ગુજરાત સરકારની મોટી પહેલ: દેશમાં નાગરિકતા કાયદાને લઇને એક હોબાળો મચી રહ્યો છે, પણ ભારતની નાગરિકતા માટે વર્ષોથી રાહ જોઇને બેઠેલાં અંદાજે 1 હજાર મહિલાઓ અને પુરુષો છે.
જેમને છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાગરિકતા (Indian Citizenship) મળી હોય, પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતિ મહિલા સમુદાયોની પુરુષ મહિલાઓનો સમાવેશ થાય છે.
ડિસેમ્બર 2016 માં કેન્દ્રીય ગૃહમંત્રાલય તરફથી એક પરિપત્ર પણ રજૂ કરાયો હતો, જેના અંતર્ગત અમદાવાદ, કચ્છ અને ગાંધીધામના જિલ્લા કલેક્ટરને સ્થાનીય સ્તર પર દેશની નાગરિકતા પ્રમાણપત્ર આપવાનો અધિકાર સોંપવામાં આવ્યો. જે બાદ રાજકોટ અને પાટણ જિલ્લા કલેક્ટરને પણ આનો અધિકાર આપવામાં આવ્યો હતો. અને વડોદરા, મોરબીને પણ આનો અધિકાર આપવામાં આવ્યો હતો.
2017 થી અત્યાર સુધી અંદાજે 868 લોકોને ભારતની નાગરિકતા આપવાનું કામ
અમદાવાદ કલેક્ટર કાર્યાલયે 2017 થી અત્યાર સુધી અંદાજે 868 લોકોને ભારતની નાગરિકતા આપવાનું કામ કર્યું છે.અંદાજે 7 વર્ષ સુધી દેશમાં એક સ્થાન પર રહેનારા વિદેશી નાગરિક, ધાર્મિક લઘુમતી અને સંવૈધાનિક પ્રક્રિયાઓનું પાલન કરનારાઓને આનું પાત્ર માનવામાં આવે છે. અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલેએ ગત રવિવારના રોજ 11 પાકિસ્તાની હિંદુઓને ભારતની નાગરિકતાનું પ્રમાણપત્ર સોંપ્યું હતુ, આ સિવાય નાગરિકતા માટે કરવામાં આવેલી 9 અરજીઓ સ્વીકારવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકારની ખાનગી એજન્સી, રાજ્ય પોલીસ તપાસ બાદ નો વાંધા પ્રમાણપત્ર મળ્યા બાદ જ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે.
ભારતની નાગરિકતા મળી (Indian Citizenship)
ગુજરાતમાં અંદાજે એક હજાર લોકોને આ વીતેલા વર્ષોમાં ભારતની નાગરિકતા મળી છે. ગુજરાત સરકારની આ મોટી પહેલ કહી શકાય છે. કલેક્ટર સાંગલેના અનુસાર, ભારતની નાગરિકતા માટે આ લોકો વર્ષોથી રાહ જોઇને બેઠા હતા, ત્યારે ભારતની નાગરિકતા મળી ગયા બાદ એવુ લાગે છે કે તેમને નવુ જીવન મળી ગયુ હોય.
નાગરિકતા માટે ગુજરાતમાં થાય છે રોજ અરજીઓ
નાગરિકતા સંશોધન કાયદો 2019 મુજબ, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતી સમુદાય એટલે કે ત્યાંના હિંદુઓ, શીખ, જૈન, પારસી, ઇસાઇ તથા બૌદ્ધધર્મ અનુયાયીઓને નાગરિકતાનો અધિકાર પ્રદાન કરે છે.
પહેલા ભારતની નાગરિકતા લેવા માટે 11 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી પણ હવે 2016ની સૂચના બાદ 7 વર્ષ ભારતમાં રહેનારાઓને નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતની આ પહેલ સરાહનીય છે. ભારતની નાગરિકતા ઇચ્છનારાઓમાં આ દેશોના હિંદુ ધર્મના લોકોની જ સંખ્યા વધારે હોય છે.
ટેકનિકી કારણોથી અનેક વખત નાગરિકતા આપવામાં સમય પણ લાગતો હોય છે. જેના કારણે કામ અટકી પણ પડે છે. આની માંગ કરનારાઓને વિઝા, ગુનાકીય રેકોર્ડ, 7 વર્ષ રહેવાની સાથે સાથે ભારતના સંવિધાનનું પાલન કરનારાઓને જ નાગરિકતાના યોગ્ય માનવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરની મધ્યમાં જે દેવી કરે છે શહેરનું રક્ષણ એવા ભદ્વકાળી માતા