Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeઑટો & ગેજેટ્સદુનિયાભરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રિક ગાડી સસ્તી કરી શકે છે તાલિબાન

દુનિયાભરમાં મોબાઈલ અને ઈલેક્ટ્રિક ગાડી સસ્તી કરી શકે છે તાલિબાન

Afghanistan Crisis : Taliban can make mobile and electric vehicles cheaper worldwide
Share Now

કાબુલ : બે દાયકા બાદ તાલિબાનએ ફરી એકવાર અફઘાનિસ્તાનની સત્તા મેળવી લીધી છે. જેથી રાજનીતિક અને માનવીય સંકટ(Afghanistan Crisis) ઉભું થયું છે. સાથે જ ત્યાંની વિશાળ ખનીજ સંપત્તિનું ભવિષ્ય પણ ખતરામાં પડ્યું છે.

Afghanistan Crisis

PC : Reuter News Agency

Afghanistan Crisis

અફઘાનિસ્તાન દુનિયાના સૌથી ગરીબ દેશોમાં સામેલ છે. પરંતુ 2010 માં અમેરિકાના સૈન્ય અધિકારીઓ અને ભૂગર્ભ નિષ્ણાતોએ ખુલાસો કર્યો હતો કે દેશમાં લગભગ 1 લાખ કરોડ ડોલરનો ખનીજ ભંડાર છે. જેથી દેશની ઈકોનોમીમાં મહત્વનો બદલાવ આવી શકે છે.

દેશમાં અનેક સ્થળો પર લોખંડ, તાંબુ અને સોનાના ભંડાર છે. સાથે જ ત્યાં અમુક દુર્લભ ખનીજ પણ છે. માનવામાં આવી રહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં લિથિયમનો સૌથી મોટો ભંડાર હોય શકે છે. જે રિચાર્જેબલ બેટરી બનાવામાં કામ આવે છે. જેનો ઉપયોગ મોબાઈલ ફોન, લેપટોપ અને ઈલેક્ટ્રિક વાહનોમાં થાય છે. સાથે જ ક્લાઈમેન્ટ ચેન્જની સમસ્યા સામે લડવા જરૂરી બીજી ટેકનોલોજીમાં પણ તેનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : શું છે આ ઓઈલ બોન્ડ ? કોંગ્રેસનો ખોદેલો ખાડો આજે કેમ મોદી સરકાર અને પ્રજા ભરી રહી છે ?

દુનિયાનો સૌથી મોટો લિથિયમ ભંડાર

પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ અને ભયંકર દુષ્કાળના કારણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધી બહુમુલ્ય ખનીજનું ખનન થઈ શકે તેમ નથી. તાલિબાનના રાજમાં હાલ આ સ્થિતિ બદલવાની નથી, સાથે જ ત્યાં ચીન અને પાકિસ્તાન જેવા દેશોની નજર પણ આ ખનીજ ભંડાર પર છે. લિથિયમ અને કોબાલ્ટ જેવી ધાતુઓ અને નિયોડાઈનિયમ જેવા દુર્લભ ખનિજની માંગ દુનિયાભરમાં વધતી જઈ રહી છે. જેનું કારણ એ છે કે, કાર્બન ઉત્સર્જનને ઓછુ કરવા માટે દુનિયાના અનેક દેશ ઈલેક્ટ્રિક વાહનો અને બીજી ક્લીન ટેક્નોલોજી તરફ વળ્યા છે.Afghan have the largest reserves of lithium, The battery accounts for 40-50 percent of the cost of an electric car.ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ મે માં કહ્યું હતું કે, લિથિયમ, કોપર, નિકલ અને કોબાલ્ટની આપૂર્તિ ઝડપથી વધારવાની જરૂરીયાત છે. નહીંતર ક્લાઈમેન્ટ ચેન્જની સમસ્યા સામે કરવામાં આવતા ઉપાય નિષ્ફળ થઈ જશે. હાલ દુનિયાના 75 ટકા લિથિયમ, કોબાલ્ટ અને રેયર અર્થ્સનું ઉત્પાદન ત્રણ દેશ ચીન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને ઓસ્ટ્રેલિયામાં થાય છે. દુનિયામાં લિથિયમનો સૌથી મોટો જાણીતો ભંડાર બોલિવિયામાં છે પરંતુ અમેરિકી સરકારનું અનુમાન છે કે, અફઘાનિસ્તાનમાં તેનાથી પણ મોટો લિથિયમ ભંડાર હોય શકે છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન બાદ વધુ એક દેશ મરણશૈયાએ, દેશની કરન્સી વેલ્યુમાં અધધ…90%નો કડાકો

બદલી શકે છે અફઘાનિસ્તાનની તસ્વીર

દેશમાં સોનું, તાંબુ અને લોખંડનું ખનન થઈ રહ્યું છે. પરંતુ લિથિયમને કાઢવા માટે વધારે રોકાણ અને ટેકનીકલ નોલેજની જરૂર હોય છે. આઈઈએના અનુમાન મુજબ કોઈ પણ ખનિજ ભંડારની શોધથી લઈ ઉત્પાદન શરૂ કરવા સુધી સરેરાશ 16 વર્ષનો સમય લાગે છે. હાલ અફઘાનિસ્તાનને ખનીજથી માત્ર 1 અરબ ડોલરની કમાણી થાય છે. જેમાંથી 30 થી 40 ટકા રકમ ભ્રષ્ટાચારનો ભોગ બની જાય છે. તાલિબાન અને બીજા લડવૈયાઓનું નાની માઈનિંગ પ્રોજેક્ટસ પર કબજો છે.USA Fallout from Afghanistan and Taliban Capture

યૂએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસની જૂનમાં આવેલ એક રિપોર્ટ મુજબ 2020 માં અફઘાનિસ્તાનની 90 ટકા વસ્તી ગરીબી રેખા નીચે હતી. અફઘાનિસ્તાનના કેન્દ્રીય બેંકના ગર્વનર મુજબ દેશના લગભગ 9 અરબ ડોલરની અનામત મુદ્રા ભંડાર વિદેશોમાં છે. દેશમાં રોકડ તરીકે કોઈ વિદેશી મુદ્રા ઉપલબ્ધ નથી. પરંતુ આ સ્થિતિ બદલી શકે છે. જો તાલિબાન દેશમાં લિથિયમ અને બીજા ખનીજોના ખનન માટે એક વ્યાપક કાર્યક્રમ બનાવે. જેથી દુનિયાભરમાં લિથિયમની આપૂર્તિ વધશે અને મોબાઈલ તથા ઈલેક્ટ્રિક કારની કિંમતમાં ઘટાડો આવી શકે છે. ઈલેક્ટ્રિક કારની કુલ કિંમતમાં 40 થી 50 ટકા ભાગ બેટરીનો હોય છે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં સત્તા આંચકવા તાલિબાનો પાસે પૈસા ક્યાંથી આવે છે ? શું છે તેમની આવકનું સ્ત્રોત ?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment