Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટશું આજે પણ અધ્યયન સુમનને કંગનાની આવે છે યાદ???

શું આજે પણ અધ્યયન સુમનને કંગનાની આવે છે યાદ???

Share Now

બોલિવૂડ જગત જેટલુ લોકપ્રિય છે તેટલી જ લોકપ્રિય છે ત્યાં પ્રંગારાયેલી લવ સ્ટોરી. જૂના જમાનાના દિલિપ કુમાર-સાયરાબાનૂથી લઈને આજના યુગના રણવીર સિંહ -દિપિકા પાદૂકોણ હોય. બધાએ પ્રેમ કર્યો અને જાહેરમાં તેને સ્વીકાર્યો પણ છે. કેટલાક સિલેબ્સને પ્રેમમાં ધોખો પણ મળ્યો છે. કેટલાકનો પ્રેમ અધૂરો પણ રહ્યો છે અને કેટલાકની સાથે વિશ્વાસઘાત પણ થયો છે. એવા તો બોલિવૂડમાં અઢળક નામ હશે જેમના બ્રેકઅપ પછી કરીઅર જ બગડી ગઈ હોય. જેમકે, વિવેક ઓબેરોય, કેટરીના કેફ, જીયા ખાન, પ્રત્યૂષા બેનરજી, સુશાંત સિંહ રાજપૂત, ગોહર ખાન, પ્રિયંકા ચોપરા, ડિનો મોરીયા, અનુરાગ કશ્યપ, અદિતી રાવ હૈદરી વગેરે અને હવે આ લિસ્ટમાં અધ્યયન સુમન(Adhyayan Suman)નું નામ પણ સામેલ થઈ ગયું છે.

બોલિવૂડમાં પ્રત્યેક લવ સ્ટોરી પૂર્ણ થઈ તે જરૂરી છે જ નહીં. તેમાં ઘણા બ્રેક-અપ ઘણા દુઃખદ હોય છે. એવું જ એક પ્રેમપ્રકરણ હતુ અધ્યય સુમન અને કંગના રનૌતનું. આવો આજે OTT India Read પર તેમના વિશે ઉંડાણમાં ચર્ચા કરીએ….

શું છે મિસ્ટ્રી Adhyayan Suman ની જિંદગીની

બોલિવૂડમાં બધી જ લવસ્ટોરીમાં હેપ્પી એન્ડિંગ હોય તે જરૂરી નથી. તેમાંથી ઘણા રિલેશન બહુ જ ખરાબ રીતે તૂટતા હોય છે. એવું જ એક પ્રેમ પ્રકરણ હતુ સુમન અને કંગના રનૌતનું. અધ્યયે હવે તેના સંબંઘ વિશે ખુલીને વાત કરી છે, તેણે જણાવ્યું છે, તેણે જણાવ્યું કે, બ્રેકઅપના લીધે હું ઘણો તૂટી ગયો હતો ત્યારે મને મારા પપ્પા શેખર સુમને સાથ આપ્યો. કંગના અને અધ્યયન 2008થી 2009 સુધી થોડા મહિના સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા. “રાઝઃ ઝ મિસ્ટ્રી કન્ટિન્યઝ” ફિલ્મમાં બંનેએ સાથે કામ કર્યું હતુ.

એક ઈન્ટરવ્યૂ વખતે અધ્યયે જણાવ્યું હતુ કે, એ સમયે લોકો મને ફ્લોપ એક્ટર માનવા લાગ્યા હતા. તે સાથે લોકો એવું પણ વિચારવા લાગ્યા કે આ બોલિવૂડનો બીજો વિવેક ઓબેરોય આવ્યો એમ. મારી તુલના વિવેક સાથે થવા લાગી. તેણે વધુમાં ખુલાસો કરતા કહ્યું, એક ન્યૂઝ ચેનલે કંગના રનૌતની સાથે તેના સંબંધ વિશે વાત કરવાવાળા લોકોની એક પેનલ હતી અને તેઓ મને હતાશ, હારી ગયેલો બોલી રહ્યાં હતા. “ત્યાં બેસેલું એક ગ્રૂપ કહી રહ્યું હતું, યાર યે તો બહુત બડા હારા હુઆ હે. યે તો ફ્લોપ અભિનેતા હે, યે પ્રચાર કે લિયે યે સબ કર રહા હે. એક વ્યક્તિએ કહ્યું, કે આ બીજો વિવેક ઓબેરોય બનાવાનો છે.”

હું ઈમોશનલી ઘણો જોડાયેલો હતો…

Adhyayan suman

IMAGE CREDIT: GLAMSHAM

વધુમાં અધ્યયને જણાવ્યું, ‘મને લાગે છે કે એ ખાસ સંબંધમાં ભાવનાત્મક રીતે ઘણુ બધુ થયુ છે.’ તેણે કહ્યું, ‘યુવાનો પ્રભાવશાળી મગજ’ના હોય છે જેના લીધે કેટલીક વસ્તુઓ લાંબા સમય સુધી સાથે રહે છે. ઘણા વર્ષો લાગ્યા આ બધી જ વસ્તુઓમાંથી બહાર આવવા માટે જે અસહ્ય હતી. અને ઘણા એવા વિચારો મારા મન મગજને હેરાન કરતા રહ્યાં જેવા કે, ‘આ મારી સાથે જ કેમ થયુ? અને મેં આવું થવા કેમ દીધુ?’

આ મુંઝવણ કોઈ એક વ્યક્તિ સાથેની નથી હોતી પણ આપણી જાત સાથેની હોય છે. વિચારો મગજમાં ગુંદરની જેમ ચોંટી જાય છે કે, મારે યોગ્ય સમયે ચેતી જવા જેવું હતુ. ચેતી ગયો હતો તો આજે દુઃખી ના હોત. મેં કેમ મારા મનની વાત ના સાંભળી.? હું એક ઈમોશનલ ડિસઓર્ડ અને ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો હતો.

Adhyayan suman

IMAGE CREDIT: IB TIMES INDIA

અધ્યયને (Adhyayan suman) કહ્યું કે, એક સમયે પછી તો આગળ વધવુ જ પડે છે જેનો કોઈ વિકલ્પ છે જ નહીં. મેં મારા પિતા શેખર સુમનને આ વિશે જણાવ્યું, જેમણે બ્રેકઅપ બાદની પરિસ્થિતિમાંથી નીકળવા મદદ કરી. “મારા પિતા હંમેશા મને કહે છે કે, કોઈ પણ સારૂ કે ખરાબ નથી હોતુ. જ્યારે તમે કોઈ સંબંધમાં હોવ છો તો બની શકે છે કે, બની શકે છે કે તમે બંને એકબીજા માટે બન્યા જ ના હોવ.” ત્યારબાદ મેં આજ વાતને ગુરુમંત્ર બનાવી લીધી અને હું મારા જીવનમાં આગળ વધ્યો.

તો કંઈક આવી વાત હતી અધ્યયન સુમનની. આપણા બધાની જેમ જ સેલેબ્સની જીંદગીમાં પણ ઉથલ-પાથલ આવતી જ હોય છે. તેમના પણ પ્રેમ પ્રકરણ અધૂરા જ રહી જાય છે. અને તેઓ પણ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે. અને તેમાંથી બહાર પણ આવતા હોય છે. તકલીફ સર્વના જીવનમાં હોય છે પણ જોવાનું એ હોય છે કે તમે તમારી સ્ટોરીને કેવી રીતે ડિલ કરો છો. આવી જ ચટપટી ખબર માટે વાંચતા રહો OTT India Read…

આ પણ વાંચોઃ- કેબીસી13માં પ્રજ્ઞાચક્ષુ હિમાની બુંદેલા બની કરોડપતિ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment