Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝકેન્સરના દર્દીઓ માટે મદદરુપ થઈ અમદાવાદની રિયા મહેતા, પેઈન્ટિંગ વેચી કરે છે મદદ

કેન્સરના દર્દીઓ માટે મદદરુપ થઈ અમદાવાદની રિયા મહેતા, પેઈન્ટિંગ વેચી કરે છે મદદ

Ahmedabad
Share Now

આપણો શોખ જ્યારે જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી નીવડે ત્યારે તે સાર્થક થતુ ગણાય છે. આવા ઘણા લોકો હોય છે જેમનો શોખ અન્ય લોકો માટે પણ ઉપયોગી બને છે. આવી જ એક અમદાવાદ (Ahmedabad) ની છોકરી છે. જેને ચિત્રકળાનો ઘણો શોખ છે. આથી તે જાતે જ પેઈન્ટિંગ્સ તૈયાર કરે છે અને તેમાંથી જે આવક તેને મળે છે તે કેન્સર પીડિત લોકોની સહાય માટે વાપરે છે. અમદાવાદની આ રિયા મહેતા તેને બાળપણથી જ પેઈન્ટિંગ કરવાનો શોખ છે. અત્યાર સુધીમાં તેણે 35 જેટલા વિવિધ પ્રકારના પેઈન્ટિંગ તૈયાર કર્યા છે. આ તમામ પેઈન્ટિંગ્સનું ઘરે જ એક્ઝિબિશન કરીને તેનું વેચાણ કરી છે. તેમાંથી મળેલી રકમને દાનમાં આપે છે. રિયા મહેતાએ એક જ વર્ષમાં કેન્સરના દર્દીઓને રૂપિયા 1 લાખની મદદ કરી છે.

Ahmedabad ની રિયા મહેતાને પેઈન્ટિંગનો છે શોખ

કોઈની પણ મદદ કરવા માટે કોઈ ઉંમર કે વિઘ્ન નડતા નથી. બસ, તમારી ઈચ્છા ઘણી પ્રબળ અને સાચી હોવી જોઈએ. આ વાતને સાર્થક કરતા અમદાવાદ(Ahmedabad)ની રિયા મહેતાએ સાબિત કર્યુ છે. ધોરણ 12માં અભ્યાસ કરતી રિયા 4 વર્ષની વયથી જ ચિત્રો દોરે છે. કોવિડના લીધે લોકડાઉન દરમિયાન રિયાએ તેના ઘરે જ પેઈન્ટિંગનું એક્ઝિબિશન કર્યુ હતુ. તેની આ ચળવળને સારો એવો પ્રતિશાદ મળ્યો અને તેના તમામ 35 પેઈન્ટિંગ વેંચાઈ ગયા હતા.

એક જ વર્ષમાં રિયાના વહેંચાયેલા પેઈન્ટિંગમાંથી 1 લાખથી પણ વધુની રકમ મળી હતી, જે તેણે કેન્સરના દર્દીઓ માટે કામ કરતા તમામ NGOને આપ્યા હતા. રિયા મહેતાના આ કાર્યની જાણ થતા, તેના મિત્ર વર્તૂળ અને સંબંધીઓએ તેનો સંપર્ક કર્યો તથા પેઈન્ટિંગ્સ ખરીદવા માટે કહ્યું. આ સંપર્ક પાસેથી તેને નવા 15 પેઈન્ટિંગ બનાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. ભણતરની સાથે સાથે જ આ પેઈન્ટિંગ્સ બનાવી રહી છે.

આ પણ વાંચોઃ-  આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે: સી. આર. પાટીલ

રિયાએ ગુમાવ્યા હતા કેન્સર પીડિત દાદા-દાદીને

રિયા જણાવે છે કે, તેના દાદા-દાદીને કેન્સર હતુ, જેના લીધે તેના દાદા-દાદી મૃત્યુ પામ્યા હતા. અહીંથી તેણી જાગૃત થઈ અને અન્ય લોકોને તેમના સ્વજનોથી વિખૂટા પડવાનો વારો ના આવે તે માટે તેને કેન્સર પીડિત લોકો માટે કંઈક કરવાનું નક્કી કર્યુ. ત્યારબાદ માતા-પિતાની પ્રેરણા અને મદદથી પેઈન્ટિંગ બનાવવાનું શરૂ કર્યુ ને તેનું વેંચાણ શરુ કર્યુ હતુ.

રિયાના પિતા શાલિન મહેતા જણાવે છે કે, રિયાને ફક્ત પેઈન્ટિંગ જ નહીં પણ લખવાનો પણ ખૂબ શોખ છે. આથી તેણી પેઈન્ટિંગ્સમાં ટૂંકી કવિતા પણ લખે છે. 9 વર્ષની ઉંમરથી જ તેને લખવાનો શોખ છે. તેના આજ શોખના લીધે આજે તેણી કેન્સર પીડિત લોકોને મદદ કરી શકવામાં સાર્થક બની છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment