Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝકરો યા મરો: છેવટે સામાન્ય જનતા ઉતરી આઝાદીની લડાઈ પર!

કરો યા મરો: છેવટે સામાન્ય જનતા ઉતરી આઝાદીની લડાઈ પર!

Share Now

હાલ અફઘાનિસ્તાનમાં વધી રહેલ તાલીબાનોના ત્રાસથી સામાન્ય જનતાએ આઝાદીની લડાઈ શરુ કરી દીધી છે. ૧૯ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ (Afghan Independence Day) હતો. ત્યારે દેશના અલગ અલગ વિસ્તારોમાં લોકો દ્વારા તાલીબાનોના રાજ પર વિરોધ પ્રદર્શન (protest) કરવામાં આવ્યું હતું. અફઘાની જનતાએ પોતાના દેશનો રાષ્ટ્રીય ઝંડો (national flag) ફરકાવીને વિરોધ કર્યો હતો. મહિલાઓ અને પુરુષો તમામ ઉમરના લોકો અફઘાની ઝંડો લઈને રસ્તા પર વિરોધ કરવા માટે નીકળ્યા હતા.

તાલીબાન વિરુધ અવાઝ ઉઠવવામાં (protest) સૌથી આગળ મહિલાઓ

અફઘાનિસ્તાનના સ્વંતંત્ર દિવસ (Afghan Independence Day) નિમિતે કાબુલ પર મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા માટે ભેગા થઇ ગયા હતા. ત્યારે તાલીબાની દ્વારા વિરોધ કરતા લોકો પર ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમનો ઝંડો ઝુટવી લઈને તેમને હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામાન્ય જનતા દ્વારા પ્રદર્શન (protest) ખુબ વધી જતા, તાલીબાનો દ્વારા 24 કલાક માટે કર્ફ્યું લગાવવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનના ખોસ્ત રાજ્યમાં મહિલાઓના ટોળેટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને જોર શોરથી તાલીબાનોના રાજનો વિરોધ (taliban protest) કરવામ આવ્યો હતો. ત્યાં પણ તાલિબાનોએ 24 કલાક માટે કર્ફ્યૂ લગાવી દીધો હતો.

આ વિરોધ પ્રદર્શનની ખાસ વાત તો એ છે કે તાલીબાન વિરુધ અવાઝ ઉઠવવામાં સૌથી આગળ મહિલાઓ છે. ત્યારે વિરોધનો વિડીયો સોશીયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યા છે. 

ગોળીબાર શરુ કરતા જ લોકોમાં ખુબ ભય 

વિરોધ પ્રદર્શન રોકવા માટે તાલીબાનો દ્વારા ભીડ પર ગોળીબાર કરીને હુમલો કયો હતો.  જેમાં કેટલાય લોકોના મોત થયા છે. એક ખાનગી અહેવાલ અનુસાર શરૂઆતમાં તાલીબાનો દ્વારા ગોળીબાર શરુ કરતા જ લોકોમાં ખુબ ભય પેદા થયો હતો. અને ભાગમભાગ થઇ ગઈ હતી. 

અફઘાનિસ્તાનમાં આવેલા અસદાબાદ શહેરમાં એક મોટું વિરોધપ્રદર્શન જોવા મળ્યું. ત્યાની જનતા દ્વારા તાલીબાનોનો ખુબ પ્રદર્શન કરવામાં આવ્યું. લોકો દ્વારા તાલીબાનોનો ઝંડો પણ ફાડી નાખવામાં આવ્યો હતો. બીજી વખત આવેલા તાલીબાનો સામે આ પ્રકારનું વિરોધપ્રદર્શન પહેલું પ્રદર્શન છે.

મહિલા અને બાળકો પર હુમલો કર્યો

કાબુલથી સામે આવેલા કેટલાક ફોટોમાં દેખાઇ રહ્યુ છે કે તાલિબાને દેશ છોડવા જઇ રહેલા મહિલાઓ (Women)અને બાળકો (child) પર ઘાતક હુમલો કર્યો હતો. તાલિબાની લડવૈયાઓએ ભીડને પરત મોકલવા ફાયરીંગ પણ કર્યુ હતુ. એક રિપોર્ટ મુજબ તાલિબાનોના આ હુમલા (Attack)માં ઘણા લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ તાલિબાનો (Taliban)ના લડવૈયાઓ કાબુલ (Kabul)અને અન્ય સ્થાનો પર ફરી રહ્યા છે અને પૂર્વ સરકારી કર્મીઓની શોધમાં છે. તે દરમિયાન તે કેટલાક સ્થાનો પર ફાયરિંગ પણ કરી રહ્યા છે.

 નાગરિક કે સેના વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

ઉલ્લેખનિય છે કે તાલિબાને એક નિવેદન બહાર પાડતા કહ્યુ હતુ કે તે જબરદસ્તીથી કાબુલમાં પ્રવેશ નહીં કરે. તાલિબાને એ પણ વચન આપ્યુ હતુ કે કોઇ પણ નાગરિક અથવા સેના (Force) વિરૂદ્ધ કાર્યવાહી નહીં કરે

તાલિબાનોએ સરકારી કર્મી અને સેનાને માફ કરી

નોંધનીય છે કે તાલિબાને જણાવતા કહ્યુ કે, અમારો ઇરાદો કોઇ સાથે બદલો લેવાનો નથી. કાબુલામાં સરકારી નોકરી કરનારા કર્મીઓ અને સેના (Force)ને અમે માફ કરી દીધા છે અને તે તમામ સુરક્ષિત છે. કોઇ પણ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે. તમામ આપણા જ દેશના છે.

આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ પરની કરુણતા, માતાએ માસુમને બચાવા કાંટાળી રેલીંગ પર ફેક્યા

લોકો દેશ છોડવાની કોશિશ ન કરે

તાલિબાને પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું હતુ કે, તમામ લોકો ઘર પર જ રહે અને દેશ છોડવાની કોશિશ ન કરે. અમે ઇચ્છી રહ્યા છે કે તમામ અફઘાની પોતાને ભવિષ્યના ઇસ્લામી વ્યવસ્થામાં એક જવાબદાર સરકારને જોવે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment