Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeહેલ્થઓમિક્રોન કરતાં વધુ ઘાતક છે કોરોનાનો નવું વેરિઅન્ટ, જાણો IHU સાથે જોડાયેલા અત્યાર સુધીના અપડેટ્સ

ઓમિક્રોન કરતાં વધુ ઘાતક છે કોરોનાનો નવું વેરિઅન્ટ, જાણો IHU સાથે જોડાયેલા અત્યાર સુધીના અપડેટ્સ

Omicron
Share Now

IHU Covid Variant: કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યું છે, ત્યારે ફ્રાન્સમાં એક નવું વેરિઅન્ટ મળવાની માહિતી સામે આવી છે. માહિતી અનુસાર, વૈજ્ઞાનિકો હજુ સુધી આ વેરિએન્ટ કેટલું ઘાતક છે તે શોધી શક્યા નથી, પરંતુ તે ચોક્કસપણે કહી શકાય છે કે આ વાયરસ ઓમિક્રોન કરતાં વધુ ખતરનાક હોઈ શકે છે.

ફ્રાન્સમાં મળ્યું નવું વેરિઅન્ટ:- 

ફ્રાન્સમાં, એક નવા પ્રકારનો વેરિઅન્ટ મળ્યો છે જેને IHU સંસ્થાનએ શોધી કાઢ્યુ છે એટલે વેરિઅન્ટને IHU નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરસના સ્પાઇક પ્રોટીનમાં 46 મ્યુટેશન (Mutation) થયા છે, જ્યારે ઓમિક્રોનમાં માત્ર 32 મ્યુટેશન થયા હતા. વધુ મ્યુટેશન હોવાનો અર્થ એ છે કે આ વાયરસ ઓમીક્રૉન કરતાં વધુ ઝડપથી સ્પ્રેડ થઈ શકે છે. 

અત્યાર સુધીમાં ઘણા વેરિયન્ટ્સ સામે આવ્યા છે:- 

ihu variant

ihu variant- Google Image

કારણ કે આ પહેલા, ડેલ્ટા (Delta) અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ (Delta Plus variant) સહિત અનેક વેરિઅન્ટ્સ, જે અત્યાર સુધી સામે આવ્યા છે, આ વાયરસની સંક્રમણ ક્ષમતા મૂળ વાયરસ કરતા વધારે છે. સામાન્ય રીતે, જ્યારે કોઈપણ વાયરસનું સ્વરૂપ બદલાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં મ્યુટન્ટ (mutant) કહેવામાં આવે છે, તે પહેલા કરતા વધુ ઘાતક બની જાય છે.પરંતુ મ્યુટન્ટના આધારે વાયરસ વધુ ઘાતક છે એવું જરૂરી નથી. 

આ પણ વાંચો: Covid-19: ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ખતરનાક છે કોરોનાનો આ નવો પ્રકાર, ભારતમાં 7 કેસ નોંધાયા

ઘણાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ:- 

જો કે, આ વાયરસ કેવા લોકોને લપેટમાં લઈ રહ્યું છે તે વિશે વિગતમાં માહિતી બહાર આવી નથી. નવેમ્બર મહિનામાં આફ્રિકાના કેમરૂનથી પરત ફરેલા 12 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા ત્યારે વાયરસના સ્પાઈક પ્રોટીનમાં વધુ મ્યુટેશન સામે આવ્યા હતા, જે બાદ હવે જાણવા મળ્યું છે કે ઓમીક્રૉન વધુ ઘાતક છે. 

flurona virus

flurona virus, google image 

WHO (World Health Organization) 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હજી સુધી આ વાયરસને જોખમની શ્રેણીમાં મૂક્યું નથી, જ્યારે ઓમિક્રોનને દક્ષિણ આફ્રિકામાં જોખમની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. તે જ સમયે, ફ્રાન્સના IHU Mediterrane Infection (મેડિટેરેન ઇન્ફેક્શનના) નિષ્ણાતો દ્વારા આ વાયરસની શોધ કરવામાં આવી છે, તેથી તેને IHU નામ આપવામાં આવ્યું છે. જોકે રાહતની વાત એ છે કે વાયરસથી પ્રભાવિત લોકોમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. હાલમાં, ઓમિક્રોન વેરિઅન્ટમાં પણ રાહતની વાત એ છે કે દર્દીઓમાં વધુ ગંભીર લક્ષણો સામે આવ્યા નથી જો આવું થશે તો આ ચિંતાની વાત છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment