Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeનેચર & વાઈલ્ડ લાઈફવાયુ પ્રદૂષણથી થાય છે અનેક રોગ, વાયુ પ્રદૂષણથી જ મરે છે એક મિનિટમાં 13 લોકો

વાયુ પ્રદૂષણથી થાય છે અનેક રોગ, વાયુ પ્રદૂષણથી જ મરે છે એક મિનિટમાં 13 લોકો

Air Pollution
Share Now

(Air pollution) વાયુ પ્રદૂષણથી વાર્ષિક 70 લાખથી વધુ લોકો મોતને ભેટે છે.  જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નવા રિપોર્ટ મુજબ સમગ્ર વિશ્વમાં એક મિનિટમાં 13 લોકો વાયુ પ્રદૂષણથી અલગ-અલગ બીમારીઓનો શિકાર થઈને મોતને ભેટી રહ્યા છે.

લોકોને  જાણ પણ નથી કે તેઓ શ્વાસના નામે ઝેર લઈ રહ્યા છે. સમગ્ર ભારતના ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સની વાત કરીએ તો દેશમાં 141 જેટલો ઓવરઓલ AQI છે. આ આંકડો વિશ્વના સૌથી ખરાબ આંકડામાંથી એક છે. 2019ના એક રિપોર્ટ પ્રમાણે વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરનો આંકડો બહાર પાડવામાં આવ્યો હતો. આ આંકડા પ્રમાણે ભારતનું ગાઝિયાબાદ સૌથી વધુ પ્રદૂષિત શહેર છે. જ્યારે આખા વિશ્વના 30 શહેરોમાંથી 21 શહેરો તો ફક્ત ભારતના જ હતા.

ભારતના લોકો શ્વાસના નામે હવે ઝેર લઈ રહ્યા છે. લોકો વાયુ પ્રદૂષણને ગંભીર લેતા નથી પરંતુ વાયુ પ્રદૂષણ જ તેમને અલગ-અલગ બીમારીઓ આપીને મારી રહ્યું છે. કોઈક ને ધીમી મોત અને કોઈક ને તેજ ગતિથી બીમાર કરીને વાયુ પ્રદૂષણ મારી રહ્યું છે.

વાયુ પ્રદૂષણથી થતાં રોગ

આ સમાન છે. આમાંના મોટાભાગના લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ ક્યારે હૃદયના દર્દી બન્યા છે અને તેથી જ તેઓ તેનાથી છુટકારો મેળવી શકતા નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વધુ તણાવ લે છે તેને હૃદયરોગના દર્દી બનવાની શક્યતા વધારે હોય છે. ખરેખર આ સાચું છે પરંતુ સંપૂર્ણ રીતે નહીં કારણ કે હૃદયના દર્દીમાં ઘણા કારણો શામેલ છે, સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ છે.

જો વાયુ પ્રદૂષણને સમયસર નિયંત્રિત કરવામાં ન આવે, તો તે હૃદય રોગ, ફેફસાંના રોગ, કેન્સર, માનસિક સમસ્યા, કિડની રોગ વગેરે જેવી ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે. વાયુ પ્રદૂષણથી કોરોનરી આર્ટરી ડિસીઝ, હાર્ટ વાલ્વમાં બ્લોકેજ વગેરે થઇ શકે છે. જો આ રોગોની યોગ્ય સમયે સારવાર ન કરાવવામાં આવે તો માત્ર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તેમના માટે છેલ્લો વિકલ્પ રહે છે.

વાયુ પ્રદૂષણ સગર્ભા સ્ત્રી માટે ખુબ જ ભયંકર બની શકે છે. સગર્ભા સ્ત્રી જો પ્રદૂષિત વાતાવરણમાં રહે તો તેની સાથે સાથે તેના બાળકને પણ અનેક પ્રકારના રોગ થવાનો ખતરો રહે છે. વાયુ પ્રદૂષણ ગર્ભવતી મહિલા અને તેના અજાત બાળકનું જીવન પણ જોખમમાં મૂકી શકે છે.

વાયુ પ્રદૂષણ અનેક રોગોનું કારક છે. પરંતુ વાયુ પ્રદૂષણથી સૌથી વધુ અસ્થમા થાય છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં ખુબ જ મુશ્કેલી થાય છે. વાયુ પ્રદૂષણ પણ મોટાભાગના લોકોમાં અસ્થમાનું કારણ બને છે. વાયુ પ્રદૂષણ લોકોની ઉંમર ઘટાડે છે. જ્યારે બલ્ડ કેન્સર સહીત અનેક માનસિક રોગોના શિકાર વાયુ પ્રદૂષણથી થાય છે.

આ પણ વાંચો : Air Pollution: હવા પ્રદુષણના કારણે 70 લાખ લોકોનો જીવ જાય છે

લોકોએ તેમની માનસિકતા બદલવી પડશે અને પ્રદૂષણ ઓછુ કરવું પડશે સાથે જ પ્રદૂષણ કરનારા સામે લાલ આંખ કરીને બંધ કરાવવા પડશે. વધુને  વધુ વૃક્ષો વાવી વાતાવરણને શુદ્ધ કરવા જોઈએ. તો જ આવી સ્થિતિમાંથી બહાર નીકળી શકાશે. અને ભવિષ્યને ઉજળું બનાવી શકાશે બાકી ભવિષ્યમાં વાયુ પ્રદૂષણથી જ બાળકો ઘણી બીમારીઓ સાથે જન્મશે. અને વહેલા મરી જશે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment