અફઘાનિસ્તાન હવે પુરી રીતે વિદેશી સહાયતા પર નિર્ભર થઇ ગયુ છે, અરબો ડોલરની વિદેશી સહાયતા પણ આ દેશને એટલા માટે નથી મળી રહી કે, દાનદાતા દેશોને હવે તાલિબાન શાસન પર ભરોસો નથી રહ્યો.
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદની સ્થિતિ ખરાબ થતી જઇ રહી છે. વિજણીની અછત, ખાવા પીવાની વસ્તુઓની અછત, બંધ થઇ રહેલાં ધંધા, બેરોજગારી અને 24 કલાકની એ દહેશત આ બધુ હવે રોજબરોજના જીવનનો ભાગ બની ગયો છે.
અફઘાનિસ્તાનની હાલત હાલ એવી છે કે, પોતાનું જીવન જીવવા અને બે ટંકનું ભોજન ખાવા માટે પણ પોતાના જ બાળકોને વેચવા માટે મજબુર થઇ રહ્યાં છે, જ્યારથી અહીં તાલીબાને સત્તા સંભાળી છે, ત્યારથી 90 લાખ અને અફઘાની એટલી ગરીબી માં ઘુસી ચુક્યાં છે કે, ખાવા પીવા માટેના પણ લાલા પડ્યાં છે.
સરકારી કર્મચારીઓને પણ ઘણા મહિનાઓથી સેલેરી પણ નથી મળી. આતંકી સંગઠન અફઘાનિસ્તાનમાં એક એ પણ સ્થિતિ છે કે, આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનમાં પોતાની તાકાત લગાવવાં લાગેલુ છે.
આ સિવાય અફઘાનિ દંપતિ પોતાના નવજાત શિશુઓ ચાર –ચાર હજાર રુપિયા માં વેચી રહ્યાં છે, એક રિપોર્ટ અનુસાર કચરો વેચનાર એક વ્યક્તિના પરિવારમાં જ્યારે આ સ્થિતિ આવી ગઇ તો તેણે પોતાની બાળકીને 4 હજારમાં જ વેચી નાંખી.
આ સ્થિતિમાં ઘરમાં જ્યારે ખાવા માટે કાંઇ પણ નહોતુ ત્યારે એક સાહુકાર સાથે સંપર્ક કરીને પોતાની બાળકીને વેચવાની માંગ કરી અને પછી સાહુકાર એક શર્ત પર છોકરીને લેવા માટે માન્યો કે, જ્યાં સુધી બાળકી ચાલવા ન લાગે ત્યાં સુધી માતા પિતા જ બાળકીને સાચવશે.
એક રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્થાનમાં એક મહિલા જે કોઇના ઘરમાં સાફ સફાઇનં કામ કરે છે, તે 50 રુપિયા કમાઇ છે, જેની ઉંમર 40 વર્ષની છે, તેની પર 41 હજાર રુપિયાનુ દેવુ હતુ. તે પોતે જ્યારે આ દેવુ ભરપાઇ ન કરી શકી તો તેણે મજબુરીમાં પોતાના 3 વર્ષની માસુમ બાળકીને વેચી દીધી.
અફઘાનિસ્તાનમાં સરકાર માટે કામ કરનારા લોકોની સ્થિતિ પણ આવી જ છે, ઘમા પ્રાંતોમાં 4 મહિનાથી પોલીસને વેતન જ નથી મળ્યુ , આ સમયમાં લોકો ટીવી, કુલલર ઘરનું એસી જેવો સામાન વેચીને ઘર ચલાવી રહ્યાં છે. ઘણા લોકો ફેસબુક પર મદદ માંગી રહ્યાં છે, મજદુર નહી પણ ટીચર, દુકાનદાર, સરકારી કર્મચારી બધાની સ્થિતિ અફઘાનિસ્તાનમાં આવી જ છે.
જુઓ વીડિયો
ગરીબીનું દલદલ
આ બધી ઘટનાઓ દ્વારા કહી શકાય કે અફઘાનિસ્તાનમાં કેટલી ગરીબી અને નિરાશા છે, પાછલા મહિનાઓમાં સંયુક્ત રાષ્ટ્ર ડેવલપમેન્ટ એજેંસી યુએનડીપી એ જણાવ્યુ હતુ કે, તાલિબાન કંટ્રોલ બાદ અફઘાનિસ્તાન આમ ગીરીબી ની તરફ આગળ ધકેલાઇ રહી છે.જેનો મતલબ થાય છે કે જ્યાં ના બધા જ લોકો ગરીબ છે. યુએનડીપીની એક રિપોર્ટ મુજબ, એક વર્ષમાં અફઘાનિસ્તાનમાં ગરીબીનો દર 98 % છે.
આ પણ વાંચો: એશિયાનું પ્રથમ તરતુ થિયેટર ક્યાં બન્યુ છે? ફરવા માટે થઇ જાઓ તૈયાર