Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝભગવાન જગન્નાથની ૧૪૪મિ રથયાત્રા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઇ

ભગવાન જગન્નાથની ૧૪૪મિ રથયાત્રા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઇ

C
Share Now

અમદાવાદમાં  ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા(Rathyatra) શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઇ છે. આજે સવારે પહિંદ વિધિ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે  કરવામાં  આવી હતી. પહિંદ વિધિ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. પરંપરાગત રીતે મંગળા આરતી સવારે 4 વાગે કરવામાં આવી હતી. ઇતિહાસમાં પ્રથમ વાર ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તો વિના નીકળી હતી.  અમદાવાદની ૨૨ કિલોમીટરની રથયાત્રા દર વખતે 14 કલાક સુધી ચાલે છે. પરંતુ આ વખતે કોરોના ગીદ્લૈન પ્રમાણે માત્ર ૪ કલાકમાંજ રથયાત્રા પૂર્ણ થઇ ગઈ હતી.

અમિત શાહે કરી મંગળા આરતી 

પરંપરાગત રીતે રથયાત્રાના(Rathyatra) દિવસે વહેલી સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારે આ પરંપરા અનુસાર અમિત શાહે સવારે વહેલા ૪ વાગે ભગવાન જગન્નાથની મંગલા આરતી કરી હતી. અને ભગવાન જગન્નાથ આ શીશ જુકાવ્યુ હતું.  

માત્ર ૧૦ મિનીટ મોસાળમાં કર્યું રોકાણ 

પરંપરાગત રીતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પહિંદવિધિ પૂર્ણ કર્યા બાદ  સવારે સાત વાગ્યે રથ ખેંચીને રથનું પ્રસ્થાન કરાવ્યુ હતુ. ત્યારબાદ રથયાત્રા કોઇપણ જગ્યાએ રોકાણ કર્યા વગર ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોચી હતી.  અને મોસાળમાં ૧૦ મિનીટ રોકાણ કરીને  રથયાત્રા નિજ મંદિર પરત ફરી હતી. આજે આખી રાત ભગવાન જગન્ન્નાથ, બલભદ્રજી, અને  બહેન સુભદ્રાજી રથમાંજ રોકાશે. અને આવતી કાલે વહેલી સવારે ત્રણેય મૂર્તિઓને  વિધિવત રીતે મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

ભક્તો વિનાજ નીકળી રથયાત્રા 

 

આમ્દાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા(Rathyatra) કોરોના ગાઈડલાઈનને કારણે ભક્તો વિનાજ નીકળી હતી. ત્યારે રથયાત્લોરાના રૂટ પર રહેતા લોકોએ ભગવાન જગન્નાથના પોતાની અગસીમાંથીજ દર્શન કર્યા હતા. તેમજ રથયાત્રા પર પુષ્પ વરસાવ્યા હતા. રથયાત્રાના સમગ્ર રૂટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. કોરોના મહામારીને કારણે ભક્તો વિનાજ રથયાત્રા નીકળી હતી. ત્યારે તંત્ર દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર બેરીકેટસ ગોઠવવામાં અઆવ્યા હતા. આમ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા કોરોના મહામારીને કારણે ભક્તો વિનાજ નીકળી હતી.

rathyatra, ahmedabad rathyatra, ahmedabad news

PC- PADIPSDIN JADEJA FACEBOOK

આ પણ વાંચો:ઉત્તર પ્રદેશ ATSએ આતંકવાદીઓની કરી ધરપકડ

યજમાનોએ ભર્યું મામેરું 

કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રાને કોઇપણ જગ્યાએ રોકાણ કર્યા વગર એમના મોસાળ સરસપુર ખાતે લઇ જવામાં આવ્યા હતા. સરસપુર પહોચ્યા બાદ યજમાનો દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું હતું. યજમાનો દ્વારા ત્રણેય ભાઈ બહેનોને સોના ચાંદીના ઘરેણા અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ બ્બહેન સુભદ્રાને શણગાર પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અને માત્ર ૧૦ મીનીટમાં રથયાત્રા નિજ મંદિર પરત ફરી હતી. દરવર્ષે રથયાત્રા ભગવાનના મોસાળમાં દોઢ કલાક સુધી રોકાતી હોય છે અને ત્યાં સમૂહ ભોજન પણ થતું હોય છે. પરંતુ કોરોના ગાઈડલાઈનને કારણે આં વખતે સમૂહ ભોજનની વ્યવસ્થા કરવામાં નહોતી આવી. અને માત્ર ૧૦ મીનીટમાં મામેરું ભરીને રથયાત્રા નિજ મંદિર પરત ફરી હતી.

ગુરુ પૂર્ણિમા સુધી આપવામાં આવશે પ્રસાદ

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે આ વખતે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને શરતી મંજૂરી આપી હતી.  જેને લીધે આ વખતે ભક્તો રથયાત્રામાં જોડાઈ શક્યા નહતા. અને તમામ ભક્તોએ આ વખતની રથયાત્રાના દર્શન લાઈવ કવરેજના માધ્ય્મથીજ કર્યા હતા. તેમજ રથયાત્રા દરમ્યાન પ્રસાદ પણ વહેચવામાં નહોતો આવ્યો. જોકે ગુરુ પૂર્ણિમા સુધી મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથનો પ્રસાદ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે કોરોનાની મહામારીને કારણે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે રથયાત્રા નીકળવા માટે સરકારે શરતી મંજૂરી આપી હતી.  ત્યારે ભગવાન જગન્નાથની ૧૪૪મિ રથયાત્રા કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે નીકળી હતી. અને શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઇ ચુકી છે. જેને લઈને ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સામાન્યરીતે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો જોડાતા હોય છ્હે. પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે રથયાત્રામાં ત્રણ રથ અને 5 વાહનો સિવાય અન્ય વાહનો સાથેજ રથયાત્રા નીકાળવામાં આવી હતી.  

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment