Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝવનવિભાગની બેદરકારી આવી સામે

વનવિભાગની બેદરકારી આવી સામે

keshod photo
Share Now

વનવિભાગની બેદરકારી 

વાડી વિસ્તારોમાં રોઝ, નીલ ગાય, ભૂંડ અને ગીર વિસ્તારોમાં સિંહ સહીત અનેક ખૂંખાર પ્રાણીઓ આંટાફેરા કરતા હોય છે. આવા પ્રાણીઓ ક્યારેક વાડી વિસ્તારમાં જ બચ્ચાને જન્મ આપતા હોય છે. ત્યારે આવા પ્રાણીઓની જવાબદારી હોય છે વન વિભાગની. પરંતુ કેશોદના શેરગઢમાં વનવિભાગની બેદરકારી સામે આવી છે.

keshod photo

શેરગઢમાં રોઝડીએ બે બચ્ચાને આયો જન્મ 

કેશોદના શેરગઢમાં વાડી વિસ્તારમાં રોઝડી એ બે બચ્ચાને જન્મ આપ્યો હતો. રોજડી તો બચ્ચાને જન્મ આપીને જતી રહી ત્યારે આ બન્ને માસુમ બચ્ચાઓને કુતરા અને જંગલી પ્રાણીઓથી બચાવવા સુરક્ષિત સ્થાને રાખ્યા હતા. ખેડૂતે છકડો રીક્ષામાં સતત બે દિવસ રોઝડીના બચ્ચાની જાણવણી કરી અને વનવિભાગને જાણ કરી હતી. ખેડુતે જાણ કરવા છતાં 24 કલાક સુધી વનવિભાગના એકપણ કર્મચારી ફરક્યા પણ નહિ.

keshod photo

વનવિભાગને જાણ કરતા કર્મચારીઓ બંધ ગાડીમાં બચ્ચાઓ લઇ ગયા

ખેડુતે રોઝડીના બચ્ચા લેવા વનવિભાગને મજબુર કર્યા ત્યારે વનવિભાગે એક બંધ ગાડી સાથે બે કર્મચારી મોકલી આપ્યા હતા. વનવિભાગના કર્મચારીઓ રોઝડીના બચ્ચા તો લઇ ગયા પરંતુ તેની માતા રોઝડી સાથે મિલન કરાવવાના બદલે તેને એનિમલ કેરમાં મોકલી આપ્યા હતા. વનવિભાગના નિયમ મુજબ, રોઝના બચ્ચાને તેમની માતા સાથે મિલન કરાવવું જરૂરી છે ત્યારે વનવિભાગની આ બેદરકારી સામે આવતા નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના અભયભાઇ વ્યાસે વનવિભાગની બેદરકારીના આક્ષેપ કર્યા હતાં હતા.

keshod photo

બેદરકારી સામે પગલા લેવાશે કે કેમ ?

એક તો 24 કલાક સુધી વન વિભાગના અધિકારીઓ બચ્ચાને બચાવવા ફરક્યા નહી અને આવ્યા તો એનિમલ કેરમાં મૂકી આવ્યા ? વનવિભાગના નિયમ મુજબ, રોઝના બચ્ચાને તેમની માતા સાથે મિલન કરાવવું જરૂરી છે. ત્યારે હવે આવી બેદરકારી સામે પગલા લેવાય છે કે નહિ તે જોવું રહ્યું.

keshod photo

જુઓ આ વિડીયો : વેગડી ગામના 3 કારખાના શીલ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment