Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeન્યૂઝરાજ્યમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થશે,જાણો કલાકનું ભાડું કેટલું છે?

રાજ્યમાં એર એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ થશે,જાણો કલાકનું ભાડું કેટલું છે?

c plan
Share Now

રાજ્યમાં એર એમ્બ્યુલન્સ(Air ambulance service) સર્વિસ શરૂ કરવામાં આવશે.એર ઉડ્ડયન સેવાઓ પુરી પાડવા માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની મળેલી બેઠકમાં મંત્રી પૂર્ણેશભાઈએ કરી  હતી રજૂઆત.રાજ્યભરમાં સી-પ્લેનની સેવાઓ માટે છ સ્થળોની પસંદગી માટે કામગીરી શરુ કરીઅમદાવાદ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે હેલીકોપ્ટર સેવા ઉપલબ્ધ કરવાની યોજના કરવામાં આવશે.ડીસા એર સ્ટ્રીપ ખાતેથી ડોમેસ્ટીક સુવિધા પુરી પાડવા જમીન ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીના જૂના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં(Air ambulance service) ફેરવાશે 

નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું  હતું કે રાજ્યના નાગરિકોને ઉડ્ડયનની સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેના ભાગરૂપે નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ બનાવવા દેશભરમાં ગુજરાતે સૌપ્રથમવાર આયોજન કરીને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે. જે કલાકનું ભાડું 60 હજાર હશે

.મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વધુ વિગતો આપતાં કહ્યુ કે, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની બેઠક તાજેતરમાં દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ બને એ માટે ગુજરાત સરકારે વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી.આ મુદ્દે કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું છે. ગુજરાતને બે સી-પ્લેન માટે આર્થિક સહાય મળે એ માટે રજૂઆત કરાઈ છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતીથી સ્ટેચ્યૂ સુધી સવાર-સાંજ બે ફ્લાઇટ શરૂ કરાશે. ડીસા એર સ્ટ્રિપની જમીન સોંપણી માટે પણ દરખાસ્ત કરાઈ છે.c planઆ પણ વાંચો:સોમનાથ મંદિરે આજે રાત્રે 12 વાગ્યે સર્જાશે અલૌકિક ઘટના,જાણો કેવું દૃશ્ય જોવા મળશે

અમદાવાદમાં હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરાશે

સાબરમતી હેલિપેડથી હેલિકોપ્ટરની જોય રાઇડ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલાઈ છે. અમદાવાદ રન-વેના મરામતની કામગીરી 3 ડિસેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ સમિટને ધ્યાને લઈ આ કામગીરી 20 જાન્યુઆરી બાદ શરૂ કરવા રજૂઆત પણ કરાઈ છે.

દેશમાં પહેલીવાર ૧૦૮ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યુ છે. જેમાં ૧૦૮ દ્વારા સેવાઓની જરૂરીયાત માટે કોલ આવે તો કલાકના રૂ.૫૦૦૦૦/- લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.૫૫૦૦૦/- તથા કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા આ સેવાઓ માટે કોલ કરવામાં આવશે તો રૂ.૬૦૦૦૦/-નું ભાડૂ નક્કી કરવામાં આવ્યું છે.

આ સાથે જ સાબરમતી સ્થિત હેલીપેડથી સમગ્ર અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે પણ કેન્દ્રમાં રજુઆત કરવામાં આવી છે.

એર સી-પ્લેનની(Air ambulance service )સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરાઇ 

નાગરિકોને સી-પ્લેનની સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે રાજ્યના છ સ્થળોને પસંદગી કરીને કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સ્થળોમાં સાબરમતી રીવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુજ્ય ડેમ, સાપુતારા લેક, મહેસાણા ધરોઈ ડેમ અને સુરતના ઉકાઈ ડેમની પસંદગી કરવામાં આવી છે. આ સેવા માટે રાજ્યને બે સી પ્લેનની સુવિધા મળે એ માટે રાજ્ય સરકાર તરફથી કેન્દ્રને આર્થિક સહાયની રજૂઆત પણ કરવામાં આવી છે. આગામી સમયમાં પાઈલોટ પ્રોજેક્ટ તરીકે સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સવાર-સાંજ બે ફ્લાઈટની સુવિધાઓ કરવા માટે મંજુરી માંગવામાં આવી છે.

આગામી ૨૦મી જાન્યુઆરી બાદ શરૂ કરવા રજુઆત

કેશોદ એરસ્ટ્રીપને ઉડાન સેવા અંતર્ગત પાર્કીગની સુવિધા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે રાજ્યમાં કાર્યરત ૯ એરપોર્ટ અને ૩ એરસ્ટ્રીપ પર ટ્રાફીક વધી રહ્યો છે. તેને ધ્યાને લઈને નાગરિકોના સમયની બચત થાય તે માટે વધુ સી.આઈ.એસ.એફ.ના જવાનોની સેવાઓ પુરી પાડવા માટે પણ કેન્દ્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.અમદાવાદ રન વેના સમારકામની કામગીરી આગામી તા.૩જી થી શરૂ થવાની હતી. આ સંદર્ભે પણ રાજ્યમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ધ્યાનમાં લઈ આ કામગીરી આગામી ૨૦મી જાન્યુઆરી બાદ શરૂ કરવા રજુઆત કરાતાં આ કામગીરી પણ ૨૦મી જાન્યુઆરી પછી થાય તે માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાશે તેમ પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું  હતું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

 

No comments

leave a comment