Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝતાલિબાનને યુદ્ધ માટે ક્યાંથી મળે છે ફંડ, કોણ આપે છે હથિયારો?

તાલિબાનને યુદ્ધ માટે ક્યાંથી મળે છે ફંડ, કોણ આપે છે હથિયારો?

taliban,international news, big news,taliban history,taliban story
Share Now

તાલિબાને 20 વર્ષ પછી ફરી એક વખત અફઘાનિસ્તાન(Afghanistan) પર કબજો કર્યો છે. 15 ઓગસ્ટ 2021 ના ​​રોજ તાલિબાન(Taliban) લડવૈયાઓએ અફઘાનિસ્તાનના છેલ્લા કિલ્લા કાબુલનો પણ નાશ કર્યો હતો. તાલિબાનની આ સફળતાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. નવેમ્બર 2001 માં અમેરિકી દળોએ તાલિબાનને કાબુલમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારે આ સ્થિતિમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે તાલિબાનોએ 20 વર્ષ સુધી વિશ્વની સૌથી શક્તિશાળી સેના સામે પોતાનો સંઘર્ષ કેવી રીતે ચાલુ રાખ્યો?

કઈ રીતે તાલિબાન યુદ્ધના મેદાનમાં ટકી રહ્યું  

અફઘાનિસ્તાનની સત્તા પર તાલિબાનનો(Taliban) કબ્જો આના પહેલા માત્ર 5 વર્ષ રહ્યો હતો. 2001 પછી જ્યારે અમેરિકાએ તાલિબાનના ટોચના નેતાઓને ખતમ કર્યા ત્યારે લોકોને લાગ્યું કે તાલિબાનનું પુનરાગમન હવે શક્ય નથી. પરંતુ તાલિબાને 20 વર્ષની લાંબી રાહ બાદ અફઘાનિસ્તાનને હરાવાઈન ફરીથી કબ્જો કર્યો. એ દેશ કે જેને અમેરિકા યુદ્ધના અનેક મોરચે સતત મદદ કરતું હતું. પછી ભલે તે આધુનિક હથિયારો હોય કે પછી વિશ્વકક્ષાની લશ્કરી તાલીમ. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલીમ અને હથિયારોના નામે 80 અબજ ડોલર ખર્ચ્યા છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે જે દેશને અમેરિકા જેવો શક્તિશાળી દેશ આટલી મદદ કરતું હોય તે દેશની સામે તાલિબાન યુદ્ધના મેદાનમાં કેવી રીતે ટકી રહ્યા? તેમને ભંડોળ ક્યાંથી મળ્યું? ચાલો આ બધા પ્રશ્નોના જવાબો પર એક નજર કરીએ. 

taliban,taliban fund,afghanista,talliban history

આ પણ વાંચો:સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે યોજી બેઠક, 2024માં સાથે આવવા કર્યું આહ્વાન

તાલિબાન વાર્ષિક આટલું ભંડોળ એકત્રિત કરે છે 

મે 2020 ના એક રિપોર્ટમાં, યુનાઇટેડ નેશન્સ(UN) સિક્યુરિટી કાઉન્સિલે અનુમાન લગાવ્યું હતું કે તાલિબાન(Taliban) વાર્ષિક 300 મિલિયનથી 1.5 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કરે છે. જ્યારે 2019 માં આ આંકડા ઓછા હતા. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તાલિબાન રોકડ કટોકટીના સમયમાં ખૂબ જ કાળજીપૂર્વક ખર્ચ કરી રહ્યા છે.

ડ્રગ્સ અને મેથેમ્ફેટામાઇનનો વેપાર

તાલિબાનની(Taliban) આવક ડ્રગ્સના(Drugs) વેપારમાંથી આવે છે. અફઘાનિસ્તાનથી  દવાઓનો જથ્થો અફઘાનિસ્તાનથી વિશ્વના ઘણા દેશોમાં ગેરકાયદેસર રીતે ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. અફીણની ખેતી પણ ત્યાં થાય છે. આ સિવાય તળીબાનીઓ હેરોઈન વેચીને પણ કમાય છે. પરંતુ હમણાં થોડા વર્ષોમાં તાલિબાને મેથેમફેટામાઇન નામની દવાઓનો સપ્લાય શરૂ કર્યો છે. નિષ્ણાતોના મતે, આ વેપારમાં ઘણી આવક રહેલી છે. તેની કિંમત અફીણ અને હેરોઇન કરતા ઓછી છે. પાકિસ્તાનની સરહદ દ્વારા આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે.

અફીણનું ઉત્પાદન

ગત વર્ષે પ્રકાશિત થયેલા એક અહેવાલમાં UNODC એ કહ્યું હતું કે અફઘાનિસ્તાન એવો દેશ છે જ્યાં અફીણનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના 84 ટકા અફીણનું ઉત્પાદન માત્ર અફઘાનિસ્તાનમાં થયું હતું. અફઘાનિસ્તાનના પડોશી દેશો અને યુરોપના બજારોમાં અફીણ સપ્લાય કરવામાં આવે છે. આ ઉપરાંત પૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકા અને ઉત્તર અમેરિકા (ખાસ કરીને કેનેડા) અને ઓશનિયામાં ડ્રગ્સ પૂરું પાડવામાં આવે છે.

ખનન, ટેક્સ અને ખંડણી  

  •  ગેરકાયદેસર દવાઓના(illigle drug) વેપાર ઉપરાંત, તાલિબાનના સ્થાપક મુલ્લા મુહમ્મદ ઉમરના પુત્ર મુલ્લા મુહમ્મદ યાકોબની દેખરેખ હેઠળ ગેરકાયદેસર ખનન અને નિકાસનો વ્યવસાય પણ ચલાવવામાં આવે છે.
  • આયર્ન ઓર, આરસ, તાંબુ, સોનું, જસત અને દુર્લભ ધાતુઓના ગેરકાયદેસર ખનન દ્વારા $ 450 મિલિયનથી વધુ આવક થાય છે.
  • ખંડણી અને કરમાંથી $ 160 મિલિયનની આવક થાય છે.
  • તાલિબાનને પર્સિયન ગલ્ફના દેશો તરફથી 240 મિલિયન ડોલરનું મોટું દાન પણ મળ્યું હતું.
  • એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન પાસે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં $ 80 મિલિયનની સંપત્તિ છે.

પાકિસ્તાન અને લૂંટ દ્વારા મળ્યા હઠીયારો 

જે રીતે તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યો એ જોતાં એવું લાગે છે કે તાલિબાન પાસે અફઘાન અને અમેરિકી દળો સામે લડવા માટે હથિયારોની કોઈ અછત નહોતી. તાલિબાનને હંમેશા પાકિસ્તાનનું સમર્થન મળતું રહ્યું છે. પરંતુ તાલિબાન શસ્ત્રો અને દારૂગોળાના કોઈ એક સ્રોત પર નિર્ભર નહોતા. ઘણા પત્રકારોએ તાલિબાનને ISI અને પાકિસ્તાન આર્મીના સમર્થન તરફ વારંવાર ધ્યાન દોર્યું છે. તે સિવાય તાલિબાનને હક્કાની નેટવર્ક, પાકિસ્તાનના આદિવાસી વિસ્તારો અને અફઘાનિસ્તાનમાં સ્થિત એક વિશાળ ઇસ્લામિક માફિયા પાસેથી સીધા પૈસા મળ્યા છે. પાકિસ્તાનના ઉગ્રવાદી જૂથો, ધાર્મિક શાળાઓ, ખાડી દેશો અને અરબના દેશો પાસેથી નાણાં પ્રાપ્ત થયા છે. અમેરિકન નેતાઓ અને સેનાપતિઓએ ખુલ્લેઆમ પાકિસ્તાન પર કટ્ટરપંથી આંદોલન સામે લડવા માટે મળેલા તાલિબાનના ફંડનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.

ઇરાને શસ્ત્રો તાલીમ અને ભંડોળ પૂરું પાડ્યું 

સપ્ટેમ્બર 2017 માં તત્કાલીન અફઘાન સેના પ્રમુખ જનરલ શરીફ યાફતાલીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈરાન પશ્ચિમ અફઘાનિસ્તાનમાં તાલિબાનને હથિયારો અને લશ્કરી સાધનો પુરા પાડે છે. અને તે સાબિત કરવા માટે તેમની પાસે પૂરતા દસ્તાવેજો પણ છે. યુએસ ડિફેન્સ ઈન્ટેલિજન્સ એજન્સીના નવેમ્બર 2019 ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2007 થી ઈરાને અફઘાનિસ્તાનમાં અમેરિકા અને પશ્ચિમી પ્રભાવનો સામનો કરવા માટે તાલિબાનને શસ્ત્રો, તાલીમ અને ભંડોળ પૂરું પાડ્યું છે. અમેરિકાએ રશિયા પર તાલિબાનને સમર્થન આપવાનો આરોપ પણ લગાવ્યો છે, પરંતુ આ આરોપના ખૂબ ઓછા પુરાવા છે.

તાલિબાનની સાથે અમેરિકી લશ્કરી સંપત્તિ

તાલિબાનના હાથમાં અમેરિકાની(USA) સૈન્ય સંપત્તિઓ અને હથિયારોની સંખ્યા કેટલી છે તેના પર હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જોકે,  અમેરિકાએ 2017 માં એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 2003 થી 2016 વચ્ચે અમેરિકાએ અફઘાન સેનાને 75,898 વાહનો, 5,99,690 હથિયારો, 208 વિમાનો અને ગુપ્તચર દેખરેખ માટે ઘણા સાધનો પૂરા પાડ્યા હતા. હમણાં થોડા વર્ષોમાં 7,000 મશીનગન, 4,700 હમવીઝ અને 20,000 થી વધુ ગ્રેનેડ અફઘાન દળોને આપવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી ઘણા હથિયારો તાલિબાન દ્વારા કબજે કરવામાં આવ્યા હશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment