Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeડિફેન્સફરીથી દેવદૂત બની વાયુસેના : ભારતીયોને લઇને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન

ફરીથી દેવદૂત બની વાયુસેના : ભારતીયોને લઇને કાબુલથી જામનગર પહોંચ્યું વિમાન

AIRCRAFT
Share Now

તાલિબાનનું નિયંત્રણ વધવાની સાથે જ કાબુલમાં સ્થિતિ વણસી રહી છે. અફઘાનિસ્તાનમાં અનેક ભારતીયો ફસાયેલા છે. જો કે સરકારે સુરક્ષા કારણોસર તેમની સંખ્યા જણાવી નથી. તેમને પાછા લાવવા માટે વાયુસેનાના બે C-17 ગ્લોબમાસ્ટરને કામે લગાડ્યા છે.ભારતીય વાયુસેનાનું સ્પેશ્યલ વિમાન C-17 આજે સવારે આવ્યું છે, વિમાનમાં આશરે 100 લોકો સવાર છે. નોંધનીય છે કે અમેરિકાનાં સૈનિકો દ્વારા કાબુલની એરપોર્ટ પર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમેરિકાનાં સૈનિકોની સુરક્ષા વચ્ચે ભારતનું આ વિમાન રવાના થયું છે અને આજે સવારે જ અમેરિકા દ્વારા કાબુલ એરપોર્ટ ખોલવામાં આવ્યું છે.

જામનગર પહોંચ્યું વિમાન

ભારતીય રાજદૂત સહિત અન્ય નાગરિકોને લઈને કાબુલથી રવાના થયેલું વાયુસેનાનું વિમાન ગુજરાતના જામનગર પહોંચી ગયું છે. આ વિમાનમાં લગભગ 120 જેટલા લોકોને સુરક્ષિત લાવવામાં આવ્યા છે. આ પ્લેન ઈંધણ પૂરાવવા માટે જામનગરમાં ઉતર્યું છે. વિમાને સવારે પોણા આઠ વાગે કાબુલથી ઉડાણ ભરી હતી. કલેક્ટર અને એસડીએમ મામલતદાર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આજરોજ અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરી પ્લેન જામનગર એરફોર્સ બેઝ પર 11:15 કલાક આસપાસ પહોંચ્યું હતું.ધાનમંત્રીશ્રીએ સતત મોનીટરીંગ કરીને આ સમગ્ર મિશન ઉપર સ્વયં દેખરેખ રાખી હતી. જામનગર ખાતે પહોંચેલા અધિકાંશ લોકો અફઘાનિસ્તાન સ્થિત ભારતની સરકારી કચેરીઓના કર્મચારીઓ અને સરકારના વિવિધ પ્રોજેકટ્સમાં કામ કરનારા કર્મીઓ છે.

WELCOME BY POLITICIANS

કાબુલથી ભારતીયોને લઈને ઉડ્યું વિમાન

ભારતીય વાયુસેનાનું C-17 મંગળવારે સવારે કાબુલથી રવાના થઈ ચૂક્યું છે. ભારતનું આ એરક્રાફ્ટ અમેરિકી સૈનિકો દ્વારા એરપોર્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુરક્ષા વચ્ચે નીકળ્યું છે. કાબુલ એરપોર્ટને સવારે જ અમેરિકી એજન્સીઓ દ્વારા ફરીથી ખોલવામાં આવ્યું છે. આ વિમાનમાં લગભગ 120થી વધુ લોકોને પાછા લાવવામાં આવી રહ્યા છે. ભારતીય રાજદૂત આર ટંડન સહિત સ્ટાફને પણ કાબુલથી પાછા બોલાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને પણ જલદી ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે.

ભારતીય વાયુસેનાએ પોતાના લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા

વિદેશોમાં જ્યારે પણ ક્યાય ભારતીય સંકટમાં ફસાય છે વાયુસેના તેમની મદદ માટે પહોંચે છે. પછી ભલે કોવિડ-19 મહામારીનો કપરો સમય હોય કે પછી યમન સંકટ દરમિયાન ચાલેલું ઓપરેશન રાહત હોય. ભારતીય વાયુસેનાએ પોતાના લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. નેપાળમાં ઓપરેશન મૈત્રી, બેલ્જિયમમાં આત્મઘાતી હુમલા બાદ ભારતીયોને કાઢવા હોય કે લિબીયાના ગૃહયુદ્ધથી પોતાના લોકોને બચાવવાના હોય. IAF દર વખતે ભરોસા પર ખરી ઉતરી છે.

આ પણ વાંચો :” ભારત હવે તાલિબનાથી સાચવે ” ભાજપના દિગ્ગજ સાંસદની કેન્દ્ર સરકારને ચેતવણી

ભારત એક બે દિવસમાં જ ઓપરેશન પાર પાડશે

નોંધનીય છે કે ભારતના આશરે પાંચ સોથી વધારે લોકો ફસાયેલા છે અને હવે ભારતે પોતાના લોકોને કાઢવા માટે મિશન મોડ પર કામ કરી રહ્યું છે. સૂત્રો અનુસાર આગામી એક બે દિવસમાં જ આ બધા લોકોને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવશે. સોમવારે ૪6 લોકો કાબુલથી ભારત આવ્યા છે. નોંધનીય છે કે 300થી 400 ITBP જવાનો પણ અફઘાનિસ્તાનમાં છે.

લોકો કહી રહ્યા છે કે એક આતંકવાદી સંગઠન દેશ પર રાજ કરવા જઈ રહ્યું છે અને વીસ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં રહેનાર અમેરિકા હાથ પર હાથ મૂકીને જોઈ રહ્યું છે. એવામાં આ બધી પરિસ્થિતિની વચ્ચે રાષ્ટ્રપતિ જૉ બાયડન પહેલીવાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ જૉ બાયડને પોતાના ભાષણથી વિશ્વભરમાં એક સંદેશ આપ્યો કે અમેરિકા હવે અફઘાનિસ્તાનમાં સૈનિકો મોકલશે નહીં. બાયડને અત્યારે જે હાલત થઈ છે તેનાં માટે અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગની પર ઠીકરું ફોડ્યું છે. સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા પોતાના સૈનિકોને જોખમમાં કેમ નાંખે? તો જૉ બાયડને કહ્યું કે આવી પરિસ્થિતિમાં ગની દેશ છોડીને ભાગી ગયા. તેમનાથી સવાલ પૂછાવવા જોઈએ, કે તે લડ્યા વગર જ કેમ ભાગી ગયા? આ બધી જ પરિસ્થિતિ વચ્ચે જોવાનું એ રહ્યું કે કેવી રીતે તાલિબાનો હવે અફઘાન માં રાજ કરશે ? શું તાનાશાહી જ વધશે તાલિબાનોની એ જોવું રહ્યું.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment