Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeટ્રાવેલઅમદાવાદનું વન ટ્રી હોલ ગાર્ડન..અહીનું ડચ કબ્રસ્તાન અમદાવાદના ઈતિહાસનું સાક્ષી

અમદાવાદનું વન ટ્રી હોલ ગાર્ડન..અહીનું ડચ કબ્રસ્તાન અમદાવાદના ઈતિહાસનું સાક્ષી

GARDAN
Share Now

એક એવું કબ્રસ્તાન(kabristan)..જે એક બગીચા તરીકે જાણીતું છે.અને તે પણ શહેરની મધ્યમાં.જ્યાંથી તમે અનેક વખત પસાર થયા હશો તેમ છતાં આ કબ્રસ્તાન તમારી જાણ બહાર છે.કેમકે આ જગ્યા અમદાવાદ શહેરમાં કાંકરિયા તળાવ નજીક આવેલી છે.જે વન ટ્રી હીલ ગાર્ડન તરીકે ઓળખાય છે..પરંતુ અહી આવેલી કબરો ઐતિહાસિક છે..હવે આ કબરો કોની છે.અને તેનું ઐતિહાસક મહત્વ જાણવું પણ એટલું જ રસપ્રદ છે.તો તેની સાથે અહિંયા અમદાવાદ સાથે બહારના લોકો પણ મુલાકાત લેવા આવતા હોય છે.

અમદાવાદ એક ઐતિહાસિક શહેર

અમદાવાદ શહેરનો ઈતિહાસ રોચક છે..અહી આવેલો સાબરમતી આશ્રમ, પોળ, દરવાજા. કાંકરિયા તળાવ, ઝૂલતા મીનારા સહિત અનેક ઐતિહાસિક ધરોહરનું આ શહેર સાક્ષી છે.તો સાથે અહિંયાની ખાણીપીણી પ્રખ્યાત પણ છે.પરંતુ આજે આપણે વાત કરીશું એક એવી ઐતિહાસિક કબરોની.જ્યાં આજે એક સૂંદર મજાનો બગીચો છે.જે વન ટ્રી હીલ ગાર્ડન તરીકે જાણીતું છે.

આ કબરો(kabristan)પાછળનો શું છે ખાસ ઇતિહાસ   

પ્રકૃતિના સૌદર્ય વચ્ચે ખીલી ઉઠ્યો છે આ બગીચો..જેમાં એક ઐતિહાસક ધરોહરની સૂગંધ પણ આવી રહી છે.અહીનું સ્થાપત્ય સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરે છે.અહી આવેલી કબરોનો ઇતિહાસ રોચક છે.આ કબરો કોની છે.અને તેનો સમયગાળો કયો હતો.તે જાણવું એટલું જ જરુરી છે. તક્તી પરના લખાણથી એટલો તો ખ્યાલ આવી ગયો કે અહી ડચ લોકોનું કબ્રસ્તાન હતું.પરંતુ તે કઈ સદીનું છે તે એક સવાલ હતો.કહેવાય છે ઈસ 17મી-18મી સદીમાં હોલેન્ડથી ડચ લોકોએ ગુજરાત આવીને વસવાટ કર્યો.તે સમયે ગુજરાત ડચ લોકો માટે વેપારનું મુખ્ય મથક હતું.અહી તેઓ સુતરાઊ કાપડ, સુતર અને ગળીનો વેપાર કરતા.કેટલાક ડચ લોકો અમદાવાદમાં સ્થાઈ થયા હતા.પોતાના સ્વજનોના મૃત્યુ થતાં અહી તેઓ કબરો બંધાવી હતી.આ કબરોનું સ્થાપત્ય મિશ્ર શૈલીનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.અહી આવેલી કેટલીક કબરો પર ડચ અને લેટિન ભાષામાં લખાણ છે…આ ડચ લોકો ટોમ્બ યુરોપિયન સ્ટાઈલને લઈ ગુજરાતમાં જાણી થયા હતા.કબરો પરનું ઉભા અને અણીદાર સ્થાપત્ય મિશ્ર શૈલનું હોવાનું મનાય છે.જે આજે પણ પ્રવાસીઓમાં આકર્ષણનું તેન્દ્ર છે.kabristan

આ પણ વાચો :સોનેરી ઇતિહાસનો સાક્ષી સોનગઢ કિલ્લો

અમદાવાદના આ નજરાણાથી ખુદ અમદાવાદવાસીઓ પણ અજાણ

અમદાવાદ એક ઐતિહાસ શહેર હોવાથી દેશ વિદેશના પ્રવાસીઓ અહીની મુલાકાતે આવે છે.જેઓ કાંકરિયા નજીક આવેલા વન ટ્રી હોલ ગાર્ડનની મુલાકાત લેવાનું પણ ભુલતા નથીતો ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે આ ડચ ટોમ્બ અભ્યાસનો વિષય પણ બન્યું છે.જો કે અમદાવાદના આ નજરાણાથી ખુદ અમદાવાદવાસીઓ પણ અજાણ છે.છેલ્લા 400 વર્ષથી અમદાવાદ વિદેશી લોકોનું ઠેકાણું બન્યું છે..પોતાની રીતે ધબકતા આ શહેરને વિદેશીઓ પણ કોઈના કોઈ રીતે પોતાનું યોગદાન આપતા ગયા છે.જેમાં 17મી સદીમાં હોલેન્ડથી આવેલા ડચ લોકોનું આ યોગદાન પણ અમદાવાદનો અમૂલ્ય વારસો છે..જેને નકારી શકાય તેમ નથી..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment