Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝતિરંગા પ્રેમી: રાષ્ટ્રીયતાની જવાબદારી નિભાવવા રોજ ફરકાવે છે તિરંગો

તિરંગા પ્રેમી: રાષ્ટ્રીયતાની જવાબદારી નિભાવવા રોજ ફરકાવે છે તિરંગો

Share Now

આપણે રાષ્ટ્ર ધ્વજને વર્ષમાં માત્ર 2 જ દિવસ સલામી આપીને રાષ્ટ્ર પ્રત્યેયની ભાવના વ્યક્ત કરીએ છીએ અને ગર્વ અનુભવની વાતો અને ભાઈચારાની એકતાની વાતો પણ કરીએ છીએ. પરંતુ સિદ્ધપુરનું નાનકડું એવું નેદ્રા પાંચકુવા ગામમાં છેલ્લા 21 વર્ષથી નિયમિત રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રહ્યા છે 88 વર્ષીય અહેમદભાઈ નાંદોલિયા. ( Ahmedbhai Nandolia )  અહીં નિયમિત થાય છે રાષ્ટ્ર ધ્વજના દર્શન. ( Love for nation )

વર્ષમાં 2 વખત આપણા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને ભાવના વ્યક્ત કરીને આપણી જવાબદારી આપણે પુરી કરીએ છીએ. પરંતુ અહેમદભાઈ નાંદોલિયા ( Ahmedbhai Nandolia ) તેમની 88 વર્ષની ઉંમરે પણ રાષ્ટ્ર ધ્વજને નિયમિત સલામી આપવાનું ચુક્યા નથી. ( Love for nation ) અહેમદભાઈ નાંદોલિયા આ વિસ્તારમાં પોતાની દેશદાઝ થી તિરંગા પ્રેમી તરીકે ઓળખાય છે. અહેમદભાઈ નાંદોલિયાએ આઝાદ ભારત દેશની ચળવળ અને અનેક યુદ્ધો જોયા છે. અહેમદભાઈને બાળપણથી રાષ્ટ્ર માટે કંઈક કરી જવાની ઈચ્છા હતી. અને તે જ સમયે લશ્કરમાં તાત્કાલિક ભરતી કરવાનો આદેશ થયો. અને અહેમદભાઈ નાંદોલિયા કોઈને પૂછ્યા વિના લશ્કરમાં ભરતી થઇ ગયા. ( Indian Army )

અહેમદભાઈ નાંદોલિયાએ વર્ષ 1952_1953_1954 અને 1955 સુધી સૈન્યમાં સેવા આપી. અને 1956માં લગ્ન બાદ તેમને સૈન્ય છોડીને પોતાના વ્યવસાયમાં જોડાયા. રાષ્ટ્રીયતાની જવાબદારી તેઓ ઘરે પણ નિભાવી શકે તે માટે તેમને સુપ્રીમ કોર્ટમાંથી પોતાના મકાન પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની મંજૂરી મેળવી. અને આજ દિન સુધી તેમના મકાન પર નિયમિત રીતે નિયમો સાથે માન – સન્માન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રહ્યા છે.

અહેમદભાઈ નાંદોલિયા રોજ સવારે વહેલા નિયમ મુજબ પોતાના મકાન પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપે છે. અને સાંજે નિયમ મુજબ રાષ્ટ્ર ધ્વજને સન્માન સાથે ઉતારે છે. ( Love for nation ) જો ક્યારેક અહેમદભાઈ હાજર ન હોય તો તેમની ગેરહાજરીમાં પણ તેમનો ચાકર રાષ્ટ્ર ધ્વજને નિયમિત નિયમ મુજબ જ ફરકાવે છે. અહેમદભાઈ નાંદોલિયાની આ દેશદાઝ જોઈને આસપાસના ગામના લોકો પણ 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ ના દિવસે અચૂક રાષ્ટ્ર ધ્વજને સલામી આપવા અહેમદભાઈના મકાન પર આવે છે.

તેટલું જ નહિ આસપાસના લોકો તો જયારે પણ રાષ્ટ્ર ધ્વજને સલામી આપવાની ઈચ્છા થાય ત્યારે વહેલી સવારે અહેમદભાઈ ના ઘરે પહોંચી જાય છે, અને દેશ ભાવનાને જાગૃત રાખવાનો પ્રયાસ અહીંના સ્થાનિક લોકો કરે છે. અને એટલે જ આસપાસના વિસ્તારમાં એકતા અને રાષ્ટ્રીયતાના ઉદાહરણ તરીકે એહમદભાઈ ઓળખાય છે.

પાટણથી મન પ્રજાપતિનો અહેવાલ, OTT ઇંન્ડિયા રગ-રગમાં હિન્દુસ્તાન.

આ પણ વાંચો- એ આંદોલન જેમાં ગુજરાતી યુવાનોએ પોતાની અટક હટાવી ‘આઝાદ’ લગાવ્યું

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment