Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝઅફઘાનિસ્તાન પર આજે સર્વપક્ષીય બેઠક, વિદેશ મંત્રાલય વિપક્ષને પરિસ્થિતિથી કરાવશે અવગત

અફઘાનિસ્તાન પર આજે સર્વપક્ષીય બેઠક, વિદેશ મંત્રાલય વિપક્ષને પરિસ્થિતિથી કરાવશે અવગત

afghanistani,taliban,india on afghanistan
Share Now

અફઘાનિસ્તાન(Adfghanistan) પર તાલિબાને(Taliban) કબ્જો કરતાં ભારત સહિત ઘણા દેશો માટે સંકટ ઊભું થયું છે. દક્ષિણ એશિયા સહિત ઘણા દેશોના વ્યૂહાત્મક સમીકરણો પણ બદલાયા છે. આ ફેરફારોને લઈને ભારત જેવા દેશમાં ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે આજે આવા જ પ્રશ્નોના મુદ્દે સર્વપક્ષીય બેઠક બોલવામાં આવી છે. આજે યોજાનારી સર્વપક્ષીય બેઠકમાં સરકાર બધાજ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે.

ભારત સરકારે નથી આપી કોઈ પ્રતિક્રિયા 

15 ઓગસ્ટે તાલિબાનોએ અફઘાનિસ્તાન(Afghanistan) પર કબજો કર્યો ત્યારથી અત્યાર સુધીના ઘટનાક્રમ પર ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જ્યારે વિદેશ મંત્રી ડો.એસ જયશંકર અને તેમની ટીમ સંસદમાં વિવિધ પક્ષોના નેતાઓને સમગ્ર બાબતે સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કરશે.

afghanistani,taliban,india on afghanistan

આ પણ વાંચો:નારાયણ રાણે અને ઉદ્ધવ ઠાકરે કેવી રીતે બન્યા એકબીજાના દુશમન?

વિદેશ નીતિના વિકલ્પો પર દરેકને વિશ્વાસમાં લેવા જોઈએ

નોંધનીય છે કે કોંગ્રેસ(Congress) સહિતના વિપક્ષી દળો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે સરકારે તાલિબાન સાથે થઈ રહેલા સંપર્ક અને વાતચીત અંગે તથ્યો રજૂ કરવા જોઈએ. આ સિવાય, અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સલામત રીતે બહાર કાઢવા અને આ બદલાયેલી પરિસ્થિતિમાં સરકારે ભારત સમક્ષ હાજર એવા તમામ વિદેશ નીતિના વિકલ્પો પર દરેકને વિશ્વાસમાં લેવા જોઈએ.

ડો.એસ જયશંકર સમગ્ર બાબતથી કરાવશે માહિતગાર 

સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા તમામ નેતાઓને ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે માહિતી આપશે. શરૂઆતમાં, વિદેશ મંત્રી ડો.એસ જયશંકર સમગ્ર બાબતથી માહિતગાર કરાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વરિષ્ઠ નેતાઓના પ્રશ્નોના જવાબ આપવા માટે સમય પણ રાખવામાં આવ્યો છે.

વિપક્ષ અને વિપક્ષના કયા નેતાઓ બેઠકમાં સામેલ થશે?

વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના ત્રણ રાજ્ય મંત્રીઓ ઉપરાંત સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ બેઠકમાં હાજર રહેશે. સાથે જ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં નેતા મલ્લિકાર્જુન ખડગે, ટીએમસી તરફથી સુદીપ બંદોપાધ્યાય અને રાજ્યસભામાં પાર્ટીના નેતા સુકેન્દુ શેખર રોય, એનસીપીમાંથી શરદ પવાર સહિત ઘણા નેતાઓ હશે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી આ બેઠકનું આયોજન કરશે. સંસદમાં હાજર તમામ મોટા અને નાના પક્ષોને આ મહત્વની બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

અત્યારસુધી 800 લોકોને બહાર કાઢવામાં આવ્યા 

મહત્વનું છે કે આ બેઠકમાં વિદેશ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનમાં ફસાયેલ ભારતીયો અને અફઘાન લઘુમતીઓ સહિત જરૂરિયાતમંદ લોકોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનની માહિતી આપવામાં આવશે. ભારતે પોતાની વિશેષ ફ્લાઇટ દ્વારા અત્યાર સુધી લગભગ 800 લોકોને બહાર કાઢ્યા છે. તેમજ સર્વપક્ષીય બેઠક પૂર્વે જ એરફોર્સનું એક વિમાન 180 લોકોને લઈને ભારત આવ્યું છે. આ ફ્લાઇટમાં, ભારતીય નાગરિકો અને અફઘાન શીખ પરિવારો સિવાય, ભારતે કેટલાક અન્ય પડોશી દેશોના નાગરિકોને પ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી છે.

ભારત અફઘાનિસ્તાનના તમામ સહભાગી પક્ષોના સંપર્કમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વિપક્ષન અફઘાનિસ્તાન સાથેના ભારતના સંબંધો અને સંપર્કો અંગે જણાવવામાં આવશે. આવી સ્થિતિમાં, વ્યાપક સંબંધો અને હિતોને ધ્યાનમાં રાખીને, આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. નોંધનીય બાબત છે કે, તાલિબાન સાથે થયેલ વાતચીત અંગે ઉઠી રહેલ સવાલો પર વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે ઘણી વખત કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનના તમામ સહભાગી પક્ષોના સંપર્કમાં છે.

ભારત તાલિબાનના રાજકીય ફોર્મ્યુલાની જુએ છે રાહ 

સૂત્રોના જણાવ્યા હાલની પરિસ્થિતિમાં ભારત રાહ જોઈ રહ્યું છે કે, તાલિબાન સરકાર કયા રાજકીય ફોર્મ્યુલા સાથે વાત કરવા આવે છે. હમીદ કરઝાઈ, અબ્દુલ્લા અબ્દુલ્લા જેવા નેતાઓ દ્વારા ભવિષ્યની સરકાર ચલાવવામાં આવશે. ત્યારે આ નેતાઓની પરિષદ ભારત માટે મહત્વની રહેશે. કારણ કે આનાથી ભારતને તેના હિતોની રક્ષા માટે સંવાદ કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત, પરંપરાગત નેતાઓની હાજરી તાલિબાનની મનસ્વીતા અને પાકિસ્તાનના એકતરફી વધતાં પ્રભાવને અટકાવશે. સર્વપક્ષીય બેઠકમાં સરકાર અફઘાનિસ્તાન પર ભારતના આંતરરાષ્ટ્રીય સંવાદ અને સંપર્કો પર ભાર મૂકવાનો પ્રયાસ પણ કરશે.

અગાઉ પીએમ મોદી રશિયન રાષ્ટ્રપતિ સાથે કરી ચૂક્યા છે મિટિંગ 

મહત્વનું છે કે, અફઘાનિસ્તાન(Afghanistan) સંકટ વચ્ચે, જ્યાંરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી છે. તેમજ વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે પણ અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિંકન સાથે બે વખત ફોન પર વાતચીત કરી હતી. આ સાથે જ તેમણે અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિરતા લાવવાના પ્રયાસો પર કતારના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી હતી.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment