Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાનનો કબજો, આ ક્રિકેટર જ પડખે ઉભો રહ્યો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પર તાલિબાનનો કબજો, આ ક્રિકેટર જ પડખે ઉભો રહ્યો

Share Now

અફઘાનિસ્તાન (Afghanistan)પર હવે તાલિબાન (Taliban)નો કબજો છે. હવે તાલિબાન (Taliban) જ અફઘાનિસ્તાન (Afghanistan)નું આગામી ભવિષ્ય નક્કી કરશે. પૂરા દેશ પર કબજો જમાવ્યા બાદ તાલિબાને હવે અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડ (Cricket Board)ની ઓફિસ (Office)માં પણ એન્ટ્રી કરી લીધી છે. એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાની લડવૈયાઓએ બંદૂકો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે તાલિબાની લડવૈયાઓ સાથે પૂર્વ સ્પિનર અબ્દુલ્લાહ મજારી પણ છે. ફોટો એસીબી (ACB)ના કોન્ફરન્સ રૂમની હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટો વધુ ચિંતામાં મુકનારો છે.

છેલ્લા 20 વર્ષ પાણીમાં જઇ શકે છે. હકીકતમાં આ વર્ષે જ એપ્રિલ મહીનામાં અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમને વન ડે અને ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યો હતો. તાલિબાન ક્યારેય પણ રમતમાં મહિલાઓની ભાગીદારીના પક્ષમાં રહ્યો નથી. તમને જાણીને નવાઇ લાગશે કે તાલિબાન ગત્ત કાર્યકાળમાં સૌથી વધુ મહિલાઓ અને છોકરીઓને કામ કરવા અને સ્કૂલ જવા પર રોક લગાવતા હતા. તાલિબાની (Taliban) મહિલાઓને બુર્ખો પહેરવા અને એક પરિવારના જ પુરૂષ સાથે બહાર નિકળવાની મંજૂરી આપતા હતા. તેવામાં હવે મહિલા ખેલાડી (Player)ની સુરક્ષાને લઇને સવાલ ઉઠી રહ્યા છે. આ સાથે જ અફઘાનિસ્તાન ક્રિકેટનું ભવિષ્ય પણ અંધકારમાં જતુ દેખાઇ રહ્યુ છે.

કોણ છે અબ્દુલ્લાહ મજારી?

તાલિબાની લડવૈયાઓ સાથે અબ્દુલ્લાહ મજારીનું હોવુ પણ ઠીક નથી. અબ્દુલ્લાહ મજારી અફઘાનિસ્તાન માટે બે વનડે (ODI) મેચ રમી ચુક્યો છે. હવે તે ટીમ માટે નથી રમી રહ્યો. દેશની સ્થાનિક ટી20 લીગમાં રમે છે. અબ્દુલ્લાહ મજારી કાબુલ ઇગલ્સ માટે રમી ચુક્યો છે. અફઘાનિસ્તાન ટી20 ટીમના કેપ્ટન રાશિદ ખાન (Rashid Khan) પણ અબ્દુલ્લાહ મજારીની સાથે કાબુલ ઇગલ્સ માટે રમી ચુક્યો છે. આ એ જ અબ્દુલ્લાહ મજારી છે જેની એક ઓવરમાં હાજરાતુલ્લાહ જજઇએ 6 છક્કા ફટકાર્યા હતા અને 12 બોલમાં 50 રન બનાવી યુવરાજ સિંહ (Yuvraj Singh)ની બરાબરી કરી હતી.

ક્રિકેટ બોર્ડના સીઇઓ (CEO)એ આપ્યું નિવેદન

બીજી તરફ આ પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (Afghanistan cricket board)ના સીઇઓ (CEO) હામિદ શેનવારીએ નિવેદન આપ્યુ હતુ કે ડરવાની જરૂર નથી. તાલિબાનને ક્રિકેટ પસંદ છે અને તે હંમેશાથી અફઘાનિ ટીમ (Team)ને સપોર્ટ કરતા આવ્યા છે. હામિદ શેનવારીએ તાલિબાનોના કબજા બાદ ભરોસો અપાવ્યો છે કે ખેલાડી અને તેની ફેમીલી સુરક્ષિત છે.  સાથે અફઘાનિસ્તાન ક્રિકેટ જે રીતે ચાલી રહ્યું છે તે જ રીતે ચાલશે અને આગામી ટી20 વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે.

હામિદ શેનવારીએ કહ્યું હતુ કે, જ્યાં સુધી ક્રિકેટની વાત છે તો કોઇ વિવાદ નથી, બધુ ઠીક છે. ખેલાડી અને પરિવાર પણ ઠીક છે. અમે લોકો આગામી ટી20 વર્લ્ડ કપમાં ભાગ લઇશુ અને ખેલાડી (Player)પણ આઇપીએલ (IPL)રમશે. ચિંતાની કોઇ વાત નથી. અમે લોકો પાકિસ્તાન (Pakistan) વિરૂદ્ધ વન ડે સીરીઝની તૈયારી પણ કરી રહ્યા છીએ અને રમીશુ પણ.

ખેલાડી અને પરિવારો સુરક્ષિત

વધુમાં જણાવતા શેનવારીએ કહ્યુ હતુ કે, અત્યાર સુધી અમે બીસીસીઆઇ (BCCI)સાથે સત્તાવાર રીતે વાતચીત નથી કરી. પરંતુ જરૂરત લાગશે તો જરૂરથી વાત કરીશુ. બીસીસીઆઇ (BCCI)એ હંમેશા અમારી મદદ કરી છે. ક્રિકેટ એક જેન્ટલમેન રમત છે. અમે રમવા માટે પ્રતિબદ્ધ છીએ. હાલમાં કોઇ પણ ખેલાડી (Player)એ પોતાના પરિવારને બહાર નિકાળવાની વિનંતી કરી નથી. તમામ સુરક્ષિત છે.

ઉલ્લેખનિય છે કે કેટલાક વાયરલ વીડિયો પરથી તો સ્પષ્ટ પણે લાગી રહ્યુ છે કે અફઘાનિસ્તાનની હાલત ઠીક નથી. હાલાત ખરાબ થઇ રહ્યા છે. જે તમામ લોકો આજે જાણી રહ્યા છે. હવે તાલિબાનની નજર ક્રિકેટ (Cricket)પર પણ પડી છે. આશા એ જ રાખીએ છીએ કે વધુ નુકસાન ન થાય અને જે રીતે ચાલે છે તે જ રીતે ચાલતુ રહે.

આ પણ વાંચો: તાલિબાને વચન તોડ્યુ, કાબુલ એરપોર્ટ પર મહિલા અને બાળકો પર કર્યો હુમલો

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment