Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝMundra Adani port : ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો

Mundra Adani port : ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરાયો

Adani port
Share Now

(Adani port) અદાણી પોર્ટમાંથી પકડાયેલા હેરોઈનનો કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. (Adani port) અદાણી પોર્ટ પર સેમી પ્રોસેસડ ટેલ્ક પાવડરની આડમાં 3004 કિલો હેરોઇન DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ હેરોઈન પ્રકરણમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બહુચર્ચિત એવા 21,000 કરોડના હેરોઇન પ્રકરણમાં(Mundra Heroin Case)અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તથા આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.તમામ આરોપીઓને અમદાવાદ લઈ જવામાં આવશે.

16 સપ્ટેમ્બર 2021 ના રોજ, DRI અને કસ્ટમ્સ દ્વારા સંયુક્ત ઓપરેશનથી અફઘાનિસ્તાનથી બે કન્ટેનરમાંથી પ્રતિબંધિત હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો, જે મુન્દ્રા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલ (MICT) મુન્દ્રા અદાણી પોર્ટ પર આવ્યો હતો. DRI દ્વારા બે કન્ટેનરમાંથી 21,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી DRI તથા NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેમજ આરોપીઓની પૂછપરછ અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ કેસ ભુજ NDPS કોર્ટથી અમદાવાદ NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

(Mundra Heroin Case) મુન્દ્રા અદાણી હેરોઈન કેસમાં અત્યાર સુધીમાં આ કન્ટેનર આયાતકાર દંપતિ સુધાકર અને વૈશાલી સહિત મહત્વના આરોપી ગણાઇ રહેલા રાજકુમારની કોઇમ્બતુરથી ધરપકડ કરીને ભુજની પાલારા જેલમાં રાખવામાં આવ્યો હતો. તેમજ અફઘાન અને ઉઝબેક નાગરીકો સહિત કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોરબંદરની નીરમા કેમિકલ્સ જુઓ વીડિયો

મુન્દ્રા અદાણી પોર્ટ પરથી મળી આવેલા હેરોઈન પ્રકરણમાં (Mundra Heroin Case) NIAની ટીમ પણ ગાંધીધામ અને મુન્દ્રા પોર્ટની મુલાકાત લઈને આ કેસમાં તપાસ હાથ ધરી છે. તથા ભુજની NDPS કોર્ટમાં ચાલતી આ કેસની સુનાવણીમાં NIA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાથી, આ કેસને હવે અમદાવાદની NIA કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરવામાં આવી હતી. જેના આધારે કેસને હવે અમદાવાદની વિશેષ NIA અદાલતમાં ટ્રાન્સફર કરી દેવાયો છે.

5 શહેરોમાં તપાસ હાથ ધરાઈ

NIA દ્વારા જુદા-જુદા 5 શહેરોમાં રહેણાક મકાન તથા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. NIA દ્વારા લાજપત નગર, અલીપુર, ખેરા ક્લન, નવી દિલ્હી અને નોઇડામાં તપાસ કરવામાં આવી હતી. આ તમામ સ્થળેથી તપાસ દરમિયાન વિવિધ દસ્તાવેજો, આર્ટિકલ અને વસ્તુઓ NIA દ્વારા જપ્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઇન્ડિયન રેલવે:13 ભાષાઓમાં ‘મિલે સુર મેરા તુમ્હારા’ ગીતનું નવુ વર્ઝન, જુની યાદો થઇ તાજા

આ કેસમાં NIA દ્વારા વધુ તપાસ ચાલુ છે અને વધારે સ્થળોએ દરોડા પાડીને આ કેસને લગતી વધારે અને ચોંકાવનારી માહિતીઓ બહાર આવી શકે તે માટે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment