Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝAirtel બાદ હવે VIએ પ્રીપેડ યૂઝર્સને આપ્યો ઝટકો, જાણો કયા પ્લાનમાં કેટલો વધારો

Airtel બાદ હવે VIએ પ્રીપેડ યૂઝર્સને આપ્યો ઝટકો, જાણો કયા પ્લાનમાં કેટલો વધારો

VI
Share Now

કંપનીનો સૌથી પ્રસિદ્ધ પ્લાન માટે હવે 249 રૂપિયાને બદલે 299 રૂપિયા ચૂકવવા પડશે.VI દ્વારા યૂઝર્સને ઝટકો આપવામાં આવ્યો હતો. આ પ્લાનમાં ને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5GB ડેટા મળશે.ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડરએ પ્રીપેડ યૂઝર્સ  માટે ટેરિફ પ્લાનમાં 20થી 25 ટકાનો વધારો કર્યો છે. કંપનીએ 23 નવેમ્બરના રોજ એક્સચેન્જને આ માહિતી આપી છે. કંપનીની એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે,”નવા પ્લાનથીમાં સુધારાની પ્રક્રિયા શરૂ થશે. આનાથી ઇન્ડસ્ટ્રીની સામે આવનારી નાણાકીય સમસ્યાઓ સામે લડવા માટે મદદ મળી રહેશે.”નવા ટેરિફ 25મી નવેમ્બર 2021થી લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ એટલે કે 22 નવેમ્બરના રોજ ભારતી એરટેલે પ્રીપેડ ટેરિફ પ્લાનમાં 20થી 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. બાદમાં હવે વોડાફોન આઇડિયા  તરફથી આવું પગલું ભરવામાં આવ્યું છે.હવે Vodafone Idea Limitedનો બેઝિક પ્લાન(Plan) 79 રૂપિયાને બદલે 99 રૂપિયાથી શરૂ થશે. કંપનીનો સૌથી પ્રસિદ્ધ પ્લાન માટે હવે 249 રૂપિયાને બદલે 299 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5GB ડેટા મળશે.હવે 1GB જેટા પેક માટે તમારે 219 રૂપિયાને બદલે 269 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 299 રૂપિયાના 2GB ડેટા પેક માટે હવે 359 રૂપિયા ચૂકવવા પડશે. આ ડેટા પેક 28 દિવસ માટે માન્ય છે.

કંપનીના ડેટા પ્લાનમાં(Plan) વધારો

449 રૂપિયાના દરરોજ 2GB ડેટા અને 56 દિવસની કિંમતના પ્લાન માટે હવે તમારે 539 રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતે 56 દિવસના દરરોજ 1.5GB ડેટા વાળા પ્લાન માટે હવે તમારે 399 રૂપિયાને બદલે 479 રૂપિયા ચૂકવવા પડશે.આ ઉપરાંત હવે 84 દિવસના 699 રૂપિયાના પ્લાન માટે તમારે 839 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળે છે. આ ઉપરાંત 84 દિવસ માટે દરરોજ 1.5GB વાળા ડેટા પ્લાન(Plan) માટે હવે તમારે 599 રૂપિયાને બદલે 719 રૂપિયા ચૂકવવા પડશે.ભારતી એરટેલે કહ્યું કે, એક સારા અને સ્વસ્થ બિઝનેસ મોડલ માટે દર વધારવા જરૂરી હતા. એવરેજ રેવન્યુ પર યુઝર (ARPU) 200 રૂપિયા હોવો જોઈએ અને પછી તે વધારીને 300 રૂપિયા સુધી પહોંચવો જોઈએ. જેથી કંપનીઓને ઈન્વેસ્ટ કરેલી રકમ પર યોગ્ય રિટર્ન મળી શકે

VI

આ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

વાર્ષિક પ્લાન(Plan)

વાર્ષિક પ્લાનની(Plan)વાત કરીએ તો હવે તમારે એક વર્ષના 1,499 રૂપિયાના પ્લાન માટે 1799 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં તમને 24GB ડેટા મળશે. આ ઉપરાંત ટોપઅપ પેકના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં 48 રૂપિયાના પેક માટે હવે તમારે 58 રૂપિયા ચૂકવવા પડશે, જે 28 દિવસ માટે માન્ય છે.આ વધારા પછી એરટેલના પ્રીપેડ પ્લાન્સ જિયોની સરખામણીએ 30થી 50% સુધી મોંઘા થઇ જશે. જિયોનો 2GB અને 28 દિવસની વેલિડિટીવાળો પ્લાન 129 રૂપિયાનો છે, એરટેલના આ પ્લાનની કિંમત 179 રૂપિયા થઈ જશે. જિયોમાં ડેઇલી 1.5GBવાળા 84 દિવસની વેલિડિટી પ્લાનની કિંમત 555 રૂપિયા છે, એરટેલના ગ્રાહકોને આ માટે 719 રૂપિયા ખર્ચવા પડશે

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment