Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / June 30.
Homeહેલ્થAir Pollution: દિવાળી બાદ દિલ્હી જ નહીં પણ આ શહેરોમાં પણ વધ્યુ હવાનું પ્રદુષણ

Air Pollution: દિવાળી બાદ દિલ્હી જ નહીં પણ આ શહેરોમાં પણ વધ્યુ હવાનું પ્રદુષણ

Air Pollustion
Share Now

દિવાળીનો સમય ચાલી રહ્યો છે, લોકો ફટાકડા અને દારુ ખાનુ મન મુકીને ફોડી રહી છે, ત્યારે એ ફટાકડા ફોડ્યા બાદ મોટી સંખ્યામાં જે પ્રદુષણ ફેલાય તેના વિશે કોઇ ચર્ચા નથી કરતુ, ત્યારે રાજધાની દિલ્હીની એયર ક્વોલિટી ગંભીર કેટેગરીમાં બનેલી છે. આનંદ વિહારમાં એયર ક્વોલિટી ઇંડેક્સ 600 થી ઉપર નોંધાયુ છે.

Air Pollution

Image Courtesy: Forbes


દિવાળીમાં દિલ્હીના પ્રદુષણમાં વધારો

દિવાળીના બે દિવસ બાદ પણ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એયર ક્વોલિટી ગંભીર કેટેગરીમાં બનેલી છે. આનંદ વિહારમાં એયર ક્વોલિટી ઇંડેક્સ 600 થી ઉપર નક્કી કરવામાં આવે છે. સિસ્ટમ ઓફ એયર ક્વોલિટી એન્ડ વેદક ફોરકાસ્ટીંગ એન્ડ રિસર્ચ એ શનિવેરા સવારે બહાર પાડેલાં આંકડાઓ અનુસાર,ઓવરઓલ AQI  દિલ્હીના 456 હતી. એયર પોલ્યુશનને લઇને ચૌંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે.

New WHO air quality guidelines show almost all of India is polluted - SCIENCE News

કહેવામાં આવ્યુ છે કે, વાયુ પ્રદુષણનાં કારણે દરેક વર્ષે 15 લાખ લોકોનાં જીવ જાય છે. પર્યાવરણવિદ્ર વિમલેન્ડુએ ન્યુઝ એજન્સી એએનઆઇ થી વાત કરે છે. વાયુ પ્રદુષણથી દરેક વર્ષે 15 લાખ લોકોની મોત થાય છે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, દિલ્હી- એનસીઆરમાં રહેનારા લોકો વાયુ પ્રદુષણના કારણે જીવનના 9.35 વર્ષ ગુમાવી દે છે.

 

આ સિવાય એક લંગ કેયર ફાઉન્ડેશનનું કહેવુ છે કે, વાયુ પ્રદુષણનાં કારણે દરેક ત્રીજા બળકને અસ્થમા છે. દરેક વર્ષે ઓક્ટોબર નવેમ્બરમાં દિલ્હી એનસીઆરની હવા પ્રદુષિત થઇ જાય છે, જેની પાછળ પંજાબ,હરિયાણા,પશ્વિમી યુપીમાં ગાડી, ફેક્ટરીથી નિકાળવાનું ધુઆ તેમજ ઘણી હદ સુધી  જવાબદાર છે.

સરકારે પરાલને સળગાવવા પ્રતિબંધિત કરી છે તેમજ દંડ પર લગાવ્યો છે. તેમ છતાં ઘણી જગ્યાએ પરાલી સળગાવવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. દિલ્હી સમેત ઉત્તર અને મધ્ય ભારતના વધુ માં હિસ્સાં એયર ક્વોલિટી ઇંડેક્સ ખુબ ખરાબ કેટેગરીમાં પહોચી ગયો છે,દિલ્હી, એમ્સ ના ડજાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે, તેમણે દાવો કર્યો છે કે, કોરોના વાયરસ પોલ્યુશનમાં વધુ સમય સુધી રહે છે, ગુલેરિયાએ કહ્યું કે, જે સ્થાનો પર પ્રદુષણ વધુ છે, ત્યાં કોવિડ 19 ની સ્થિતિ વધુ ગંભીર થઇ શકે છે.

 

કેન્દ્રીય પ્રદુષણ બોર્ડના આંકડાના અનુસાર એનસીઆરમાં વાયુની ગુણવત્તા સુચકઆંક AQI 462  નોંધાઇ છે, આ એરિયાઓમાં 500 થી વધુ પાર પહુંચી ગયો છે.

  • એયર ક્વોલિટી 0 અને 50 ની વચ્ચે સારુ કહેવાય છે.
  • 51 થી 100 ની વચ્ચે હોય તો સંતોષજનક
  • અને 101 થી 200 ની વચ્ચે મધ્યમ
  • 201 થી 300 ની વચ્ચે ખરાબ
  • 301 થી 400 ની વચ્ચે ખુબ ખરાબ
  • 401 થી 500 ની વચ્ચે હોય તો તેને ગંભીર શ્રેણીમાં ગણવામાં આવે છે.

આ પણ વાંચો: વાયુ પ્રદૂષણથી થાય છે અનેક રોગ, વાયુ પ્રદૂષણથી જ મરે છે એક મિનિટમાં 13 લોકો

દેશના સૌથી પ્રદુષિત 10 શહેરોમાં થી 7 ઉત્તર પ્રદેશના

દિવાળીના તહેવારમાં ફટાકડાનાં ધુમાડા અને આતશબાજીનાં કારણે જો કોઇ શહેરો સૌથી વધુ પ્રદુષિત થયા હોય તો તે ઉત્તર પ્રદેશનાં 7 રાજ્ય છે. જેમાં ગાજિયાબાદ,હાપુડ઼,ગ્રેટર નોએડા અને મેરઠ તેજ બાગપત છે. આ સિવાય દિલ્હી અને હરિયાણાના ગુરુગ્રામનો પણ સમાવેશ થાય છે.

વાયુ પ્રદૂષણથી સૌથી વધુ અસ્થમા થાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. વાયુ પ્રદૂષણ પણ મોટાભાગના લોકોમાં અસ્થમાનું કારણ બને છે. વાયુ પ્રદૂષણ લોકોની ઉંમર ઘટાડે છે. જ્યારે બલ્ડ કેન્સર સહીત અનેક માનસિક રોગોના શિકાર વાયુ પ્રદૂષણથી થાય છે. લોકોએ તેમની માનસિકતા બદલવી પડશે અને પ્રદૂષણ ઓછુ કરવું પડશે સાથે જ પ્રદૂષણ કરનારા સામે લાલ આંખ કરીને બંધ કરાવવા પડશે. વધુને  વધુ વૃક્ષો વાવી વાતાવરણને શુદ્ધ કરવા જોઈએ. તો જ આવી સ્થિતિમાંથી બહાર નીકળી શકાશે. અને ભવિષ્યને ઉજળું બનાવી શકાશે બાકી ભવિષ્યમાં વાયુ પ્રદૂષણથી જ બાળકો ઘણી બીમારીઓ સાથે જન્મશે. અને વહેલા મરી જશે.

 

આ પણ વાંચો: સુર્યવંશીની ધમાકેદાર શરુઆત: એક્શન અને એન્ટરટેમેન્ટથી ભરપુર છે ફિલ્મ

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment