Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeસ્પોર્ટ્સઅફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ભારત માટે બનશે નિર્ણાયક

અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ભારત માટે બનશે નિર્ણાયક

Afghanistan Vs New Zealand
Share Now

T20 વર્લ્ડ કપ સુપર 12માં રવિવારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખૂબ જ નિર્ણાયક મેચ રમાશે. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડના ચાહકો કરતાં ભારતીય ચાહકોની નજર આ મેચ પર વધુ રહેશે. ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા આ મેચમાં અફઘાનિસ્તાનની હાર અને જીત પર ટકેલી છે. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડની ટીમને  હરાવે છે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડની ટીમ આ મેચ જીતી જશે તો ટીમ ઈન્ડિયાની તમામ આશાઓ પર પાણી ફરી વળશે.

અફઘાનિસ્તાનનો સ્પિનર સૌથી વધુ ખતરનાક 

અફઘાનિસ્તાનની ટીમ ભલે એટલી મજબૂત ન હોય, પરંતુ તેના સ્પિન એટેકને વિશ્વનું સૌથી મજબૂત આક્રમણ માનવામાં આવે છે. તેમની પાસે રાશિદ, નબી અને મુજીબની ત્રિપુટી છે. જો અફઘાનિસ્તાનની આ ત્રિપુટી ચાલી જશે તો ન્યુઝીલેન્ડન ટીમ માટે પણ આ મેચ ઘણી મુશ્કેલ બની જશે. રાશિદે વર્તમાન T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 4 મેચમાં 7 વિકેટ ઝડપી છે. રાશિદ ખાનની ગુગલીમાં મોટા મોટા લોકો ફસાયેલા જોવા મળ્યા છે. અબુ ધાબીની પીચ સ્પિનરો માટે ઘણી મદદગાર છે. વર્લ્ડકપની 8 મેચમાં આ પીચ પર સ્પિનરોએ અત્યાર સુધીમાં 26 વિકેટ ઝડપી છે.

Afghanistan Vs New Zealand

આ પણ વાંચો:મિતાલી રાજે મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા

અફઘાનિસ્તાનની ટીમ બોલિંગની સાથે સાથે બેટિંગ પણ ઘણી મજબૂત છે. તેમની પાસે 5-6 એવા બેટ્સમેન છે જે કોઈપણ મેચનું પાસું ફેરવી શકે છે. ઓપનર હઝરતુલ્લા ઝાઝાઈ અને અહેમદ શહઝાદ તેમની તોફાની બેટિંગ માટે પ્રખ્યાત છે. જો અફઘાનિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરીને 150 રન બનાવી લે છે તો મેચ સરળતાથી જીતી શકાય છે. અફઘાન ટીમ નબી અને રાશિદની ડેથ ઓવરોમાં લાંબી સિક્સર ફટકારવાની ક્ષમતા ધરાવે છે. હવે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે અફઘાનિસ્તાનની ટીમ આજે કોઈ ચમત્કાર કરી શકે છે કે નહીં.

ગુપ્ટિલ અને વિલિયમસન મજબૂત ફોર્મમાં

ન્યુઝીલેન્ડ ટીમમાં પણ એવા ઘણા ખેલાડીઓ છે જે અફઘાનિસ્તાનના બોલરોને સારી રીતે ફટકારી શકે છે. માર્ટિન ગુપ્ટિલ આ વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સાથે જ કેપ્ટન કેન વિલિયમસન પણ દરેક મેચમાં રન બનાવે છે. સાથે જ ન્યૂઝીલેન્ડ પાસે મિડલ ઓર્ડરમાં પણ ઘણા મોટા બેટ્સમેન છે. જો આજની મેચમાં કોઈપણ બેટ્સમેન રમશે તો મેચનું પરિણામ ન્યુઝીલેન્ડની તરફેણમાં જઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ સુપર 12માં રવિવારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખૂબ જ નિર્ણાયક મેચ રમાશે. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડના ચાહકો કરતાં ભારતીય ચાહકોની નજર આ મેચ પર વધુ રહેશે. ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા આ મેચમાં અફઘાનિસ્તાનની હાર અને જીત પર ટકેલી છે. જો અફઘાનિસ્તાન ન્યુઝીલેન્ડની ટીમને  હરાવે છે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે. બીજી તરફ જો ન્યુઝીલેન્ડની ટીમ આ મેચ જીતી જશે તો ટીમ ઈન્ડિયાની તમામ આશાઓ પર પાણી ફરી વળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment