Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / January 16.
Homeઑટો & ગેજેટ્સપેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત વચ્ચે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટરનું આગમન, ખાસિયત જાણી અભિભૂત થઇ જશો

પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમત વચ્ચે દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટરનું આગમન, ખાસિયત જાણી અભિભૂત થઇ જશો

electric scooters
Share Now

દેશમાં લોકો મોંઘા પેટ્રોલ અને ડીઝલને લઇને ભારે માત્રામાં પરેશાન થઈ ગયા છે. વધતી જતી મોંઘવારી અને વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવના પગલે લોકો હવે ઈલેક્ટ્રિક સ્કૂટર (electric scooters)ની ખરીદી રહ્યાં છે. આ તમામ વચ્ચે જો તમે પણ ઓછી કિંમતમાં વધુ ચાલતું સ્કૂટર ખરીદવા ઈચ્છો છો તો અમે તમને ઓછા બજેટમાં લાંબી ડ્રાઇવિંગ રેન્જના સ્કૂટર વિશે જાણકારી આપીશું, જેથી તમને પૈસાની બચત થશે. તમારા માટે હીરો ઇલેક્ટ્રિક એનવાઈએક્સ એચએક્સ (Hero Electric NYX HX) સારો વિકલ્પ હોઈ શકે છે, જે ઓછા બજેટમાં વધુ ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તો જાણો તેના વિશે જાણકારી.

 electric scooters ની રેન્જ જાણી ચોંકી જશો

બેટરી (Battery)ની રેન્જને લઈને કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ કરવા પર 210 km સુધી ચાલે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને 600/1300-વોટની મોટરથી પાવર મળે છે, જે ત્રણ 51.2V / 30Ah લિથિયમ આયન બેટરી પેકથી જોડાયેલી છે. જે 4-5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. સ્કૂટરના ઉપયોગ પ્રમાણે હીરો ઇલેક્ટ્રિક તેમાં ચાર લેવલની સ્માર્ટફોન ટોપ-ઓફ-ધ-લાઈન રિમોટ સર્વિલાન્સ એટલે કે સ્કૂટરને ટ્રેક કરવાની સુવિધા, ડાયગ્નોસ્ટિક સોલ્યૂશન્સ સામેલ છે.

 આ પણ વાંચો: સેમસંગે નવું સ્માર્ટ મોડલ કર્યું લોન્ચ, ફાસ્ટ ચાર્જિંગ સાથે મળશે આ ફીચર્સ

આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને યૂઝર્સ પોતાની બિઝનેસ જરૂરીયાત હિસાબ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકે છો. સ્કૂટરને કસ્ટમાઇઝ કરવા માટે આઇસ બોક્સ અને સ્પિલ્ટ સીટ્સ જેવા ઘણા ઓપ્શન મળે છે. હીરો ઇલેક્ટ્રિકના આ નવા ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં 1.536 kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ અને રિજેનરેટિવ બ્રેકિંગની સાથે આવે છે. હીરો ઇલેક્ટ્રિક એનવાઈએક્સ એચએક્સના ટોપ મોડલની એકસ શો રૂમ કિંમત 74, 990 રૂપિયા છે.

દેશનો સૌ પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment