Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝજયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટની કમાન પણ હવે અદાણી ગૃપ સંભાળશે

જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટની કમાન પણ હવે અદાણી ગૃપ સંભાળશે

Adani Group
Share Now

હવે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (Airport)ની કમાન પણ અદાણી ગૃપ (Adani Group)સંભાળશે. અદાણી ગૃપે ગઇકાલે સોમવારે આ એરપોર્ટનો કાર્યભાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસેથી સંભાળ્યો હતો.

સરકારે અદાણી ગૃપને 50 વર્ષ માટે એરપોર્ટ ભાડેથી આપ્યુ છે. એરપોર્ટના ડાયરેક્ટર જેએસ બલહારાએ ગઇકાલે સોમવારે અદાણી જયપુર ઇન્ટરનેશનલ લિમિટેડના ચીફ એરપોર્ટ ઓફિસર વિષ્ણુ ઝા ને એરપોર્ટની કમાન સોંપી હતી. ખાનગી ન્યુઝ એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ બલહારાએ કહ્યું કે, હવે જયપુર એરપોર્ટનું ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલોપમેન્ટ અદાણી ગૃપ દ્વારા પીપીઇ મોડલ પર કરવામાં આવશે.

આ પણ વાંચો: બ્રિટને ફરી નિયમ બદલાવ્યો, ભારતથી આવનારા લોકોને હવે ક્વોરન્ટિન નહીં રહેવું પડે

ઉલ્લેખનિય છે કે, અદાણી ગૃપની પાસે છ એરપોર્ટ તો પહેલેથી જ છે. આ સાથે તેની આગેવાની હેઠળ હવેથી સાતમું એરપોર્ટ પણ આવી ગયુ છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગૃપે ગત્ત જુલાઇ મહીનામાં જ મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Mumbai Intranational Airport)ને ટેકઓવર કર્યું હતુ. અદાણી ગૃપ છેલ્લા કેટલાક વર્ષોથી ઉડ્ડયન ક્ષેત્રે પોતાની પક્કડ મજબૂત કરી રહ્યું છે.

દેશના મુખ્ય એરપોર્ટનું મેનેજમેન્ટ પણ અદાણી ગૃપ પાસે

દેશના મુખ્ય એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી કંપનીઓને સોપવા માટે કેન્દ્ર સરકારે 2019 માં બોલી મંગાવી હતી. ત્યારે અદાણી ગૃપને અમદાવાદ, લખનૌ, જયપુર, મેંગલુરૂ, ગુવાહાટી અને તિરૂવનંતપુરમ એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન આપવાનો નિર્ણય થયો હતો. ગ્રૃપની 100 ટકા ભાગીદારી વાળી પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) એ જીએમઆર જેવાને પાછળ છોડી 50 વર્ષ સુધી આ એરપોર્ટ ચલાવવાનો કરાર હાંસિલ કર્યો હતો. ત્યારબાદ અદાણીએ મુંબઇ એરપોર્ટનું સંચાલન કરતી કંપની જીવીકે ગૃપ પાસેથી પણ તેનો વેપાર એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ ખરીદી લીધો.

Adani Group ની પેટાકંપની બની દેશની સૌથી મોટી કંપની

અદાણી ગૃપની પેટાકંપની AAHL હવે દેશની સૌથી મોટી એરપોર્ટ (Airport)કંપની બની ગઇ છે. જયપુર એરપોર્ટ મળ્યા બાદ કંપનીની પાસે હવે કુલ 7 એરપોર્ટની કમાન આવી છે.

રાજકોટથી ગોવા જવા માટે ફલાઇટ શરૂ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment