Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝઅમેરિકાના ગયા પછી તાલિબાને રચ્યું વહીવટી તંત્ર, જાણો કોને કઈ જવાબદારી મળી?

અમેરિકાના ગયા પછી તાલિબાને રચ્યું વહીવટી તંત્ર, જાણો કોને કઈ જવાબદારી મળી?

taliban lattest,afghanistan lattest,lattest news
Share Now

અમેરિકાએ(America) અફઘાનિસ્તાન(Afghanistan) છોડતાની સાથે જ તાલિબાનનું શાસન સ્થપાયું છે. તાલિબાને કાબુલ એરપોર્ટ પર તેના સૌથી ખતરનાક બદ્રિ એકમના લડવૈયાઓને તૈનાત કર્યા છે. હક્કાની નેટવર્ક સાથે સંકળાયેલા તાલિબાનના આતંકવાદી અનસ હક્કાનીએ કાબુલ એરપોર્ટની મુલાકાત લીધી હતી. અમેરિકાએ અફઘાનીસ્તાન છોડતાની સાથે જ તાલિબાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે. તાલિબાને પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહર સાથે હાથ મિલાવ્યો છે. તેમજ તાલિબાન આતંકવાદીઓ એક યુવાનને હેલિકોપ્ટરથી લટકાવવાની મજા માણતા જોવા મળ્યા હતા.

તાલિબાનનું નવું વહીવટી તંત્ર રચાયું 

એક તરફ, તાલિબાને(Taliban) તેની છબી સુધારવા માટે પ્રવક્તાઓની ફોજ ઉતારી છે. અને બીજી બાજુ, અફઘાનિસ્તાનની આંતરિક અને વૈશ્વિક પ્રવૃત્તિઓ ચલાવવા માટે એક નવું વહીવટી તંત્ર રચવામાં આવ્યું છે. આમાં તાલિબાને તેના મોટા નેતાઓને સ્થાન આપ્યું છે, તેની સાથે તેને ઘણી મહત્વના પદ પણ આપ્યા છે. ત્યારે આવો જાણીએ તાલિબાનના આ નવા વહીવટમાં કોને કઈ જવાબદારી આપવામાં આવી છે

હિબતુલ્લા અખુંદઝાદા, સુપ્રીમ કમાન્ડર

હિબતુલ્લા અખુંદઝાદાને અફઘાનિસ્તાનના નવા અમીર જાહેર કરવામાં આવ્યા છે. અખુંદઝાદા તાલિબાન કટ્ટરવાદનો સૌથી મોટો ચહેરો રહ્યો છે. પરંતુ અખુંઝદા ઘણા દિવસોથી જોવા મળ્યા નથી. એવું માનવામાં આવે છે કે તાલિબાનોએ પોતાને બદલાયા હોવાનું બતાવવાના પ્રયાસમાં અખુંદઝાદાને પડદા પાછળ મૂકી દીધા છે. પરંતુ એકવાર તે સંપૂર્ણ રીતે તાલિબાનની કમાન સંભાળ્યા પછી ફક્ત અખુંદઝાદાના કાયદા જ લાગુ થશે.

taliban, afghanistan news,lattest news

આ પણ વાંચો:અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનને સંપૂર્ણપણે છોડ્યું

અખુંદઝાદા છે શરિયાના હિમાયતી

અખુંદઝાદાનો ઇતિહાસ બતાવે છે કે તેઓ શરિયાના હિમાયતી છે, અને તાલિબાનને માન્યતા આપનારા કટ્ટરપંથી અથવા ક્રૂર શાસનના મોટાભાગના નિયમો અખુંદઝાદાએ બનાવ્યા છે. અખુંદઝાદા છેલ્લે પેશાવરમાં જોવા મળ્યા હતા. તેથી, આશંકા છે કે અખુંદઝાદા ISI ના સલામત ઘરમાં રહે છે. તેને પાકિસ્તાન આર્મી હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ચર્ચા છે .. કારણ કે કોવિડથી પણ તે બીમાર હોવાના અહેવાલો હતા. જોકે તાલિબાન દાવો કરી રહ્યું છે કે અખુંદઝાદા કંદહારમાં હાજર છે, તેણે છેલ્લે મે 2021 માં ઈદના પ્રસંગે પોતાનો લેખિત સંદેશ જારી કર્યો હતો.

અબ્દુલ કયૂમ ઝાકિર

તાલિબાને અબ્દુલ કયુમ ઝાકિરને દેશના નવા સંરક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે. ઝાકીર વિશ્વની સૌથી ખતરનાક જેલનો કેદી અને શાંતિ મંત્રણાનો વિરોધી રહ્યો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાગી ગયા બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કરનાર પ્રથમ આતંકવાદીઓમાં અબ્દુલ કયુમ ઝાકીરનો સમાવેશ થાય છે. વર્લ્ડ ટ્રેડ ટાવર પર હુમલા બાદ અમેરિકાએ ઝાકિરની ધરપકડ કરી અને તેને ક્યુબામાં બનાવેલી સૌથી ખતરનાક જેલ ગ્વાન્ટાનામો ખાડીમાં મોકલી દીધો હતો.

ગુલ આગા ઈશાકાઝી

ગુલ આગા ઈશાકાઝી, જે તાલિબાનના નાણાકીય આયોગના અધ્યક્ષ હતા. તેમને અફઘાનિસ્તાનની તિજોરીની જવાબદારી સોંપવામાં આવી છે. ગુલ આઘા ઇશાકાઝી પર સંયુક્ત રાષ્ટ્ર સહિત વિશ્વના ઘણા દેશો દ્વારા પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. ઇશાકાઝી, જે મુલ્લા ઉમરના ખૂબ નજીક હતા, તેમના પર આત્મઘાતી હુમલા માટે ભંડોળ એકત્ર કરવાનો આરોપ છે.

અબ્દુલ બકી હક્કાની

અબ્દુલ બકી હક્કાનીને અફઘાનિસ્તાનમાં ઉચ્ચ શિક્ષણની જવાબદારી મળી છે. હક્કાની તાલિબાનના પ્રથમ તબક્કા (1996-2001) દરમિયાન ખોસ્ત અને પાક્ટીકા પ્રાંતના ગવર્નર હતા. આ સાથે, તેમણે માહિતી-સંસ્કૃતિ વિભાગ અને વિદેશ મંત્રાલયમાં પણ કામ કર્યું હતું.

ઇબ્રાહિમ સદર

તાલિબાને ઇબ્રાહિમ સદરને ગૃહ મંત્રાલયની જવાબદારી આપી છે. સદર એક અનુભવી તાલિબાન ફાઇટર છે. 1980 ના દાયકામાં, તે સોવિયત કબજા સામે લડતા મુજાહિદ્દીન દળોનો ભાગ હતો. બાદમાં તે તાલિબાનમાં જોડાયો હતો. દેશના ગૃહયુદ્ધ (1989-1996) દરમિયાન વિપક્ષી દળો સામે લડ્યો હતો.

ઇબ્રાહિમ સદર 2001 માં થયો હતો અંડર ગ્રાઉન્ડ 

ધાર્મિક રીતે અત્યંત કટ્ટરવાદી મુલ્લા સદારે અગાઉના તાલિબાન સરકારમાં પોતાના સમયનોઉપયોગ જેહાદી અથવા આતંકવાદી જૂથો સાથે ગાઢ સંબંધો સ્થાપિત કરવા માટે કર્યો હતો. આ સમય દરમિયાન તે અલ-કાયદાની ખૂબ નજીક આવી ગયો હતો. જ્યારે અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં 2001 માં તાલિબાન સરકારને સત્તા પરથી હાંકી કાવામાં આવી ત્યારે તે અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. 2016 માં, તે તાલિબાનના લશ્કરી વડા તરીકે પરત ફર્યો હતો .

નજીબુલ્લાહ

નજીબુલ્લાહને તાલિબાનના(Taliban) નવા વહીવટમાં ગુપ્તચર વિભાગની માહિતી મળી છે. દેશની વર્તમાન પરિસ્થિતિ અનુસાર આ એક ખૂબ જ મહત્વની પોસ્ટ માનવામાં આવે છે.

હેમત અખુંદઝાદા

તાલિબાને દેશના શિક્ષણ મંત્રીની જવાબદારી હેમત અખુંદઝાદાને આપી છે. તે અફઘાન રાજકારણી છે અને તાલિબાનનો સભ્ય છે

અખુંદઝાદા સિવાય તાલિબાનના નેતૃત્વના ઘણા ચેહરાઓ હજુ સામે આવ્યા નથી 

 અખુંદઝાદા સિવાય તાલિબાનના(Taliban) નેતૃત્વના ઘણા મોટા ચહેરાઓ છે, જે હજુ સુધી સામે આવ્યા નથી. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પણ તેમનો ચહેરો દુનિયા સમક્ષ લાવવામાં આવી રહ્યો નથી. જેમાં પ્રથમ નામ મોહમ્મદ યાકુબ છે, જે તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરનો પુત્ર છે અને હાલમાં તાલિબાનની લશ્કરી પાંખનો કમાન્ડર છે. બીજું નામ હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાનીનું છે, જે તાલિબાનના નાયબ નેતા છે અને ત્રીજું નામ હા અબ્દુલ રહેમાન ઝાહિદ છે, જે તાલિબાનના નાયબ નેતા પણ છે. આ સિવાય તાલિબાનના આવા ઘણા નેતાઓ છે, જેઓ હજુ પણ પડદા પાછળ છે. અને તાલિબાન તેમને સામે લાવી રહ્યું નથી. આથી જ તેના કથની અને કરની વિશે દુનિયાની શંકા વધુ વધતી જાય છે.

તાલિબાનની વાસ્તવિકતાથી સૌ કોઈ જાણીતું 

અમેરિકા છોડ્યા પછી, તાલિબાન(Taliban) પોતાને માનવતાના મહાન હિમાયતી તરીકે રજૂ કરી રહ્યા છે. તેના પ્રવક્તા રોજ આવી રહ્યા છે અને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ સાથે, તાલિબાન વિશ્વભરના દેશોને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે પહેલા જેવું રહ્યું નથી. જોકે વાસ્તવિકતા બધાને ખબર છે કે આ માત્ર તાલિબાનના બટાવવાના દાંત છે. જેમ જેમ સમય પસાર થશે તેમ તાલિબાનોના સાચા રંગો બહાર આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment