અદાણી ગૃપ આજે પોતાના એયરપોર્ટ બિઝનેસને અલગ કરવાની તૈયારીમાં બતાવે છે.

અદાણી ગૃપે વર્ષ 2019 માં એયરપોર્ટ સેક્ટરમાં આવ્યા હતા. જે બાદ તેમણે અમદાવાદ, જયપુર, ગુવાહાટી, તિરુવતંમપુરમ ને ઓપરેટ તેમજ આધુનિકિકરણ કરવાનું કામ મળ્યુ હતુ. સુત્રોના માનિએ તો એયરપોર્ટ બિઝનેસને અલગ કરવાની તૈયારીઓ વિશેની વાતચીત ચાલી રહી છે. જેના મુજબ એયરપોર્ટ બિઝનેસને અદાની એન્ટરપ્રાઇઝથી (Adani Enterprises Ltd) અલગ કરવામાં આવશે. હાલ અદાણી પાસે બીજા સૌથી વ્યસ્થ હવાઇ મથક મુંબઇનું કંટ્રોલ તેમના હાથમાં છે. આ સિવાય પણ અદાણી ગૃપ પાસે 6 બીજા રિજનલ એયરપોર્ટ પણ છે.

શું છે ગૃપનું લક્ષ્ય?

Adani Group separate its airport

PC: Google Image

એયરપોર્ટ બિઝનેસને અદાની એન્ટરપ્રાઇઝથી (Adani Enterprises Ltd) અલગ કરવામાં આવશે

અદાણી ગૃપ Adani Airports Holdings શેરના પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 50 કરોડ રૂપિયા એકત્રિત કરવાની આશા છે. જે બાદ કંપનીનો આઇપીઓ(IPO) લાવવામાં આવશે.  

અદાણી ગૃપ(Adani Group)નું લક્ષ્ય પોતાના એયરપોર્ટ બિઝનેસની વૈલ્યુએશનમાં વધારો કરવાનું છે, જે 25,500 થી 29,200 કરોડ રુપિયા સુધિ પહોંચાડવાનો છે.

  • અદાણી ગૃપ (Adani Group) પોતાનો એરપોર્ટ બિઝનેસ અલગ કરવાની તૈયારીમાં
  • એયરપોર્ટ બિઝનેસની વૈલ્યુએશનમાં 25,500 થી 29,200 કરોડ કરવાનો લક્ષ્ય
  • એયરપોર્ટ બિઝનેસને હોલ્ડિંગ કંપની(Adani Enterprises Ltd) AEL થી અલગ કરવામાં આવશે
  • આ વર્ષના અંત સુધીમાં  કંપનીની લિસ્ટિંગ થઇ શકે છે.
  • ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સની વચ્ચે થઇ હતી ચર્ચા

ક્યાં સુધી થશે લિસ્ટિંગ?

ipo

PC: Google Image

અદાણી કંપનીના અધિકારીઓ અને સંભવિત ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સની વચ્ચે થઇ ચર્ચા 

અદાણી કંપનીના અધિકારીઓ અને સંભવિત ઇન્વેસ્ટમેન્ટ બેંકર્સની વચ્ચે ચર્ચા થઇ હતી તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. અડધા ડઝનથી પણ વધુ કર્મચારીઓ અને ગ્લોબલ બેન્કોના અને થોડા ઘરેલુ બેન્કર પણ કંપનીની અધિકારીઓને મળ્યા હતા. પણ અદાણી ગૃપના એયર પેસેન્જરોની સંખ્યામાં વધારો થાય તેની રાહ જોઇ રહ્યું છે, કારણ કે કોવિડ 19(Covid -19) ના કારણે ટ્રાવેલિંગ તેમજ પ્લેનના ટ્રાવેલિંગમા પણ ઘટાડો થયો છે.

કોરોનાએ ઘણા એરલાઇન્સ કંપનીઓને પણ બંધ કરી દીધી, ત્યારે હાલ અદાણી કંપની એરપેસેન્જરોમાં વધારો થાય તેની રાહ જોઇને બેઠુ છે. આ વર્ષના અંત સુધીમાં  કંપનીની લિસ્ટિંગ થઇ શકે છે.

 

આ પણ વાંચો: સુશાંત પર બનનારી ફિલ્મ પરના પ્રતિબંધની અરજી નકારાઈ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment