Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeન્યૂઝઅમદાવાદ: દરિયાપુરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો

અમદાવાદ: દરિયાપુરમાં વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો

Attack
Share Now

અમદાવાદના દરિયાપુરમાં પોલીસ અને ટોરેન્ટની ટીમ પર હુમલો (Attack) કર્યો છે.શહેરના દરિયાપુર વિસ્તારમાં ટોરેન્ટ પાવરનું વીજ ચેકિંગનું મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. તે સમય દરમિયાન ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યાની ઘટના બની હોવાનું સામે આવી છે.

દરિયાપુર વિસ્તારની તંબુ ચોકી નજીક નગીના પોળ પાસે પથ્થરમારો થયો છે. જેમાં ટોરેન્ટ પાવરના 4 કર્મીઓ અને 4 પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર છે. સમગ્ર બનાવમાં પોલીસે જવાબદારો સામે ગુનો નોંધીને કોર્યવાહી કરવા પ્રયાસ શરૂ કર્યો છે.

વીજ ચેકિંગ દરમિયાન ટોરેન્ટની ટીમ અને પોલીસ પર પથ્થરમારો(Attack)

મળતી માહિતી પ્રમાણે, દરિયાપુર વિસ્તારમાં કેટલાક લોકો વીજ ચોરી કરતા હોવાની જાણ ટોરેન્ટ વિભાગને જાણ થઇ હતી. ટોરેન્ટ પાવરે આ વિસ્તારમાં વીજચોરી માટે સર્ચ ઓપરેશન કરવા માટે પોલીસની મદદ પણ મંગાઈ હતી. જેથી દરિયાપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો ખડકાયો હતો.

જેની સાથે  1 DCP, 2 ACP અને 1 PI સહિત 200 પોલીસનો કાફલો રેડમાં સામેલ થયો હતો. ટોરેન્ટ પાવરમાં 20 અધિકરી સહિત 150થી વધારે કર્મચારીઓ દ્વારા અહીં દરોડા પાડવાની કવાયત હાથ ધરાઈ હતી.તે દરમિયાન ત્યાના લોકો દ્વારા હુમલો(Attack) કરવામાં આવ્યો હતો.

Attack

આ પણ વાંચો: સૌથી મોટું પરિવર્તન: રેશિયો બદલાયો, પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વધી

લોકોએ જ અઘિકારીઓ અને પોલીસ પર પથ્થરમારો(Attack )કર્યો 

આજે સવારે દરિયાપુર વિસ્તારમાં આવેલી નગીના પોળ અને તેની આસપાસના વિસ્તારમાં ટોરેન્ટની ટીમ પોલીસ સાથે સર્ચ કરવા માટે ગઇ હતી.તેમને કોઇ માહિતી મળી હતી કે ત્યાં હાલ વિજ ચોરી કરવામાં આવી રહી છે.તો તેના આધારે તેઓ તપાસ કરવા પહોંચી ગયા હતા.આ દરમિયાન કેટલાક લોકોએ ટોરેન્ટના અધિકારીઓ અને પોલીસ પર હુમલો(Attack) કરી દીધો હતો.

આ હુમલામાં ટોરેન્ટના ચાર અને પોલીસના ચાર જવાનને ઇજા પહોંચી હતી.પોલીસ પર હુમલો (Attack)થવાની જાણ થતા અન્ય પોલીસની ટીમ બનાવના સ્થળે મોકલી દેવામાં આવી હતી. હાલ સ્થાનિક પોલીસ દ્વારા હુમલો કરનાર સામે ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment