Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝનવરાત્રી પહેલા સુરતમાં કોરોનાના કેસમાં અચાનક વધારો, તંત્રએ 69 વિસ્તારને ક્લસ્ટર જાહેર કર્યા

નવરાત્રી પહેલા સુરતમાં કોરોનાના કેસમાં અચાનક વધારો, તંત્રએ 69 વિસ્તારને ક્લસ્ટર જાહેર કર્યા

surat, navratri,corona case
Share Now

સુરતમાં(Surat) ધીમે ધીમે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં અંદાજે 70 જેટલા પોઝીટીવ કેસો સામે આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ત્યારે હવે થોડા દિવસોમાં નવરાત્રી તહેવાર આવી રહ્યો છે ત્યારે મનપાએ નવરાત્રિના(Navratri) તહેવારને ધ્યાને રાખીને સુરત શહેરમાં આકરા નિર્ણયો કર્યા છે. તંત્રએ જે સોસાયટીમાં વધુ કેસો આવ્યા હોય તેવી સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરી છે અને સોસાયટીઓમાં નવરાત્રિને લઈ ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં નવરાત્રિ આયોજન પર સુરત મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ કોઈપણ સામાજિક કે ધાર્મિક કાર્યક્રમો ક્લસ્ટર વિસ્તારમાં થઈ શકશે નહીં. ક્લસ્ટર વિસ્તારમાં નવરાત્રિનું આયોજન કરાશે તો તંત્ર દ્વારા કાયદેસરી કાર્યવાહી કરવામાં આવશે. છેલા 15 દિવસમાં સુરત માં 69 ક્લસ્ટર વિસ્તાર જાહેર કરાયા છે. 

ખેલૈયાઓને કોરોનાની રસી લેવા અપીલ 

આગામી સમયમાં નવતરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. અને શહેરમાં કોરોનાના(Cororna) કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે  નવરાત્રીના તહેવારને ધ્યાને રાખીને સુરત મનપા દ્વારા તમામ ખેલૈયાઓને કોરોનાની વેકસીન(Corona Vaccine) લઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. તાજેતરમાં રાંદેરના પાલ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં એક જ એપાર્ટમેન્ટના 10 થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ ઉપરાંત મરાડના પટેલ ફળિયાના એક જ ઘરમાં ચાર કોરોના પોઝીટીવ કેસ નોંધાતા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આખુ ફળિયુ કલસ્ટર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા સર્વલન્સની કામગીરી આરંભીને આજુબાજુમાં રહેનારાઓની પણ કોરોનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે આગામી દિવસોમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. અને નવરાત્રીમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે. ત્યારે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે મનપા દ્વારા જે પણ ખેલૈયાઓનો પહેલો ડોઝ પણ બાકી હોય તેઓને પહેલો ડોઝ લેવા માટે અને જેઓને પહેલો ડોઝ મુકાઈ ગયો હોય અને બીજા ડોઝનો સમય થઇ ગયો હોય તો તે લઈ લેવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી નવરાત્રિમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય નહિ.

surat , corona case, navratri

આ પણ વાંચો:વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત

સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાશે

સુરત મનપા દ્વારા અન્ય પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ સુરતમાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. ત્યારેઅને શહેરના અમુક વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા હોય તે વિસ્તારમાં નવરાત્રીનું આયોજન ન કરવા અપીલ કરવામાં આવી છે. અને જો કરવામાં આવશે તો સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવશે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

69 વિસ્તાર ક્લસ્ટર જાહેર કરાયા 

સુરત(Surat) મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડૉ. આશિષ નાયકે જણાવ્યું હતું કે સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ એપાર્ટમેન્ટમાં ૩૦ થી ૩૨ જેટલા કેસો સામે આવી ચુક્યા છે. અને આગામી સમયમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. જેમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે.  ત્યારે આગામી સમયમાં આવનાર નવરાત્રીના તહેવારમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે લોકોને વેક્સીન લઇ લેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત 69 જેટલા એરિયાઓ ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. ત્યાં નવરાત્રી મહોત્સવ ન યોજાઈ તે માટે સૂચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત સરપ્રાઈઝ ચેકિંગ પણ ત્યાં હાથ ધરવામાં આવશે. નવરાત્રી બાદ દિવાળી તહેવાર દરમયાન પણ કેસો ન વધે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં(Surat) ધીમે ધીમે કોરોનાના કેસોમાં(Corona Cases) વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં અંદાજે 70 જેટલા પોઝીટીવ કેસો સામે આવતા તંત્ર ચિંતામાં મુકાયું છે. ત્યારે હવે થોડા દિવસોમાં નવરાત્રી તહેવાર આવી રહ્યો છે ત્યારે મનપાએ નવરાત્રિના તહેવારને ધ્યાને રાખીને સુરત શહેરમાં આકરા નિર્ણયો કર્યા છે. તંત્રએ જે સોસાયટીમાં વધુ કેસો આવ્યા હોય તેવી સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરી છે અને સોસાયટીઓમાં નવરાત્રિને લઈ ખાસ નિર્ણયો લેવામાં આવ્યા છે. ક્લસ્ટર વિસ્તારમાં નવરાત્રિ આયોજન પર સુરત મનપાએ પ્રતિબંધ ફરમાવ્યો છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment