વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તરાખંડના કેદારનાથમાં આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આદિ શંકરાચાર્યએ સમાજ અને ધર્મ માટે કરેલા કાર્યોનું વર્ણન કર્યું હતું.
આદિ શંકરાચાર્યએ સમાજ અને ધર્મ માટે કરેલા કાર્યોનું વર્ણન કર્યું
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે આધ્યાત્મિકતાને રૂઢિચુસ્તતા સાથે જોડીને જોવામાં આવતી હતી, પરંતુ આદિ શંકરાચાર્યએ સમાજને સત્યથી વાકેફ કરવાનું કામ કર્યું છે. તેમણે પવિત્ર મઠો, ચારધામોની સ્થાપના કરી છે. દ્વાદશ જ્યોતિર્લિંગના પુનર્જાગરણનું કાર્ય કર્યું છે. આપણા માટે ધર્મ શું છે, ધર્મ અને જ્ઞાન વચ્ચે શું સંબંધ છે, તે જણાવવાનું કાર્ય કર્યું છે.
आज के इस दौर में आदि शंकराचार्य जी के सिद्धांत और ज्यादा प्रासंगिक हो गए हैं। pic.twitter.com/28TrxM8i0x
— Narendra Modi (@narendramodi) November 5, 2021
મૈસુરના અરુણ યોગીરાજે પ્રતિમા બનાવી
મળતી માહિતી મુજબ, આદિ શંકરાચાર્યની પ્રતિમા 12 ફૂટ ઊંચી છે. અને તેનું વજન 35 ટન છે. પ્રતિમા બનાવનાર અરુણ યોગીરાજ કર્ણાટકના મૈસુરના વતની છે. તેમણે જણાવ્યું કે આ મૂર્તિ બનાવવા માટે તેઓ છેલ્લા 9 મહિનાથી દરરોજ 14-15 કલાક કામકર્યું છે. ત્યારબાદ આ મૂર્તિ તૈયાર થઈ છે. તેમણે કહ્યું કે મને ખુશી છે કે મને આદિ શંકરાચાર્યની પ્રતિમા બનાવવાનું સૌભાગ્ય મળ્યું અને પીએમ મોદીએ તેનું અનાવરણ કર્યું.
આ પણ વાંચો:વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથની મુલાકાત, ઘણા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં ભગવાન આદિ શંકરાચાર્યની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાનું કામ શરૂ થઈ રહ્યું છે. ત્યાં અદ્વૈત વેદાંત સંસ્થાની પણ સ્થાપના કરવામાં આવી રહી છે, જે અદ્વૈતના સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવાનું કામ કરશે.
આ પ્રતિમા 108 ફૂટ ઉંચી હશે
તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના કિનારે આવેલું ઓમકારેશ્વર એ જ સ્થાન છે જ્યાં કેરળથી લાંબી પદયાત્રા કરીને આદિ શંકરાચાર્ય ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુરુ ગોવિંદપદ પાસેથી યોગ શિક્ષણ અને અદ્વૈત બ્રહ્મ જ્ઞાન મેળવ્યું હતું. ત્રણ વર્ષ સુધી અદ્વૈત તત્વનો આધ્યાત્મિક અભ્યાસ કર્યા પછી, તેમણે ગુરુની અનુમતિથી કાશી વિશ્વનાથ છોડી દીધું. મળતી માહિતી મુજબ, ખંડવા જિલ્લામાં સ્થિત ઓમકારેશ્વરમાં સ્થાપિત કરવામાં આવી રહેલ આદિ શંકરાચાર્યની પ્રતિમાની ઊંચાઈ 108 ફૂટ છે.
महाकाल महाराज के प्रांगण को विकसित करने के अनेक काम चल रहे हैं और ओंकारेश्वर में भगवान शंकराचार्य की विशाल प्रतिमा लगाने का कार्य प्रारंभ हो रहा है।
मध्यप्रदेश की इस पवित्र धरती पर अपनी परंपराओं, जीवन मूल्य और संस्कृति के काम को आगे ले जाने का समस्त कार्य होगा। pic.twitter.com/MGSGEL2qvQ
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) November 5, 2021
32 વર્ષની વયે લીધી સમાધિ
આદિ શંકરાચાર્યને ભગવાન શંકરનો અવતાર માનવામાં આવે છે. કેરળમાં જન્મેલા આદિ શંકરાચાર્ય ત્રણ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. 6 વર્ષની ઉંમરે, આદિ શંકરાચાર્યએ વેદ અને ઉપનિષદનું જ્ઞાન મેળવ્યું અને 8 વર્ષની ઉંમરે, આદિ શંકરાચાર્ય સાધુ બન્યા હતા. શાસ્ત્રાર્થમાં આદિ શંકરાચાર્યએ તે સમયે મંડન મિશ્રા અને તેમની પત્નીને પરાજિત કર્યા હતા, મંડન મિશ્રા એવા વિદ્વાન હતા જેમની પાલતુ મેના પણ વેદ મંત્રો પાઠ કરતી હતી. સનાતન ધર્મની પુનઃસ્થાપના અને સ્થાપના કરનાર આદિ શંકરાચાર્યએ ચાર મઠની પણ સ્થાપના કરી હતી. 32 વર્ષની ઉંમરે તેમણે કેદારનાથ પાસે સમાધિ લીધી હતી.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4