Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝઅમદાવાદમાં 14 વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસનો પ્રથમ કેસ

અમદાવાદમાં 14 વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસનો પ્રથમ કેસ

fungal-infection
Share Now

દેશમાં કોરોના(Corona)ના ખતરો વધી રહ્યો છે, ત્યારે મ્યુકોરમાઈકોસિસને કોરોના બાદની મહામારી જાહેર કરાઈ ચૂકી છે.આ મહામારીનો અત્યાર સુધી ડાયાબિટીસના દર્દીઓ અને કો-મોર્બિટ દર્દીઓ શિકાર થતા હતા. મહામારી મ્યુકોરમાઈકોસને લઈને અમદાવાદથી વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર ગુજરાતમાં એવો કિસ્સો સામે આવ્યો છે, 15 વર્ષના બાળકમાં મ્યુકોરમાઇકોસિસ  (mucormycosis) નો પ્રથમ કેસ જોવા મળ્યો છે. ઓપરેશન દરમિયાન બાળકના જમણી સાઈડના દાંત પણ કાઢવા પડ્યા છે.

ઓપરેશન કરીને તેનો કિશોરનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. આ સાથે જ આ બાળકનાદાંત પણ કાઢવા પડ્યા હતા. આ બાળક ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં છે. જ્યાં પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ કિશોરને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો.

  • નાકમાંથી બ્લેક કલરનું ડિસ્ચાર્જ નીકળે ત્યારે તાત્કાલિક ડોક્ટરને બતાવી દેવું.
  • જો તમને કોરોના થયો હોય તે બાદ પણ નાક અને મોઢાનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહેવું જોઇએ
  • ઓપરેશન કરીને તેનો કિશોરનો ડેમેજ થયેલો તાળવાનો ભાગ હટાવવો પડ્યો હતો. તથા દાંત પણ કાઢવા પડ્યા

મ્યુકોરમાઇકોસિસિ બીમારીના લક્ષણો

  • આંખ લાલ થઇ જવી
  • નાકમાંથી લોહી નીકળવુ
  • આંખની આસપાસ દુખાવો થવો
  • આંખમાંથી પાણી આવવુ
  • તાવ આવવો
  • કફિંગ થવુ
  • મોસ્ટલી કેસમાં બ્લડની વોમેટ થવી

 

શું છે મ્યુકોરમાઇકોસિસ?

બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે,ખાસ કરીને દર્દીઓ ડાયાબિટીસથી પીડિત છે.

શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, બેક્ટેરિયા સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે,જેના કારણે  મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં પણ ઓગળી જાય છે. તાત્કાલિક દર્દીને જો સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થાય છે.

આમ તો રાજ્ય સરકારે બ્લેક ફંગસ, મ્યુકોરમાઇકોસિસને મહામારી ઘોષિત કરી દીધી છે. બધા જ દેશોમાં રાજ્યની મેડિકલ ટાઇમ રિસર્ચ ટીમ આ વિશે તપાસ કરી રહી છે કે કોરોના રિપોર્ટ નેગેટીવ આવવાને કારણે લોકોમાં બ્લેક ફંગસના લક્ષણો કેમ જોવા મળે છે. સવાલ એ પણ છે કે અત્યાર સુધી બાળકોમાં કોરોનાના કેસ બરોડા, સુરત,અમદાવાદ જેવા મોટા શહેરોમાં જોવા મળી રહ્યાં છે. જોકે દિલ્હી રાજસ્થાન, ગુજરાત, તમિલનાડુ,કોલકાતા જેવા શહેરોમાં બાળકોમાં કેસ જોવા મળી રહ્યાં છે. અમદાવાદની જો વાત કરીએ તો અત્યાર સુધી 1500 જેટલા બ્લેક ફંગસના કેસ દર્જ થઇ ચુક્યા છે. દેશમાં ઘણી જગ્યાએ મ્યુકોરમાઇકોસિસના કેસ સામે આવી રહ્યાં છે. આ કેસમાં દર્દીઓની આંખો પણ જઇ રહી છે.તેમજ તેની મૃત્યુ પણ થઇ રહી છે.

 

દેશમાં જ્યારે એકબાજુ કોરોનાના કેસમાં વધારો અને બીજી બાજુ બ્લેક ફંગસ જેવી બીમારીઓ આવી રહી છે ત્યારે દેશના લોકોએ ખુબ જ સાવચેત રહેવાની જરુર છેે. માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટનસિંગ જાણવો

આ પણ વાંચો: દેશમાં થઇ રહ્યો છે મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો, શું છે લક્ષણો

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment