Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝમાયાવતી પાંચ વખત જીતેલા દિગ્ગજ નેતાને નહીં આપે ટિકિટ, કહ્યું કોઈ બાહુબલી કે માફિયાને નહીં મળે ટિકિટ

માયાવતી પાંચ વખત જીતેલા દિગ્ગજ નેતાને નહીં આપે ટિકિટ, કહ્યું કોઈ બાહુબલી કે માફિયાને નહીં મળે ટિકિટ

mayawati on action
Share Now

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો એકશન મોડમાં આવી ગયા છે. ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષ થનારી વિધાનસભા ચૂંટણી પહેલા બીએસપી પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે આગામી ચૂંટણીમાં બીએસપી કોઈ પણ માફિયાને ટિકિટ આપશે નહિ. માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાજ છે. સાથે જ યુપીની તસ્વીરને પણ હવે બદલવાની છે. તેના ભાગરૂપે માયાવતી મુખ્તાર અંસારીની ટિકિટ કાપી છે.

માયાવતીએ કાપી મુખ્તાર અંસારીની ટિકિટ

બીએસપી પ્રમુખ માયાવતીએ ટ્વિટ કરીને કહ્યું કે બીએસપી આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ બાહુબલી કે માફિયા વગેરેને પાર્ટીમાંથી ચૂંટણી ન લડાવવામાં આવે. તેના એક ભાગરૂપે અઝમગઢ મંડળની મઉ વિધાનસભા સીટ પરથી હવે મુખ્તાર અંસારીને નહિ પરંતુ યુપીના બીએસપી સ્ટેટ અધ્યક્ષ ભીમ રાજભરનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આજે 9/11 હુમલાની વીસમી વરસી, પહેલા પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયો હતો એક હુમલો

માયાવતીએ પાર્ટી પ્રભારીઓને આપ્યો આદેશ

માયાવતીએ કહ્યું કે જનતાની કસોટી અને તેમની આશા પર ખરા ઉતરવાના પ્રયત્ન અંતર્ગત કરવામાં આવેલા આ નિર્ણયના ભાગરૂપે પ્રભારીઓને અપીલ કરવામાં આવી છે કે તે પાર્ટીના ઉમેદવારોનું સિલેક્શ કરતી વખતે એ બાબત પર ધ્યાન રાખે, જેથી સરકાર બનવા પર આવા તત્વોની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં કોઈ મુશ્કેલી ન થાય.

કાયદા દ્વારા કાયદાનું શાસન

બીએસપી પ્રમુખે ટ્વિટ કરીને કહ્યું કે બીએસપીનો સંકલ્પ કાયદા દ્વારા કાયદાનું રાજની સાથે જ યુપીની તસ્વીરને હવે બદલી નાંખવાનો છે, જેથી રાજ્ય કે દેશ નહિ પરંતુ તમામ બાળકો કહે કે સરકાર તો બહેનજીની છે. સર્વજન હિતાય અને સર્વજન સુખાય જેવી છે. બીએસપી જે કહે છે તે કરીને બતાવે છે.યુપીમાં માયાવતી સક્રિય થઇ ગયા છે. ત્યારે આગામી સમયમાં જોઈએ યુપી ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment