જામનગર જિલ્લાની 268 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની 175 ગ્રામ પંચાયત સહિત રાજયમાં કુલ 10,879 ગ્રામ પંચાયતોની ચુંટણી રાજયના ચુંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેનુ આગામી તારીખ 19મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જયારે તારીખ 21મી ડિસેમ્બરના મત ગણતરી હાથ ધરાશે. ચુંટણીની જાહેરાત સાથે આદર્શ ચૂંટણી (Election)આચાર સંહિતા અમલી બની છે. ત્યારે હાલાર (Halar)માં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ છે.
Halar માં તૈયારીઓનો ધમધમાટ
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત (gram panchayat)ની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે હાલારમાં ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર થતા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓનો ધમધમાટ હાથ ધરાયો છે. જામનગર સહીત 6 તાલુકામાં 268 ગ્રામ પંચાયતમાં ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામા આવી છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 466 મતદાન મથકો ઉપર 2151 પૉલિંગ સ્ટાફ અને 853 વધુ સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે. એક ગામમાં મધ્યસત્ર ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર, 19 ડિસેમ્બરથી મતદાન થશે
Halar માં 1580 બેઠક માટે મતદાનની તૈયારી કરી શરૂ
હાલ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 3.33 લાખ મતદારો 466 મતદાન મથકો, 181 સરપંચ અને 1580 બેઠક માટે મતદાનની તૈયારી શરુ કરી દેવાઈ છે. જેમાં 64 ચૂંટણી અધિકારીઓ, 184 મદદનીશ ચૂંટણી અધિકારી, 2151 પૉલિંગ સ્ટાફ હાજર રહેશે. જામનગર તાલુકામાં 16, લાલપુરમાં 15, ધ્રોલમાં 8, જોડિયામાં 12 અને જામજોધપુરમાં 12 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. હાલ ભરશિયાળે રાજકિય માહોલમાં પણ ઘીરે ધીરે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ ભાજપ-કોંગ્રેસના કાર્યકરો (Workers)માં અત્યારથી જ ચૂંટણીલક્ષી માહોલ જોવા મળ્યો છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4