Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝપંજાબ બાદ હવે છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ, ટીએસ સિંહદેવ આજે દિલ્હી જશે

પંજાબ બાદ હવે છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો તેજ, ટીએસ સિંહદેવ આજે દિલ્હી જશે

rahul gandhi, t s singh,chhattisgarh
Share Now

પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ ગઈ કાલે પાર્ટી હાઇકમાન્ડે ચરણજીત ચન્નીને સીએમ પદની જવાબદારી સોંપી છે. ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબમાં ફેરફાર કરતાં હવે છત્તીસગઢ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનનો અવાજ તીવ્ર બન્યો છે. છત્તીસગઢ રાજ્યના આરોગ્ય મંત્રી ટીએસ સિંહદેવ આજ રોજ દિલ્હી આવશે. અને પાર્ટી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે છત્તીસગઢમાં 2800 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ શરૂ કરીને પોતાની તાકાત બતાવી છે. રાજ્યમાં TS સિંહદેવ અને ભૂપેશ બઘેલ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે.

પંજાબ બાદ હવે છત્તીસગઢ?

કોંગ્રેસ નેતા ભક્ત ચરણ દાસ અને પ્રવક્તા ગૌરવ વલ્લભ હાલ છત્તીસગઢમાં છે. આ દરમિયાન આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહદેવ આજે પાર્ટી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરવા દિલ્હી જઈ રહ્યા છે. ગઈ કાલે જ સીએમ ભૂપેશ બઘેલે છત્તીસગઢમાં 2 હજાર 834 કરોડનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે રાજ્યના ઈતિહાસમાં ચૂંટણીઓ કે કોઈ રાજકીય ઘટનાક્રમો વગર આટલું મોટું ઉદઘાટન અને ભૂમિપૂજનનું કામ થયું નથી.

રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું

પંજાબમાં કોંગ્રેસે સીએમ બદલ્યા બાદ છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 દિવસથી દરરોજ લગભગ 20 ધારાસભ્યો સીએમ હાઉસ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

rahul gandhi, t s singh,chhattisgarh

આ પણ વાંચો:ચરણજીત ચન્ની આજે પંજાબના 17મા મુખ્યમંત્રી તરીકે લેશે શપથ

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન અંગે શું વિવાદ છે?

હકીકતમાં છત્તીસગગઢમાં મુખ્યમંત્રી પદ માટે ભૂપેશ બઘેલ વિરુદ્ધ ટીએસ સિંહ દેવ વચ્ચે અઢી-અઢી વર્ષના રોટેશનનો વિવાદ ચાલી છે. આ અંગે, છત્તીસગઢ કોંગ્રેસના મજબૂત વરિષ્ઠ નેતા ટીએસ સિંહ દેવ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સામે બળવાખોર વલણ અપનાવી રહ્યા છે.

અઢી વર્ષની ફોર્મ્યુલા

અઢી વર્ષ પહેલા છત્તીસગઢમાં જંગી બહુમતી સાથે આવેલી કોંગ્રેસ સરકારમાં ભૂપેશ બઘેલને 17 ડિસેમ્બર 2018 ના રોજ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તે સમયે કોંગ્રેસે છત્તીસગઢના હાલના આરોગ્ય મંત્રી ટીએસ સિંહદેવને બઘેલના નામે એમ કહીને સમજાવ્યા હતા કે અઢી વર્ષ પછી મુખ્યમંત્રીનો ચહેરો બદલાઈ જશે. અને તમને સીએમ બનાવવામાં આવશે. જેને લઈને હાલ છત્તીસગઢ કોંગ્રેસમાં વિવાદ ચાલી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં કેપ્ટન અમરિન્દરસિંહે સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ ગઈ કાલે પાર્ટી હાઇકમાન્ડે ચરણજીત ચન્નીને સીએમ પદની જવાબદારી સોંપી છે. ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પંજાબમાં ફેરફાર કરતાં હવે છત્તીસગઢ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનનો અવાજ તીવ્ર બન્યો છે. છત્તીસગઢ રાજ્યના આરોગ્ય મંત્રી ટીએસ સિંહદેવ આજ રોજ દિલ્હી આવશે. અને પાર્ટી હાઇકમાન્ડ સાથે મુલાકાત કરશે. તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે છત્તીસગઢમાં 2800 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ શરૂ કરીને પોતાની તાકાત બતાવી છે. રાજ્યમાં TS સિંહદેવ અને ભૂપેશ બઘેલ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment