Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝઅમદાવાદમાં લુંટારુઓ સક્રિય: દિનદહાડે આંખમાં મરચુ નાંખીને કરી કરોડોની લુંટ

અમદાવાદમાં લુંટારુઓ સક્રિય: દિનદહાડે આંખમાં મરચુ નાંખીને કરી કરોડોની લુંટ

Ahmedabad
Share Now

અમદાવાદ (Ahmedabad ) જેવા શહેરમાં પણ લુંટ અને મર્ડર જેવા કિસ્સાઓ વધતા જઇ રહ્યાં છે, લોકડાઉનના સમયમાં લોકોને એકબાજુ નોકરી નથી ત્યારે પૈસા કમાવવા માટે તનતોડ મહેનત કરતા લોકોની હાલત પણ ખરાબ છે. ધીમે ધીમે ગાડી પાટા પર આવી છે, ત્યારે મુંબઇ અને દિલ્હીની જેમ મોટી મોટી ગેંગ અમદાવાદના રસ્તાઓ પર પોલીસના કોઇ પણ ડર વગર ફરી રહી છે. મહેનતની કમાણી જ્યારે આપણા હાથમાંથી જતી રહે તો કેવુ થાય?

શું છે આખી ઘટના?

વસ્ત્રાપુર વિસ્તારમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના કર્મચારી સાથે લુંટનો બનાવ બન્યો હતો જેમાં કર્મચારીની આંખમાં મરચું નાખી અઢી કરોડ લૂંટીને ભાગી ગઇ હતી. અમદાવાદ શહેરમાં બપોર બાદ 2.5 કરોડની લૂંટનો દિલધડક બનાવ બન્યો હતો.

Ahmedabad

CCTV Sc

આ લુંટનો ભોગ બનનાર વ્યક્તિનું નામ મહેન્દ્ર સોમા પટેલ છે, જેમની આંખમાં ભરબપોરે લુંટારીઓ આંખમાં મરચુ નાંખીને પૈસા લુંટી ભાગી રહ્યાં હતા, ત્યારે જનજીકમાં જ ઉભેલી વસ્ત્રાપુર પોલીસે ચોરને પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સીસીટીવી સામે આવ્યા

આ આખી ઘટનામાં અઢી કરોડની લૂંટના બનાવ બન્યાના ફુટેઝ પણ સામે આવી ગયા છે. જેમાં એક એક્ટિવા પર બૂકાનીધારી લૂંટારું આવીને,રોડ પર કાર પાસે ઊભેલા કર્મચારીની આંખમાં મરચાંની ભૂક્કી નાંખીને, કારનો દરવાજો ખોલે છે અને તેમાંથી રૂપિયા ભરેલો નાણાનો થેલો લઈને નાસી છૂટે છે.

robbery: L

Image Courtsey: The Economic Times

પણ પોલીસની બાજ નજરથી તે ભાગી નથી શકતા અને જેવો એક્ટિવા પર લૂંટારું નાસવા જતા હોય છે, ત્યાં ગાડીની પાસે ભોગ બનેલ કર્મચારી પાછળથી એક્ટિવા પકડી રાખે છે. જેના કારણે બીજા લોકો પણ ચોરની પાછળ ભાગે છે. પોલીસે લૂંટારુંને પકડી પાડ્યો છે, અને ફાઇનલી આ કેસમાં ચોરની ધરપકડ થઇ ગઇ છે, આવી ચોરીઓમાં બીજા લોકો પણ સામેલ છે કે નહી તે બાબતે તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: તો શું હવે અર્થતંત્રને ઉબારવા મોદી સરકાર વધુ નોટો છાપવાનું શરુ કરશે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment