Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઑટો & ગેજેટ્સશું રતન ટાટાના મુકુટમાં જડાશે એ હિરો જે 1953માં ખોવાયો હતો?

શું રતન ટાટાના મુકુટમાં જડાશે એ હિરો જે 1953માં ખોવાયો હતો?

Air India Selloff: Will Ratan be crowned the diamond who was lost in 1953?
Share Now

નવી દિલ્હી: સરકાર દિગ્ગજ જાહેર ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણ (Privatization) માટે સંપૂર્ણપણે સજ્જ છે. ત્યારે દેશની જાહેર ક્ષેત્રની એરલાઈન કંપની એર ઈન્ડિયા (Air India)ને વેચવા માટે સરકાર છેલ્લા કેટલાક સમયથી પ્રયત્નોમાં છે. પરંતુ કોઈને કોઈ કારણસર બીડ અટકી જાય છે. સરકારી વિમાન કંપની એર ઈન્ડિયાના પ્રાઈવેટાઈઝેશનના અંતિમ તબક્કા માટે ફાઈનાન્શિયલ બીડ 15 સપ્ટેમ્બર સુધી આવવાની અપેક્ષા છે. બીડ (Bid) લગાવવામાં ટાટા ગ્રુપ (Tata Group) અને સ્પાઈસજેટના પ્રમોટર અજય સિંહ શામેલ છે. બીડ જમા કર્યા પછી કંપનીના વેચાણ માટે કેન્દ્રીય મંત્રીમંડળ પાસેથી મંજૂરી લેવી જરૂરી હોય છે.

Air India Selloff: Will Ratan be crowned the diamond who was lost in 1953?

એર ઈન્ડિયાને ટાટા ગ્રુપે જ શરૂ કરી હતી. હવે 68 વર્ષ પછી એક વાર ફરી એર ઈન્ડિયા ટાટા ગ્રુપની ઝોળીમાં આવે તેવી આશા જાગી છે.

આ પણ વાંચો  : નાદારીના 47% કેસમાં કંપનીઓનું કોઈ ખરીદાર ન મળ્યું, લિક્વિડેશન કરવું પડ્યું

JRD ટાટાએ શરૂ કરી હતી એરલાઈન કંપની

જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી ટાટા (JRD Tata)એ 1932માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બ્રિટનના શાહી રોયલ એર ફોર્સના પાયલોટ હોમી ભરૂચા ટાટા એરલાઈન્સના પહેલા પાયલોટ હતા જ્યારે જેઆરડી ટાટા અને નેવિલ વિન્સેન્ટ બીજા અને ત્રીજા પાયલોટ હતા. જેઆરડી ટાટાએ કરાંચીથી મુંબઈની ફ્લાઈટ માટે ઉડાન ભરી હતી. 15 ઓક્ટોબર 1932એ આ ઉડાન દરમિયાન તેના પ્લેનમાં ટપાલ હતી. બોમ્બે પછી નેવિલ વિંસેન્ટ આ પ્લેનને ઉડાવીને ચેન્નાઈ લઈ ગયા હતા.

Air India Selloff: Will Ratan be crowned the diamond who was lost in 1953?

દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ બદલાયું કંપનીનું નામ

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન જેઆરડી ટાટા ફક્ત ઉદ્યોગપતિ સુધી જ સીમિત ન હતા. એરક્રાફ્ટમાં તેમણે રસ દાખવ્યો અને 1929માં જેઆરડી ટાટાને પાયલોટનું લાયસન્સ મળ્યું. તે ભારતમાં પહેલા વ્યક્તિ હતા, જેમને પાયલોટનું લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. બીજા વિશ્વયુદ્ધ સમયે વિમાન સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જ્યારે ફરીથી વિમાન સેવાઓ શરૂ થઈ ત્યારે 29 જુલાઈ 1946ના રોજ ટાટા એરલાઈન્સનું નામ બદલીને તેનું નામ એર ઈન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો  : કેન્દ્ર સરકારની કિસાનોને ભેટ, રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી

Air India Selloff: Will Ratan be crowned the diamond who was lost in 1953?

1953માં થયું રાષ્ટ્રીયકરણ

આઝાદી પછી 1947માં એર ઈન્ડિયા (AIr India Sell Off)ની 49 ટકા ભાગીદારી સરાકરે લઈ લીધી હતી. 1953માં તેનું રાષ્ટ્રીયકરણ થઈ ગયું. ઓગસ્ટ 1953માં સરકારે તમામ 9 ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દીધું. હવે એર ઈન્ડિયા સરકારના હાથથી ફરી એકવાર ખાનગી હાથમાં જવાની છે. સરકારની યોજના 2021ના અંત સુધી તેને ખાનગી હાથમાં સોંપી આપવાની છે. ટાટા ગ્રુપે એર એશિયા ઈન્ડિયાના માધ્યમથી એર ઈન્ડિયાન માટે બીડ લગાવી છે અને તેના અધિકારી છેલ્લા કેટલાક મહિનામાં સમગ્ર ભારતમાં એરલાઈન સાઈટ્સનો પ્રવાસ કરી રહ્યા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment