કોરોનાના (Corona) કેસ વધતા અટકાવવા માટે હાલ આપણી પાસે વેક્સિનેશન સિવાય કોઈ બીજો રસ્તો નથી. જેથી કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી બને છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર સ્થળો, AMTS, BRTS બસ હોય કે ફરવાના સ્થળો ઉપર પ્રવેશ માટે વેકસીન ફરજીયાત કરી દીધી છે.
મનપા ફરી એકવાર આકરા પાણીએ
રાજયમાં હાલ કોરોનાના કેસો આવી રહ્યા છે.અને અમદાવાદમાં તંત્ર દ્વારા પુરતી કાળજી લેવામાં આવી રહી છે. કોરોના રસીકરણ મામલે મનપા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યું છે. મનપા સંચાલિત સ્થળો પર કોરોના વેક્સિનેશન સર્ટીફીકેટ વગર પ્રવેશ આપવામાં આવશે નહીં. અને જેમણે પણ વેકિસ્ સંચાલિત સ્પોર્ટ કોમ્પ્લેક્ષ તેમજ હરવા-ફરવાના સ્થળો અને સિવિક સેન્ટરો પર 18 વર્ષથી ઉપરના વેક્સીન ન લીધેલ લોકોને પ્રવેશબંધી કરવામાં આવશે. જામનગર શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી 100 % પૂર્ણ કરવા મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફરીથી શહેરમાં કોરોના(Corona) પોઝિટિવ કેસ સંખ્યામાં વધારો થતાં આ નિયમ ફરી લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
હવે ફરી તમામ જગ્યાએ વેક્સિન સર્ટિફિકેટ ચેક કરાશે
18 વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ પ્રથમ ડોઝ લીધેલ ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ બીજો ડોઝ ન લીધેલ હોય તેવા વ્યકિતઓને AMC દ્વારા કાર્યરત AMTS, BRTS, કાંકરિયા લેકફ્રન્ટ, કાંકરિયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જિમખાના, સ્વિમિંગ પુલ, એ.એમ.સી.સ્પોર્ટ્સ કોમ્લેક્સ, સિટી સીવીક સેન્ટર અને કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા કોરોના વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઇને હવે તમારે અમદાવાદમાં કોઈપણ જગ્યાએ જવું હશે તો વેકસીનના બે ડોઝ લીધેલા હોવા જરૂરી બની ગયા છે.તો હવે કોઇ અમદાવાદી રસી લેવામાં બાકી હોય તો તેમણે વહેલી તકે રસી લઇ લેવી જોઇએ.
આ તમામ સ્થળોએ વેક્સિનેટ લોકોને જ પ્રવેશ મળશે
AMCના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વિમિંગપૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડીંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે ન માત્ર પહેલો ડોઝ પણ બીજો ડોજ પણ લેવો ફરજિયાત છે.કોર્પોરેશનની તમામ બિલ્ડિંગમાં પ્રવેશ પહેલા વેક્સિનના સર્ટિફિકેટ તપાસવામાં આવશે. તમને જણાવીએ કે અગાઉ AMC દ્વારા આ નિયમ એક મહિના પહેલા લેવાયો હતો. કોરોનાના(Corona)કેસો વધવાની સાથે હવે ફરી એકવાર આ નિયમ શરૂ કરાયો છે ત્યારે કેટલા દિવસ ચેકિંગ થશે તેના પણ એક સવાલ છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4