Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝAhmedabad: રિવરફ્રન્ટ ખાતે ઉભું થશે નવું નજરાણું,જાણો ઓવરબ્રિજ અને તેની વિશેષતાઓ

Ahmedabad: રિવરફ્રન્ટ ખાતે ઉભું થશે નવું નજરાણું,જાણો ઓવરબ્રિજ અને તેની વિશેષતાઓ

ahmedabad
Share Now

એવું નવું નજરાણું છે જે અમદાવાદીઓને (ahmedabad)રિવરફ્રન્ટ સુધી ખેંચી લાવશે.અને અમદાવાદમાં  વધુ  એક એવું સ્થળ બનવા જઈ રહ્યું છે. જ્યાં તમે ફરવાની મજા તો માણી જ શકશો .સાથે જ સ્વાદિષ્ટ ફૂડની પણ મજા માણી શકશે. સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. પણ તે 9 બ્રિજ સિવાય બીજા બે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં એક મેટ્રો રેલ બ્રિજ અને બીજો છે ફૂટ ઓવરબ્રિજ બનવા જઇ રહ્યો છે.પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થતો ફૂટ ઓવરબ્રિજ સામે પૂર્વ પટ્ટાને જોડે છે.આવા જ બ્રિજ તમે વિદેશોમાં જોયા હશે. પરંતુ તદ્દન તેવો જ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે તૈયાર થઈ રહ્યો છે. જેને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આવનારા થોડા જ દિવસોમાં શહેરજનોને આ નવું નજરાણું મળશે. હાલ આ બ્રિજનું ફ્લોરિંગ અને ફિનિસિંગનું કામ ચાલી રહ્યું છે.તો તમને થોડા સમયમાં તમને નવું નજરાણું જોવા મળી રહ્યું છે.

અમદાવાદના (ahmedabad)નગરજનો માટે એક સારા સમાચાર

અમદાવાદના (ahmedabad)નગરજનો માટે એક સારા સમાચાર છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિવિધ આકર્ષણો ઉભા કરવામા આવી રહ્યા છે. ત્યારે આ જ રિવરફ્રન્ટ ખાતે પૂર્વ અને પશ્ચિમ બાજુ અદ્યતન રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં રમત-ગમતમાં રસ ધરાવતા લોકો વિવિધ રમતોનું કોચીંગ પણ મેળવી શકશે.તો સાથે જ  રમત-ગમતમા રસ ધરાવતા લોકોને જરૂરી સગવડ મળી રહે તેમજ ભવિષ્યમાં અમદાવાદમા (ahmedabad)મોટી સ્પોર્ટ્સ કોમ્પીટીશનના આયોજનને ધ્યાનમા લઇ મહાનગર પાલિકા દ્વારા રીવરફ્રન્ટ પર સ્પોર્ટસ કોમપ્લેક્ષ ઉભા કરાયા છે.પૂર્વ અને પશ્ચિમ એમ બે છેડે આ સ્પોર્ટ્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું રહ્યું છે. પશ્ચિમમાં સરદાર બ્રિજ તથા આંબેડકર બ્રીજની વચ્ચે NIDના પાછળના ભાગે અને પૂર્વકાંઠે દધીચી બ્રિજ અને ગાંધી બ્રિજ વચ્ચે વિવિધ રમતોનો સમાવેશ કરતું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે. જેનું આગામી થોડા દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે.અને અમદાવાદીઓ (ahmedabad)મળશે નવી ભેટ.

23 કરોડના ખર્ચે તૈયાર થયા છે સ્પોર્ટ્સ પાર્ક

પૂર્વ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક 7503 ચોરસ મીટર એરિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 5 ક્રીકેટ પીચ, 2 બાસ્કેટ બોલ-વોલીબોલ કોર્ટ, 320 મીટર જોગીંગ ટ્રેક અને ચિલ્ડ્રન એરિયાનો સમાવેશ કરવામાં આવે છે.આમ બને સ્પોર્ટ્સ સંકુલમાં વિવિધ એક્ટિવિટી આવરી લેવાઈ છે. જેથી અલગ અલગ સ્પોર્ટ્સમાં રસ ધરાવતા લોકો તેનો લાભ લઇ શકે છે.આ બાબતને જ ધ્યાને રાખી તે જ પ્રકારની વ્યવસ્થા પર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કમાં ઉભી કરાઈ છે.રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક 1 વર્ષથી બનીને તૈયાર છે. પણ હવે ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી છે.

અમદાવાદીઓ(ahmedabad)હવે નવા નજરાણાની રાહમાં

પૂર્વમાં બનેલ કોમ્પ્લેક્ષમાં પોલીસ સ્ટેશનની જગ્યાની કામગીરીના કારણે કામ અટકી પડ્યું હતું જે પૂર્ણ થતાં લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. જેને લઈને સ્પોર્ટ્સ સંકુલમાં સફાઈ કામગીરી પર પણ તેટલું જ ધ્યાન અપાઈ રહ્યું છે.લોકોને પોસાય તેવા દર રાખવામાં આવે. જેથી AMCનો હેતુ ફલિત થાય અને વધુમાં વધુ લોકો તે રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કનો લાભ લઈ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધી પોતાનું,પરિવારનું સાથે જ શહેર અને રાજ્યનું નામ રોશન કરી શકે છે.તો અમદાવાદીઓ(ahmedabad)હવે નવા નજરાણું હતું.

ahmedabad

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

પશ્ચિમ કાંઠાનું રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક

પશ્ચિમ કાંઠે તૈયાર કરવામાં આવેલા રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્કની વાત કરવામાં આવે તો આ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક 37040 ચોરસ મીટર એરિયામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 4 ક્રીકેટ પીચ, 5 ટેનીસ કો્ર્ટ, 4 ટેબલ ટેનિસ કોર્ટ, 4 મલ્ટીપલ સ્પોર્ટસ કોટ, સ્કેટીંગ રીંગ અને સ્કેટ બોર્ડ, 800 મીટર જોગીગ ટ્રેક, યુટીલીટી બીલ્ડીંગ અને ટોયલેટ બ્લોકનો સમાવેશ થાય છે.ફૂટ ઓવરબ્રિજનું કામ 2018માં શરૂ કરાયુ હતું.ફૂટ ઓવરબ્રિજ કુલ 79.29 કરોડના ખર્ચે તૈયાર થશે.બ્રિજની લંબાઈ 300 મીટર જ્યારે વચ્ચેના ભાગે પહોળાઈ 10થી 14 મીટર છે.ફૂટ ઓવર બ્રિજ 2600 મેટ્રિક ટન લોખંડથી તૈયાર કરાયો છે.ફ્લોરિંગ અને ફિનિસિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે

બ્રિજ ત્રણ મહિનામાં પૂર્ણ થવાની શકયતા

 ત્રણ મહિનામાં પૂર્ણ થવાની શકયતા છે.બ્રિજનો રંગ બદલાતો દેખાય તેવી LED લાઈટ મુકવામાં આવશે.બ્રિજ પર ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ હશે.ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવા માટે આ પહેલા બે વાર ટાઈમલાઈન આપવામાં આવી હતી. પંરતું હજી પણ કામ પૂર્ણ નહીં થતા ત્રીજીવાર માર્ચ-2022માં કામ પૂર્ણ થશે તેવી ટાઈમલાઈન આપવામાં આવી છે. આશા છે કે હવે આ ફૂટ ઓવરબ્રિજની કામગીરી ત્વરીતે પૂર્ણ થાય અને અમદાવાદીઓને (ahmedabad) એક નવું નજરાણું માણવાની મજા મળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

 

No comments

leave a comment