અમદાવાદ (Ahmadabad)માં સિવિલ હોસ્પિટલમાં આવેલી બી.જે મેડીકલ (B.J. Medical) કોલેજના વિદ્યાર્થીઓ હોસ્ટેલ મુદ્દે ચાર દિવસથી હડતાળ (Strike)પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જે આંદોલન હાલમાં વધુ ઉગ્ર બન્યુ છે. તમામ વિદ્યાર્થીઓ સામાન લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયા હતા અને હોસ્ટેલનો ત્યાગ કરીને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો.
Ahmadabad બી.જે મેડીકલ કોલેજમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજ રાજ્યની સૌથી મોટી અને સૌથી જુની સરકારી મેડિકલ કોલેજ છે, પરંતુ તેમ છતાં આ કોલેજ અને તેમાં અભ્યાસ કરતા એમબીબીએસ (MBBS)ના વિદ્યાર્થીઓને પ્રાથમિક માળખાકીય સુવિધાઓ ન અપાતા ભારે હંગામો થયો છે. એમબીબીએસના છોકરા અને છોકરીઓને હોસ્ટેલની સુવિધા ન મળતા ચાર દિવસથી આંદોલન પર ઉતર્યા હતા. આજે તેઓએ સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો છે. સરકારની પ્રોજેક્ટ ઈમ્પ્લિમેન્ટેશન યુનિટ એજન્સીએ ગર્લ્સ હોસ્ટેલ (Girls Hostel)બિલ્ડીંગના સ્ટ્રકચરની તપાસ કર્યા બાદ હોસ્ટેલ વિદ્યાર્થિનીઓને રહેવા માટે અસુરક્ષિત હોવાનો રિપોર્ટ આપ્યો છે તેમ છતાં પણ સરકાર ગંભીર નથી.
આ પણ વાંચો:ફાયર સેફટી વિનાની 5 શૈક્ષણિક સંસ્થાઓને સીલ કરતી ધ્રાંગધ્રા નગરપાલિકા
Ahmadabad બી.જે મેડીકલના વિદ્યાર્થીઓને સુવિધી નહીં મળે તો…
વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે તમામ વિદ્યાર્થી (Student)ઓ સામાન સાથે મોડી રાત સુધી ડીન ઓફીસની બહાર કોલેજના પ્રાંગણમાં જ બેઠા રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે, જ્યાં સુધી હોસ્ટેલની કે રહેવાની પુરતી યોગ્ય સુવિધા નહી અપાય ત્યાં સુધી તેઓ કેમ્પસમાં જ રહેશે.
જ્ઞાનદીપની પીડિત છાત્રાઓને ન્યાય ક્યારે ? જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4