Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeસ્ટાર્ટ અપઅદાણી હવે સેબી-DRIની રડારમાં

અદાણી હવે સેબી-DRIની રડારમાં

Adani Group Under Scanner of SEBI and DRI not ED: Govt Tells Parliaments
Share Now

અમદાવાદ : ભારતીય ઉદ્યોગજગતના સૌથી ઝડપી આગળ વધતા બિઝનેસ ટાયકુન ગૌતમ અદાણી હવે ફરી ભીંસમાં મુકાયા છે. વિદેશી ફંડો બાબતે ગત મહિને ચર્ચામાં આવ્યા બાદ ફરી આજે અદાણી સમૂહ(Adani Group) માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.

આજથી શરૂ થયેલ સંસદના ચોમાસા સત્રમાં આ અંગેનો અહેવાલ સરકાર દ્રારા રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના નાણાખાતાના રાજ્યમંત્રીએ આ અંગેની સ્પષ્ટતા કરી છે.

વિત્ત રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદને કહ્યું કે અદાણી સમૂહ(Adani Group)ની તપાસ રેગ્યુલેટરી ઓથોરિટી કરી રહી છે. ચૌધરીએ કહ્યું કે અદાણી સમૂહની કંપનીઓ અંગે હાલ રેગ્યુલેટરી એજન્સીઓ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : કોરોનાની દહેશત વચ્ચે વધુ એક ચાઇનિઝ વાઇરસની એન્ટ્રી,કેટલો ખતરનાક છે Monkey B ?

સેબી નિયમોના પાલન અંગે અદાણી સમૂહના તાજેતરના સોદા અને અન્ય બાબતો અંગે તપાસ કરી રહ્યું છે અને અન્ય કાયદા હેઠળ તપાસ DRIના નેજા હેઠળ ચાલી રહી છે.

Adani Group

જોકે ચૌધરીએ ઉમેર્યું કે વિદેશી ફંડો દ્વારા કરવામાં આવેલ રોકાણ બાબતે ઈડીના રડાર અદાણીની કંપનીઓ નથી. એન્ફોર્સમેન્ટ પણ પોતાની પાસે આવતી ફરિયાદને આધારે તપાસ જરૂરી હશે તો કરશે.

FPI મુદ્દે નિવેદન

ચૌધરીએ સ્પષ્ટતા કરી કે અદાણી પ્રકરણમાં જે ત્રણ ફંડના નામ આવ્યા છે તે FPI અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ અને APMS APMS ઈન્વેસ્ટમેન્ટ ફંડને સેબી ફ્રીજ કરી દીધા છે પરંતુ, આ એફપીઆઈને જુનમાં જ ફ્રીજ કર્યા હતા.

ગત મહિનાના એક રીપોર્ટ અનુસાર નેશનલ સિક્યોરિટી ડિપોઝીટરી લિમિટેડ(NSDL)એ ત્રણ વિદેશી ફંડ પર રોક લગાવી છે. આ મોરિશિયસ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે અદાણી સમૂહ(Adani Group)ની કંપનીમાં 43,500 કરોડનું રોકાણ કર્યું હતુ.

Adani Group

આ અહેવાલ બાદ અદાણી સમૂહના શેરમાં મંદીનો માતમ છવાયેલો છે. આજે પણ અદાણી સમૂહના શેરમાં ગાબડું પડ્યું હતુ.

કંપનીનું નામ આજનો બંધ ભાવ ટકાવારી ઘટાડો 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર
       
અદાણી એન્ટરપ્રાઈસ 1380 -1.01% 1718
અદાણી પોર્ટ 673 -2.08% 901
અદાણી ગેસ 856 -4.77% 1680
અદાણી ટ્રાન્સમિશન 969 -4.07% 1647
અદાણી ગ્રીન એનર્જી 976 -2.76% 1394
અદાણી પાવર 102 -2.80% 167

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment