Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝFarmers Protest: કરનાલમાં ખેડૂતોના ધરણા સમાપ્ત, લાઠીચાર્જની થશે ન્યાયિક તપાસ

Farmers Protest: કરનાલમાં ખેડૂતોના ધરણા સમાપ્ત, લાઠીચાર્જની થશે ન્યાયિક તપાસ

karnaal farmers protest
Share Now

28 ઓગસ્ટના રોજ, બસ્તારા ટોલ પ્લાઝાએ ખેડૂતો પર થયેલ લાઠીચાર્જ અને એસડીએમ આયુષ સિન્હા(SDM Ayush Sinha) સામે કડક કાર્યવાહી સહિતની અન્ય માંગણીઓ સાથે ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી ટકરાવનો અંત આવ્યો છે. અધિક મુખ્ય સચિવ દેવેન્દ્ર સિંહે કહ્યું કે સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર 28 ઓગસ્ટના રોજ બનેલ ઘટનાની હાઇકોર્ટના પૂર્વ જજ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં આવશે. આ તપાસ એક મહિનામાં પૂર્ણ થશે. પૂર્વ એસડીએમ આયુષ સિન્હા આ સમયગાળા દરમિયાન રજા પર રહેશે. હરિયાણા સરકાર મૃતક ખેડૂત સતીશ કાજલના પરિવારના બે લોકોને કરનાલમાં સેકશન પોસ્ટ પર નોકરી આપશે. ખેડૂત નેતા ગુરનમ સિંહે કરનાલમાં(Karnal) લાઠીચાર્જ મામલે ચાલી રહેલા આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.

મોડી રાત્રે યોજાઈ હતી બેઠક 

અગાઉ અધિકારીઓ અને ખેડૂતોની બેઠક શુક્રવારે મોડી રાત સુધી ચાલી હતી. શુક્રવારે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) દેવેન્દ્ર સિંહ સરકારની સૂચનાઓ પર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે કરનાલ પહોંચ્યા હતા. જ્યારે ખેડૂતો વતી, BKU હરિયાણાના પ્રદેશ પ્રમુખ ગુરનમ સિંહ ચડુની સહિત પંદર સભ્યોની સમિતિના ખેડૂત નેતાઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા.

Farmers Protest:

આ પણ વાંચો:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ 2+2 બેઠક

ડીસીની તપાસથી ખેડૂતો નથી સંતુષ્ટ 

લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં, વાયરલ વિડીયોમાં લાઠીચાર્જની વાત કરતા SDM સામે કડક કાર્યવાહી, આ મામલે ન્યાયિક તપાસ, મૃતક ખેડૂત સુશીલ કાજલના આશ્રિતોને વળતર અને નોકરી, અને અન્ય ગંભીર રીતે ઘાયલ ખેડૂતો, વગેરે મુદ્દે ખેડૂતો મક્કમ રહ્યા હતા. બીજી બાજુ, ACS દેવેન્દ્ર સિંહે પણ ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ પોતાની જીદ છોડીને આ સમસ્યાના હકારાત્મક ઉકેલ તરફ આગળ વધે. આ અંગે ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે જો સરકાર આ મામલાની તપાસ કરાવવા માંગતી હોય તો ન્યાયિક તપાસ કરાવવી જોઈએ. મુખ્ય સચિવના આદેશ પર ડીસી કૃણાલ દ્વારા કરવામાં આવી રહેલી તપાસથી ખેડૂત સંતુષ્ટ નથી.

બેઠક દરમ્યાન અધિકારિઓનું વલણ હકારાત્મક 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન ખેડૂતોને શાંત કરવા માટે અધિકારીઓનું વલણ ન્યાયિક તપાસ માટે સકારાત્મક દેખાતું હતું. કેસની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવી શકે છે. પરંતુ હજુ સુધી આનીઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. બેઠકમાં અન્ય માંગણીઓ પર અધિકારીઓનું વલણ પણ હકારાત્મક જણાયું હતું.

શું છે સમગ્ર મામલો 

28 ઓગસ્ટના રોજ ખેડૂતોએ કરનાલમાં(Karnal) મુખ્યમંત્રી મનોહર લાલની અધ્યક્ષતામાં ભાજપની રાજ્ય કક્ષાની બેઠકનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. આ માટે ખેડૂતો એક પણ થયા હતા. પરંતુ પોલીસ વહીવટીતંત્ર દ્વારા શહેરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું હતું. તેથી, નેશનલ હાઇવે સ્થિત બસ્તારા ટોલ પર ખેડૂતો જમા થયા હતા. જેને કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું અને પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. બીજી બાજુ, તત્કાલીન એસડીએમ આયુષ સિંહાએ લાઠીચાર્જ કરવાનો આદેશ આપતો વીડિયો વાયરલ થયો હતો. જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. તેના વિરોધમાં 7 સપ્ટેમ્બરે કરનાલમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ હજારો ખેડૂતોએ તે જ દિવસે સાંજે મીની સચિવાલયમાં ધામા નાખ્યા હતા. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment