Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeન્યૂઝસિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડમાં આગ,10 કોરોના દર્દીઓનાં મોત

સિવિલ હોસ્પિટલનાં ICU વોર્ડમાં આગ,10 કોરોના દર્દીઓનાં મોત

Civil Hospital
Share Now

મહારાષ્ટ્રના અહેમદનગરની (Ahmednagar Hospital Fire)સરકારી હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગી ગઇ હતી, આ આગ આઇસીયુમાં એક મોટી દુર્ઘટના બની છે. આ ઘટના શનિવારે સવારે થઇ હતી. આ આગના કારણે કોરોના દર્દીઓના 10 દર્દીઓનાં નિધન થયા છે, બીજા કેટલાક લોકો પણ દાઝી ગયા હોવાની આશંકા છે. મોતનો આંકડો હજી પણ વધી શકે છે.

કયા કારણે લાગી આગ?

હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ ક્લિયર થયુ નથી પણ કહેવાય છે કે, આ આગ શોર્ટ સર્કિટ હોઇ શકે છે. જ્યારે બીજા દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં આ પહેલા પણ હો્સ્પિટલોમાં આગની ઘટનાઓ બની ચુકી છે પણ તંત્ર આ બાબતને લઈને વધારે ગંભીર હોય તેવુ લાગતુ નથી.જેના કારણે દર્દીઓને પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે.

 

આ પહેલા મહારાષ્ટ્રના ભંડારા જીલ્લામાં સરકારી હોસ્પિટલમાં લાગેલી આગમાં માસૂમ બાળકોના મોત થયા હતા. અહેમદનગરની સરકારી હોસ્પિટલના આઈસીયુમાં આગ કેવી રીતે લાગી તેનુ કારણ હજી જાણવા મળ્યુ નથી. 20 દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફટ કરાયા છે.

4goual5g

એક જાણકારી મળતી પ્રમાણે જે વોર્ડમાં આગ લાગી છે, તે કોવિડ વોર્ડ હતો. હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબુ કરી લીધો છે, આ ઘટના સવારે 10:30 ની આસપાસ બની હોવાનું કહેવાઇ રહ્યું છે. લગભગ 11:30  વાગે આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.

 

અહમદનગરના જીલ્લાનાં કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર ભોંસલેએ જણાવ્યુ કે, હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ દર્દીઓને કોવિડ વોર્ડમાં શિપ્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય હોસ્પિટલની બિલ્ડ઼િંગનું ફાયર ઓડિટ પણ કરવામાં આવ્યુ છે.

 

ભોંસલે એ કહ્યું છે કે, આ કારણોની હાલ જાણે કરવામાં નથી આવી, પણ ફાયર બ્રિગેડની વિભાગ ની પ્રારંભિક તપાસ થી જાણવા મળ્યુ છે કે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું જણાય છે.

આ પણ વાંચો: સુર્યવંશીની ધમાકેદાર શરુઆત: એક્શન અને એન્ટરટેમેન્ટથી ભરપુર છે ફિલ્મ

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અહમદનગરમાં આગની ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. શાહે કહ્યુ કે, મહારાષ્ટ્રના અહમદનગર સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાથી હ્રદયવિદારક દુર્ઘના થી તે અત્યંત દુખી છે. આ સમયે મારી સંવેદનાઓ શોક પરિવાર ની સાથે છે, ઇશ્વર હોસ્પિટલમાં લાગેલી આગનાં કારણે ઘાયલ થયેલા દર્દીઓને જલ્દી સાજા કરે તેવી મારી પ્રાથના.

આ પણ વાંચો: આ ટિપ્સ સાથે સ્વસ્થ અને સુરક્ષિત રહીને દિવાળીના તહેવારની કરો ઉજવણી

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment