Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 17.
Homeન્યૂઝAhmedabad: પતિ સમય ન આપી શકતાં પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થયો અને…

Ahmedabad: પતિ સમય ન આપી શકતાં પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ થયો અને…

Ahmedabad
Share Now

આજના યુગમાં સંબંધ પર નાની નાની વાતને લઇને અસર પહોંચતી હોય છે. પતિ પત્નિઓ વચ્ચેના સંબંધમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારેક તો ઝઘડો આગળ પહોંચી જતા ડિવોર્સ સુધી વાત પહોંચી જતી હોય છે. જોકે આવામાં કેટલીક વખત પારીવારીક સંબંધો તો કેટલીક વાર શારીરિક સુખ પણ ભાગ ભજવતો હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદ (Ahmedabad)થી સામે આવ્યો છે.

Ahmedabad માં પતિ નોકરીને લઇ પત્નીને ટાઇમ નહતો આપતો

અમદાવાદમાં રહેતા એક દંપતી (Couple)નું જીવન સારી રીતે આગળ વધી રહ્યુ હતુ. પરંતુ આ તમામ વચ્ચે પતિને ઓફીસ (Office)ના કોઇ પણ કારણોસર સતત બહાર જવાનુ થતુ હતુ. આ કારણે તે પત્નીને સમય આપી શકતો નહતો. તો બીજી તરફ આ જ કારણને પગલે ઘરમાં એકલી રહેતી પત્નીનું દિલ અન્ય જગ્યા પર લાગી ગયુ હતું.

મહિલાને લગ્ન પહેલા એક મિત્ર હતો, પતિ જ્યારે પણ કોઇ કામ કાજથી બહાર હોય ત્યારે પત્નીની મિત્ર સાથે વાતચીત વધી ગઇ હતી અને આ વાતચીત વધી જતા તે ક્યારે પ્રેમમાં પરીણમી તેની જાણ બંનેને થઇ નહતી. આખરે બંનેએ ભાગી જવાનું નક્કી કર્યુ હતુ.

આ પણ વાંચો: Suicide Machine: માર્કેટમાં આત્મહત્યા કરવાનું મશીન ચર્ચામાં, આંખના પલકારાથી જ થઇ જશે મોત

Ahmedabad ની ઘટનામાં કાઉન્સેલિંગ બાદ દંપતીને ભૂલ સમજાઇ

કાઉન્સેલિંગ બાદ પતિએ કબુલ્યુ હતું કે, તે નોકરી (Job)ના વ્યસ્તતાના કારણે પત્નીને સમય આપી શકતો નહતો. તેને પોતાની ભૂલ સમજાતા માફી માગી હતી અને પત્નીને પુરો સમય આપવા બાંહેધરી આપી હતી.

હેમા અને સંજીવના બ્રેકઅપનું કારણ જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment