Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeસ્ટાર્ટ અપએર ઈન્ડિયા માટે હવે આ એરલાઈન્સના માલિક પણ લગાવશે બોલી, સરકારને મળશે 75,000 કરોડ

એર ઈન્ડિયા માટે હવે આ એરલાઈન્સના માલિક પણ લગાવશે બોલી, સરકારને મળશે 75,000 કરોડ

SpiceJet promoter Ajay Singh to bid for Air India Disinvestment
Share Now

અમદાવાદ : ભારત સરકારના નેજા હેઠળની વિશ્વવિખ્યાત પરંતુ, ખોટમાં ચાલતી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા(Air India Disinvestment)ને વેચવા માટે એક બાદ એક દિગ્ગજો મેદાને આવી રહ્યાં છે.

એર ઈન્ડિયાને ખરીદવા માટે ટાટા અને અંબાણી સહિતના ધનવાનો બાદ હવે અન્ય એક લો કોસ્ટ એરલાઈન્સના વડા પણ આગળ આવી રહ્યાં હોવાના અહેવાલ છે. ભારતની સૌથી સસ્તી અને આરામદાયક એરલાઈન્સના સ્થાપકે હવે એર ઈન્ડિયા માટે બોલી લગાવવાની તૈયારી કરી હોવાના અહેવાલ છે.

Air India Disinvestment

એર ઈન્ડિયામાં સ્ટેક સેલ

  • સરકારે ખોટમાં ચાલતી એર ઈન્ડિયામાં 100% હિસ્સ્સેદારી વેચવા માટે બીડ મંગાવી છે
  • એર ઈન્ડિયા પર કુલ 37,000 કરોડનું દેવું

સ્પાઈસજેટ પણ મેદાને

ભારતની લો કોસ્ટ એરલાઈન્સ સ્પાઈસજેટના પ્રમોટર અજય સિંઘે એર ઈન્ડિયા માટે 1 અબજ ડોલરનું ફંડ એકત્ર કરવાની તૈયરી આદરી છે. રસપ્રદ વાત એ છે કે અજય સિંઘ એર ઈન્ડિયામાં 100% હિસ્સેદારી ખરીદવા ઈચ્છુક છે.

આ પણ વાંચો : એક સપ્તાહમાં બે કંપનીઓના શેર થયા ડબલ, શું તમે પૈસા કમાયા કે નહિ ?

અજય સિંઘની યોજના

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર એર ઈન્ડિયા માટે અજય સિંઘ એક સ્પેશયલ પર્પઝ વ્હિકલ(SPV) થકી બોલી લગાવશે. અજય સિંઘની સાથે અમેરિકાના બે ફંડ પણ એર ઈન્ડિયાને ખરીદવા ભંડોળ આપશે. આ SPVમાં અજય સિંઘ(Ajay Singh)પાસે ઓછામાં ઓછી 26% હિસ્સેદારી હશે અને બાકીની અમેરિકી રોકાણકારો પાસે હશે.

અમેરિકના બે ફંડે આ એસપીવીમાં અંદાજે 70 કરોડ ડોલરના રોકાણની તૈયારી દર્શાવી છે. જોકે આ અંગે હજી અંતિમ નિર્ણય કરવામાં નથી આવ્યો. વાટાઘાટો ચાલી રહી છે, અંતિમ નિર્ણય ઓગષ્ટ સુધીમાં થઈ શકે છે.Who is Ajay Singh: An accomplished businessman and part of Team Modi's 2014 election war room | India News – India TV

અજય સિંઘ પણ અંદાજે 300 મિલિયન  ડોલરના રોકાણની તૈયારી કરી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે નિયમોને અનુસરવા અને પૈસા એકત્ર કરવા માટે અજય સિંઘ સ્પાઈસજેટમાં પણ હિસ્સેદારી વેચી શકે છે અને અમુક હિસ્સો ગીરવે પણ મુકી શકે છે. સ્પાઈસજેટ તેના કાર્ગો યુનિટને પણ લિસ્ટ કરાવવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનામાં સ્પાઈસજેટ એક્સપ્રેસમાં પણ હિસ્સો અજય સિંઘ વેચશે અને નિયમો અનુસાર તેમણે OFS પણ લાવવો જ પડશે.

આપને જણાવી દઈએ કે Ajay Singhની સ્પાઈસજેટમાં 60% હિસ્સેદારી છે અને અહેવાલ અનુસાર અજય સિંઘ એક તૃતાંક્ષ હિસ્સો વેચી શકે છે. સ્પાઈસજેટનું બજાર મૂલ્ય ગઈકાલના બંધ ભાવ 80 રૂપિયા પ્રમાણે 4850 કરોડ રૂપિયા છે અને 60% હિસ્સેદરી પ્રમાણે અજય સિંઘ પાસે 2900 કરોડનો સ્ટેક છે.

આ પણ વાંચો : પોર્નોગ્રાફી કેસ : બિઝનેસમેન રાજકુન્દ્રાનો આ કૌભાંડ કઇ રીતે આવ્યો બહાર?

Rakesh Jhunjhunwala and Nine Others Pay Rs 37 Crore to Settle Aptech Insider Trading Case | Shiksha News

આ સિવાય જુલાઈ માસની શરૂઆતમાં પણ બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala) જેટ એરવેઝના પૂર્વ સંચાલક વિનય દુબે સાથે મળીને લો કોસ્ટ પ્રાઈમ સર્વિસ આધારિત આકાશ એરલાઈન્સ શરૂ કરવા ચર્ચા કરી રહ્યાં છે. એરલાઈન્સ સેક્ટરમાં કોઈ આગળ ન વધી જાય અને આપણે પાછળ ન રહી જઈએ તે બિઝનેસ માઈન્ડસેટ સાથે ટાટા-અદાણી-અંબાણી અને હવે સ્પાઈસજેટ પણ એર ઈન્ડિયા(Air India) જેવી વિશાળકાય એરલાઈન્સને ખરીદવા તત્પર છે.

અન્ય ખરીદારો

સોલ્ટથી લઈને સોફ્ટવેર સુધીનો કારોબર ધરાવતી ટાટા સન્સે પણ એર ઈન્ડિયાને ખરીદવાની તૈયારી કરી છે. ટાટા સન્સ પાસે એર વિસ્તારા અને એર એશિયા નામની એરલાઈન્સ છે. આપને જાણીને નવાઈ લાગશે કે એર ઈન્ડિયાનું મૂળ જ ટાટા છે. ટાટા સમૂહે(Tata Sons) જ ટાટા એર સર્વિસના નેજા હેઠળ ટાટા એરલાઈન્સ શરૂ કરી હતી,જેનું નામ બાદમાં બદલીને એર ઈન્ડિયા કરવામાં આવ્યું હતુ. 60 વર્ષ બાદ ટાટાએ એર એશિયા થકી ફરી એરલાઈન્સ કારોબારમાં 12મી જુન, 2014ના રોજ એન્ટ્રી કરી હતી અને બાદમાં વિસ્તારાને પણ પોતાના બેડામાં જોડી હતી.Vistara Airlines Guidelines For Covid 19

હવે ટાટાની નજર ફરી પોતાની જુની એરલાઈન્સ એર ઈન્ડિયા પર છે. ટાટાએ તાજેતરમાં એર ઈન્ડિયાને ખરીદવા માટે બૈઈન કંપની અને સિબરી ગૃપને ડ્યુ ડિજિલિયન્સ માટે હાયર કર્યા હતા.

How GoI took Air India from JRD Tata, asked him to run it, and then took it away again

Image Courtesy : Scroll

Air India Disinvestment

મોદી સરકારે પણ વિનિવેશનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે એર ઈન્ડિયામાં 100% હિસ્સેદારી વેચવાની જાહેરાત કરી હતી. સતત અનેક વર્ષો સુધી ખોટ કરીને સરકારી તિજોરીને નુકશાન કરી રહી હોવાના દાવા સાથે મોદી સરકારે એર ઈન્ડિયામાં સ્ટેક વેચવાનું નક્કી કર્યું હતુ.

છેલ્લા દોઢ વર્ષથી સરકાર વિવિધ મોરચે એર ઈન્ડિયાને વેચવા આગળ આવી રહી છે પરંતુ, એનકેન કારણોસર એર ઈન્ડિયાના વેચાણ(Air India Disinvestment)માં વિલંબ થઈ રહ્યો છે. સરકારે નિયમો નક્કી કરવામાં મોડું કર્યા બાદ નિયમો અને શરતોમાં ફેરફાર અને ખરીદારો વચ્ચે સ્પર્ધા જામે તે માટે અનેક છૂટ અને પ્રોત્સાહનો આપવાની તૈયારી સરકારે કરી હતી.

Air India Disinvestment

Image Courtesy : blog.studyiq

જોકે કોરોના મહામારીને કારણે એર ઈન્ડિયામાં વિલંબ થઈ રહ્યો છે અને કિંગફિશર બાદ જેટ એરવેઝ જેવી વિશાળકાય એરલાઈન્સના પૈડા થંભી ગયા બાદ આ સેક્ટરમાં રોકાણકાર અને ઉદ્યોગજગતનો રસ ઘટ્યો છે.

કોરોના બાદ ફરી બેઠી થઈ રહેલ ઈકોનોમીમાં એરલાઈન્સ સેક્ટરમાં પણ રિવાઈવલની પ્રબળ આશા સાથે હવે સ્થિતિ સુધરતા એર ઈન્ડિયાના વેચાણ(Air India Disinvestment)નો મુદ્દો ગરમ થયો છે.

આ પણ વાંચો : IRCTCની ફ્રેન્ચાઈઝી લઈને શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે જોરદાર કમાણી

એર ઈન્ડિયા પાસે ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રનો 50% હિસ્સો છે અને ઘરેલું હવાઈ કારોબારમાં 12% હિસ્સો ધરાવે છે. સરકારે એર ઈન્ડિયાની સાથે તેની પાર્સલ સેવા એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 50% હિસ્સો અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ જોઈન્ટ વેંચરમાં સિંગપોરની SATS સિવાયની હિસ્સેદારી વેચવા માટે બોલી મંગાવી છે.

સરકારે એર ઈન્ડિયાને ખરીદવા બોલી લગાવવાની અંતિમ તારીકે ઓગષ્ટના ત્રીજા સપ્તાહ સુધી લંબાવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment