Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeન્યૂઝઆદિત્ય બિરલા AMC IPO આજે ખુલ્યો: Paras Defenceનું પણ Allotment થયું

આદિત્ય બિરલા AMC IPO આજે ખુલ્યો: Paras Defenceનું પણ Allotment થયું

Aditya Birla AMC IPO Open Today, Issue Price Rs 695-712, Paras Defence IPO Allotment Out
Share Now

 

અમદાવાદ : ભારતીય શેરબજારની ચાલ આજકાલ મંદ પડી છે. ઘરેલું અને વૈશ્વિક કારણોસર બેંચમાર્ક ઈન્ડેકસ સેન્સેકસ અને નિફટીમાં ચાલ મંદ જોવા મળી રહી છે પરંતુ, ફરી આઈપીઓ બજારમાં તેજીનો કરંટ ચાલુ થવા જઈ રહ્યો છે. સેબી પાસે મંજૂરી મળ્યાં બાદ હવે ડઝનબંધ કંપનીઓ આઈપીઓ માટેની માત્ર તારીખો જ નક્કી કરી રહી છે. તેવામાં આજે એક દિગ્ગજ સમૂહ આદિત્ય બિરલા ગૃપની એસેટ મેનેજમેન્ટ કંપની(Aditya Birla AMC IPO)નું જાહેર ભરણું આજે ખુલ્યું છે.

India IPO Market

Aditya Birla AMC IPO

આદિત્ય બિરલા સન લાઈફ AMCનો આઈપીઓ આજે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ ખુલ્લો છે. આ આઈપીઓ 1 ઓક્ટોબરના રોજ બંધ થશે. આઈપીઓ થકી કંપની 2768 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના સાથે બજારમાં ઉતરી છે. એસેટ મેનેજમેન્ટ કંપની(Aditya Birla AMC IPO)ના ઈક્વિટી શેર માટેનો પ્રાઇસ બેન્ડ 695-712 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ચીનથી વધુ એક સંકટ બહાર આવ્યું, દુનિયાભર માટે વધુ આફત નોતરશે ડ્રેગન? 

શું રોકાણ કરવું યોગ્ય છે ?

બજારના મોટાભાગના નિષ્ણાતો આ ઈશ્યુમાં રોકાણની સલાહ આપી રહ્યા છે. આઈપીઓમાં માત્ર ઓફર ફોર સેલ એટલેકે OFS જ છે. OFSમાં કંપનીના બે પ્રમોટરો જ તેમનો હિસ્સો વેચી રહ્યાં છે. કંપનીની પ્રમોટર આદિત્ય બિરલ કેપિટલ અને સન લાઇફ (ઇન્ડિયા) એએમસી ઇન્વેસ્ટમેન્ટ્સ જાહેર ભરણાં થકી તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે.

જો તમે છેલ્લા 12 મહિનાના કંપનીના એડજસ્ટેડ EPS પર નજર નાખો તો તે ઇશ્યૂ પછી 20.27 રૂપિયા છે. કંપની 35.13 P/E પર લિસ્ટ(ઈશ્યુ પ્રાઈસ) થવા જઈ રહી છે. પ્રાઈસ બેન્ડને આધારે કંપનીની ફ્લેટ લિસ્ટિંગ પર પણ માર્કેટ કેપ 20,505 કરોડ રૂપિયા હશે.

India Mutual Fund Business

જો પ્રતિદ્દ્વંધીની વાત કરીએ તો તેના હરીફોમાં એચડીએફસી એએમસીનો પી/ઇ 50 છે અને નિપ્પોન લાઇફનો પી/ઇ 39 છે એટલેકે વેલ્યુએશન બેઝ પર કંપનીનો શેર સેક્ટરની અન્ય કંપનીઓ કરતા સસ્તો છે.

એક્સપર્ટ વ્યૂ

મારવાડી શેર્સ અને ફાઇનાન્સ(Marwadi Shares and Finance)ના સૌરભ જોશીએ જણાવ્યું હતું કે અમે આ IPO(Aditya Birla AMC IPO)ને સબ્સ્ક્રાઇબ કરવાની સલાહ આપી રહ્યા છીએ. કંપની દેશની સૌથી મોટી નોન-બેંકિંગ એસેટ મેનેજમેન્ટ એટલેકે જે કંપની કે તે સમૂહ બેંકિંગ કંપની ન ધરાવતી હોય તેવી છે. કંપનીનો પ્રોડ્કટ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ છે અને સમગ્ર ભારતમાં તે નોંધપાત્ર હાજરી ધરાવે છે.

આ સિવાય કંપની અન્ય હરીફ કંપનીઓ કરતા તમામ પેરામીટર પર સસ્તી છે.

Aditya Birla AMC IPO

આદિત્ય બિરલા ગ્રુપની મ્યુચ્યુઅલ ફંડ કંપનીની QAAUM (ક્વાર્ટરલી એવરેજ એસેટ અન્ડર મેનેજમેન્ટ)ની દ્રષ્ટિએ દેશની ટોચ 4 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક છે. 30 જૂન, 2021 સુધીમાં Aditya Birla AMCની પાસે 2936.42 અબજ રૂપિયાની એસેટ અન્ડર મેનેજમેન્ટ હતી.

આદિત્ય બિરલા સન લાઇફ AMC(Aditya Birla AMC IPO)નું અત્યાર સુધીનું ધ્યાન ડેટ ફંડ્સ પર હતું જે ઇક્વિટી સ્કીમ કરતા ઓછા માર્જિન ધરાવે છે. પરંતુ હવે એવું લાગે છે કે કંપની હાઇ-માર્જિન પ્રોડક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

આ પણ વાંચો  :  થિયેટર્સ ખૂલતાની સાથે જ આ બ્લોકબસ્ટર ફિલ્મોની લાગશે લાઈન

Grey Market પ્રિમિયમ ઘટ્યું

આદિત્ય બિરલા સન લાઇફ એએમસીના અનલિસ્ટેડ શેરનું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) ઇશ્યૂ ખોલતા પહેલા જ સતત ઘટી રહ્યું છે. કંપનીનો જીએમપી હાલમાં 50 રૂપિયામાં ચાલી રહ્યો છે. આ મુજબ, તેના શેર રૂ. 762 (712+50) પર ટ્રેડ થઈ રહ્યાં છે. આદિત્ય બિરલા સન લાઈફ AMC નો GMP 27 સપ્ટેમ્બરે 70 રૂપિયા હતો, જે હવે ઘટીને 50 રૂપિયા થઈ ગયો છે.

જોકે એક્સપર્ટસ માની રહ્યાં છે કે બજારમાં આવેલ છેલ્લા ત્રણ દિવસના કડાકાને પગલે આ GMP ઘટ્યું છે. આગામી સપ્તાહે આ GMP ફરી 70-75ની આસપાસ બોલાઈ શકે છે.

Paras Defence IPO Allotment

Paras Defence IPO Allotment

આજે ખુલેલ એક આઈપીઓ સિવાય આઈપીઓ બજારમાં વધુ અન્ય એક સમાચાર ચર્ચામાં છે. પારસ ડિફેન્સના ઈશ્યુમાં આજે કંપનીએ અલોટમેન્ટ(Paras Defence IPO Allotment) જાહેર કર્યું છે

જો તમે કંપનીના જાહેર ભરણામાં એપ્લાય કર્યું હશે તો તમે નીચે આપેલ લિંક પર જઈને Paras Defenceના આઈપીઓના શેર તમને અલોટ થયા છે કે નહિ તપાસી શકો છો.

https://linkintime.co.in/MIPO/Ipoallotment.html

આ લિંક પર ક્લિક કરીને તમે Application Number, PAN Card નંબર અથવા DP Client ID થકી તમારૂં અલોટમેન્ટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો  : એશિયાની સૌથી લાંબી ઝોજીલા ટનલની જાણો ખાસિયત

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment